07 December 2019

ઘુઘરીયાળો ઘાઘરો

ગીત: ઘુઘરીયાળો ઘાઘરો
ફિલ્મ: સેજલ સરજુ

હે ઘુઘરીયાળો ઘાઘરો ને એમાં ટાક્યા છે મોર (૨)
સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર (૨)
હે ઉડે તારી ઓઢણી આ જોને જાકમ ઝોળ (૨)
સેજલ મારી સાજણા મારા કાળજા ની કોર (૨)
સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર

નાચે મારૂ મનડું ને નાચે આ જોબન
હાલક ડોલક થાય મારૂ ગોરૂ ગોરુ તન (૨)
પ્રિત્યું ના ઘેન માં ઘેરાણી તારી આંખડી
તારા આ હોઠ જાણે ફુલ કેરી પાંખડી
કોયલ ટહુકે ને કાપે કાળજડાં ની કોર
ઓ સેજલ ઓ સરજુ
ઓ સજની ઓ સાયબા
બાંધી તારા સંગ મેંતો જીવતર કેરી દોર
હે પ્રીત માં રંગાણીી તારા પાલવડાં ની કોર
ઘુઘરીયાળો ઘાઘરો ને એમાં ટાક્યા છે મોર
હે ઉડે તારી ઓઢણી આ જોને જાકમ ઝોળ
સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર
સેજલ મારી સાજણા મારા કાળજા ની કોર

કેડ મારી પાતળી ને જોબન મારૂ ભારે
સોળ સજી શણગાર સરજુ આવું તારી હારે (૨)
હે ફુલી ને ફાલી તારી કાયા કેરી વેલડી
શાને શરમાય ઓ મારી ઢળકંતી
જીરવું જીરવાય નહિ આ જોબનીયા નું જોર
ઓ સેજલ ઓ સરજુ
ઓ સજની ઓ સાજન
મીઠા લાગે બોલ તારા નાચું ઓળ ઘોળ
ઓરેે ગોરાંદે આવું ઘેલું તું ના બોલ
ઘુઘરીયાળો ઘાઘરો ને એમાં ટાક્યા છે મોર
સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર (૨)
હે ઉડે તારી ઓઢણી આ જોને જાકમ ઝોળ (૨)
સેજલ મારી સાજણા મારા કાળજા ની કોર
સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર
હો સેજલ મારી સાજણા મારા કાળજા ની કોર
હે સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર

No comments:

Post a Comment