07 December 2019

ઊંચા ઊંચા રે દાદા

ગીત: ઊંચા ઊંચા રે દાદા
ફિલ્મ: સેજલ સરજુ
 
હે વ્હાલ સોઈ મારી બેનડી
અને એવા મીઠા એના બોલ
હે એવા ઊંચા ગઢ ના કાંગરે
એ દાદા વગડાવો ને ઢોલ
એ ભેળા રમી મોટા થયા
અને ગમતા ગીતડાં ગાય
હે આજ ઊંચા ગઢ ના કાંગરે
એ દાદા વગડાવો શરણાય
હે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો (૨)
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં (૨)
ગઢ રે ચડી ને મારા બેની બાએ જોયું (૨)
કેટલેક આવે વરરાજયો (૨)
હે આજ ઊંચા ગઢ ના કાંગરે
એ દાદા વગડાવો શરણાય
હે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો (૨)
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં (૨)
કોઠીયું ના ઘઉં બેની તારી જાને ખુટવાડ્ય (૨)
તોય ના રીજ્યો વર રાજ્યો (૨)
નદીયું ના નીર બેની તારી જાને ખુટવાડ્યાં (૨)
તોય ના રીજ્યો વર રાજ્યો (૨)
હે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો (૨)
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં (૨)
માડવિયો ગોળ બેની તારી જાને ખુટવાડ્યો(૨)
તોય ના રીજ્યો વર રાજ્યો (૨)
જાડેરી જાન બેની આવી માંડવડે (૨)
ઘોડા ની ઘમરે વર રાજ્યો (૨)
હે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો (૨)
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં (૨)
ગઢ રે ચડી ને મારા બેની બાએ જોયું (૨)
કેટલેક આવે વરરાજયો (૨)
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં
કેટલેક આવે વરરાજયો
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં

No comments:

Post a Comment