06 December 2019

લાગ્યો રે લાગ્યો રે

ગીત: લાગ્યો રે લાગ્યો રે
ફિલ્મ: માને વાલો દિકરો દિકરા ની માં

લાગ્યો રે લાગ્યો રે લાગ્યો રે લાગ્યો રે
લાગ્યો રે લાગ્યો રે મનડાં ને થારો રંગ (૨)
મારૂ મનડું નાચે તનડું નાચે નાચે અંગ અંગ (૨)
લાગ્યો રે લાગ્યો રે (૨) મનડાં ને થારો રંગ

પ્રીત મારી રાખજે મને નાં ભૂલાવજે
જનમો જનમ નાં કોલ ગોરી તું નીભાવજે (૨)
ગોરી ગોરી ગોરાંદે
હે પ્રીત મારી રાખજે મને નાં ભૂલાવજે
જનમો જનમ નાં કોલ ગોરી તું નીભાવજે
ઓરે છબીલા છેલ  ઓરે છબીલા છેલ
ઓરે છોગાળા તારી પ્રીત માં હું ઘેલી
જાણે ચાંદ ને ચકોર

હો વેદના વિરહ ની ના સહેવાય
દિલ નાં દરદ વાલમ કોઈ ને નાં કહેવાય
હો પ્રેમ નાં ગીત રૂડા ગાશું
પ્રેમ દિવાના કહેવાશું
તારી પ્રેમ ઘેલી હું રાધા
તારી પ્રેમ દિવાની રાધા (૨)
હો લાગ્યો લાગ્યો લાગ્યો રે મને લાગ્યો લાગ્યો લાગ્યો રે
લાગ્યો રે લાગ્યો રે મનડાં ને થારો રંગ
મારૂ મનડું નાચે તનડું નાચે નાચે અંગ અંગ
હે મારૂ મનડું નાચે તનડું નાચે નાચે અંગ અંગ
લાગ્યો રે લાગ્યો રે (૨) મનડાં ને થારો રંગ

No comments:

Post a Comment