07 December 2019

બેઠો જોબન ની ડાળ

ગીત: બેઠો જોબન ની ડાળ
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ
હે બેઠો જોબન ની ડાળ હૈયે હરખાતો જાય (૨)
મારા મન ના મંદિરયાં નો મોર
ઓલ્યો મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય રે
કે મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય
હે બેઠી મનડાં ની માય મુખે મલકાતી જાય (૨)
મારા દલડાં ની ઢળકંતી ઢેલ
ઓલી ઢેલરડી મીઠું મીઠું ગાય
મન મારૂ લળી લળી જાય રે
કે મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય
હો મોર કિયા મલક થી તું આવ્યો રે
આવું મનગમતું ગીત ક્યાંથી લાવ્યો રે (કે) (૨)
એ મોર પ્રિત્યું નગર માંથી આવ્યો રે (૨)
ગીત પરભવ ની પ્રીત્યુ  નું લાવ્યો રે
હે બેઠો કંગન ની કોર કરે ચુડલા માં ચોર (૨)
મારા ચિતડાં ને કરતો ચકોર
ઓલ્યો મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય રે
ઓલી ઢેલરડી મીઠું મીઠું ગાય
મન મારૂ લળી લળી જાય રે
હો મોર તારે ને મારે શું નાતો રે
સિદ સમણાં માં આવી મલકાતો રે (૨)
હે નેણ નિતરતી મદમીઠી વાતો રે (૨)
રંગ રુદિયા ને લાગ્યો નિરાળો રે
હે બેઠો જાંજર ની કોર કરે ઘુઘરી મા ચોર (૨)
મારા હૈયા ને કરતો વિભોર
ઓલ્યો મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય રે
ઓલી ઢેલરડી મીઠું મીઠું ગાય
મન મારૂ લળી લળી જાય રે
હે બેઠો જોબન ની ડાળ હૈયે હરખાતો જાય
મારા મન ના મંદિરયાં નો મોર
ઓલ્યો મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય રે
કે મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય
ઓલી ઢેલરડી મીઠું મીઠું ગાય
મન મારૂ લળી લળી જાય રે

No comments:

Post a Comment