06 December 2019

ખુશીયો ની રાત

 ગીત: ખુશીયો ની રાત
ફિલ્મ:પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની

ખુશીયો ની રાત છે મારા દોસ્ત ની સગાઈ છે (૨)
ઝુમો નાચો આજે સૌ ભેળા મળીને (૨)
રહે સલામત જોડી મારા દિલ ની દુવા છે
ખુશીયો ની રાત છે મારા દોસ્ત ની સગાઈ છે (૨)

ખુલ્લી આંખો માં છે સમણા હજાર
સમણા ની આજે સુની બજાર
રંગો ભરી છે આ જીંદગી
જીંદગી તો રંગો બદલે હજાર
બોલું તો બસ દિલ થી આજે બોલું આટલું (૨)
 રહે સલામત જોડી મારા દિલ ની દુવા છે
ખુશીયો ની રાત છે મારા દોસ્ત ની સગાઈ છે
ખુશીયો ની રાત છે મારા દોસ્ત ની સગાઈ છે

ફુલો ની જેમ ચહેરો તારો
ખુશીયો થી આજે મહેકતો રહે
સુકાળા છોડ ને ફુલો ની જોડ
જુદી પડી ને કરમાય છે
માંગુ તો બસ માલિક પાસે માંગું આટલું (૨)
 રહે સલામત જોડી મારા દિલ ની દુવા છે
ખુશીયો ની રાત છે મારા દોસ્ત ની સગાઈ છે (૨)

ઝુમો નાચો આજે સૌ ભેળા મળીને (૨)
રહે સલામત જોડી મારા દિલ ની દુવા છે
ખુશીયો ની રાત છે મારા દોસ્ત ની સગાઈ છે (૨)

No comments:

Post a Comment