07 December 2019

મીઠાં વગર નાં અણવર ને

ગીત: મીઠાં વગર નાં અણવર ને
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું

આ મીઠાં વગર ના અણવર ને માંડવડે કોણ લાવ્યું રે
આ મીઠાં વગર ના અણવર ને માંડવડે કોણ લાવ્યું રે
હે એતો પૂંછડા વગર નો પાડો રે માંડવડે કોણ લાવ્યું રે
હે એતો પૂંછડા વગર નો પાડો રે માંડવડે કોણ લાવ્યું રે
હે તારા બાપે લખી કંકોતરી રે તમે લઈને આવો જાનું રે
તારા બાપે લખી કંકોતરી રે તમે લઈને આવો જાનું રે
હે સુણ ભગરી ભેંસ ની પાડી રે તમે લઈ ને આવો જાનું રે
સુણ ભગરી ભેંસ ની પાડી રે તમે લઈ ને આવો જાનું રે
આ મીઠાં વગર ના અણવર ને માંડવડે કોણ લાવ્યું રે
તારા બાપે લખી કંકોતરી રે તમે લઈને આવો જાનું રે

હે અણવર ને હડકવા હાલ્યો માંડવ્યું હંભાળજો
અણવર ને હડકવા હાલ્યો માંડવ્યું હંભાળજો
હે ઈતો વેહ વેહ કરતો ફરે માંડવ્યું હંભાળજો
ઈતો વેહ વેહ કરતો ફરે માંડવ્યું હંભાળજો
હે એને અવળો જાલો કે અેને સવળો જાલો
એને અવળો જાલો કે અેને સવળો જાલો
હે એને અઢાર ઈંજેક્શન મુકાવો માંડવ્યું હંભાળજો
એને અઢાર ઈંજેક્શન મુકાવો માંડવ્યું હંભાળજો
હે થઈ માંડવડે કુતરી ગોંડી જાનૈયા હંભાળજો
થઈ માંડવડે કુતરી ગોંડી જાનૈયા હંભાળજો
હે ઈતો ભરેલ મરચા લેતી જાનૈયા હંભાળજો
ઈતો ભરેલ મરચા લેતી જાનૈયા હંભાળજો
હે એની પૂંછડી જાલો ને પછી ગૂણ માં ઘાલો
એની પૂંછડી જાલો ને પછી ગૂણ માં ઘાલો
હે એને ઊંડા કૂવા માં પધરાવો જાનૈયા હંભાળજો
એને ઊંડા કૂવા માં પધરાવો જાનૈયા હંભાળજો
હે અણવર ને હડકવા હાલ્યો માંડવ્યું હંભાળજો
હે થઈ માંડવડે કુતરી ગોંડી જાનૈયા હંભાળજો

બોલાવો રે બોલાવો (૨)
હે વર ની માં ને બોલાવો રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
વર માંગે વચ્ચે ખાવા રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
વર ની મા ગઈ છે દોવા રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
વર નો બાપ બેઠો રોવા રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
હે વર ની માં ને બોલાવો રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
હે વહુ ની કાકી ને બોલાવો રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
કાકી ગઈ છે પાડો દોવા રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
હે પાડે માર્યું પાટુ રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
ભાંગી ગ્યું એનું ઠાઠુ રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
હે વર ની માં ને બોલાવો રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
હે વહુ ની કાકી ને બોલાવો રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
ઘુંમરીયું રે ઘુંમરીયું (૨)

હે આંટા વગર નાં અણવર ને અપ ઘડિયે પાછો કાઢો રે
આંટા વગર નાં અણવર ને અપ ઘડિયે પાછો કાઢો રે
હે વર ની સાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે
વર ની સાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે
અરે નાક વગર નો જ્યાં ત્યાં ફરતો ભાન વગર નો ઢાંઢો રે
હે નાક વગર નો જ્યાં ત્યાં ફરતો ભાન વગર નો ઢાંઢો રે
હે તારા જેવી છોડી મળે તો મટુ હવે થી વાંઢો રે
તારા જેવી છોડી મળે તો મટુ હવે થી વાંઢો રે
જા જા આંટા વગર નાં અણવર ને અપ ઘડિયે પાછો કાઢો રે
હે આંટા વગર નાં અણવર ને અપ ઘડિયે પાછો કાઢો રે
હે ઓલી વર ની સાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે
વર ની સાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે
અપ ઘડિયે પાછો કાઢો રે
નળિયે થી નાક વાઢો રે
અપ ઘડિયે પાછો કાઢો રે
નળિયે થી નાક વાઢો રે
અપ ઘડિયે પાછો કાઢો રે
નળિયે થી નાક વાઢો રે

No comments:

Post a Comment