07 December 2019

સાત સાત રંગ ની

ગીત:સાત સાત રંગ ની
ફિલ્મ:મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨

સાત સાત રંગ ની (૨) જનમો જનમ ની
ઓઢી મે ઓઢી રૂપાળા તારી ચુંદડી
ઓઢી મે ઓઢી અલબેલા તારી ચુંદડી
એ કસુંબલ ભાત ની (૨) અજવાળી રાત ની
ઓઢી તે ઓઢી સાજણ મારી ચુંદડી
ઓઢી મે ઓઢી સાયબાજી તારી ચુંદડી

ચાંદો સૂરજ કે નોતા સિતારા
નોતા સાગર જયા નોતા કિનારા
હતા પગલા અમારા રાજ હો... માણારાજ (૨)
કે ભવો તે ભવ ના આ સથવારા
વિધિ એ લખ્યા તારા ને મારા
તોડ્યા કદિ ના તૂટે રાજ હો... માણારાજ
કે હૈયા કેરા હાટ ની (૨) સુવાળા સંગાથ ની
ઓઢી તે ઓઢી મદમીઠી મારી ચુંદડી
ઓઢી મે ઓઢી સાજણ તારી ચુંદડી

હે માન મોભા નો ઘુંઘટ તાણું
નાર નવેલી થઈ ને આવું
કુમ કુમ પગલી પાડું રાજ હો... માણારાજ (૨)
હે સાગ સીસમ નો ઢોલીયો ઢાળુ
મન ના માળે બાંધી ને રાખું
દલડાં ની ડેલી એ રાજ હો... માણારાજ
કે રાધાજી ના શ્યામ ની (૨) સીતાજી ના રામ ની
ઓઢી મે ઓઢી નવલખી તારી ચુંદડી
ઓઢી મે ઓઢી અલબેલા તારી ચુંદડી
કસુંબલ ભાત ની અજવાળી રાત ની
ઓઢી તે ઓઢી સાજણ મારી ચુંદડી
ઓઢી મે ઓઢી વાલમ તારી ચુંદડી

No comments:

Post a Comment