05 December 2019

દલડાં લીધા ચોરી રાજ

ગીત: દલડાં લીધા ચોરી રાજ
ફિલ્મ: દલડાં લીધા ચોરી રાજ

એ નીંદર ના આવે રાત્યું માં
રંગીલા તારી પ્રીત્યું માં રંગાણી માણારાજ
દલડાં લીધા ચોરી રાજ (૨)
 ના આવે રાત્યું માં
રંગીલા તારી પ્રીત્યું માં રંગાણી માણારાજ
દલડાં લીધા ચોરી રાજ (૨)
એ સાંભળ મારી પાતલડી
હૈયે વાગી તારી આંખલડી અણિયાળી માણારાજ
દલડાં લીધા ચોરી રાજ (હા)(૨)

એ રંગીલી ઓ રાણી (૨) ઓ પદમણી શાણી
તરસું હૈયું માંગે (તારી પ્રીતડી નાં પાણી) (૨)
આ વાતુડાં વાલા ની વાત માં લુભાણી
પેલી નજરે પાતળીયા થી (પ્રીતડી બંધાણી) (હા હા) (૨)
હે આભલીયાળા કમખે રૂડાં
ટહુંકા કરતી કુ કુ કુ કોયલડી માણારાજ
દલડાં લીધા ચોરી રાજ (૨)
નીંદર ના આવે રાત્યું માં
રંગીલા તારી પ્રીત્યું માં રંગાણી માણારાજ
દલડાં લીધા ચોરી રાજ (૨)

એ સુંવાળા હાથો માં (૨) મહેંદી રે મેલાવો
મનગમતા માંડવડે (રૂડાં ઢોલ રે વગડાવો) (૨)
થનગનતા ઘોડલીયે જાન રે લઈ આવો
કંકું વરણી કાયા માથે (પાનેતર ઓઢાડો) (રૂડુ) (૨)
એ પાલવ બાંધી પરણીને
મને લઈ જાને હવે સાસરીયે મટકાળા માણારાજ
દલડાં લીધા ચોરી રાજ (૨)

એ સાંભળ મારી પાતલડી
હૈયે વાગી તારી આંખલડી અણિયાળી માણારાજ
દલડાં લીધા ચોરી રાજ (૭)

No comments:

Post a Comment