07 December 2019

જીણા જીણા મોરલીયા

ગીત: જીણા જીણા મોરલીયા
ફિલ્મ:મૈયર માં મનડું નથી લાગતું

જીણા જીણા મોરલીયા બેસાડો મારા માંડવે
ઉઈ...ઉઈ...ઉઈ..
જીણા જીણા મોરલીયા બેસાડો મારા માંડવે
કે આલા લીલા તોરણીયા બંધાવો મારા આંગણે
કેને બેની કેને રે તું શાને ઘેલી થાય રે
ઓ બેની બા મૈયર માં મનડું નથી લાગતું (૨)

આખી આખી રાત્યુ(૨) મને નિંદરડી ના આવે
આંખલડી મિછું તો મને સોણલીયા સતાવે
હાઈ રે હાય ઓઈ ઓઈ માં
આખી આખી રાત્યું મને નિંદરડી ના અાવે
આંખલડી મિછું તો મને સોણલીયા સતાવે
હે... જીણી જીણી ઘુઘરીયું ટંકાવો મારા કમખેે ઊઈ..ઊઈ‍...ઊઈ...
હે...જીણી જીણી ઘુઘરીયું ટંકાવો મારા કમખે
કેને નણદી નખરાળી તું શાને ગોંડી થાય રે
ઓ ભાભી માં મૈયર માં મનડું નથી લાગતું (૨)

કુંવારા કમખા માં બોલે છે કોયલ રાણી
મને કહેતા આવે લાજુ મારે થાવું છે પટરાણી
હા ભઈ હા વાહ ભઈ વાહ
કુંવારા કમખા મા બોલે છે કોયલ રાણી
મને કહેતા આવે લાજું મારે થાવું છે પટરાણી
હે... મીઠી મીઠી શરણાયુ વગડાવો મારા માંડવડે
ઉઈ... ઉઈ.... ઉઈ..
હે મીઠી મીઠી શરણાયું વગડાવો મારા માંડવે
કેને અેલી લાડકડી તું ઉતાવળી કા થાય રે
ઓ દાદી માં મૈયર માં મનડું નથી લાગતું (૨)

રૂડા માંડવડા રોપાવો એમા મોતીડા વેરાવો
બાજોટીયા ઢળાવી મને પીઠી રે ચોળાવો
વાહ ભઈ વાહ હા ભઈ હા
રૂડા માંડવડા રોપાવો એમા મોતીડા વેરાવો
બાજોટીયા ઢળાવી મને પીઠી રે ચોળાવો
હે... જાડેરી ગમતી જાનુ તેડાવો મારા માંડવડે
ઉઈ...ઉઈ...ઉઈ...
હે...જાડેરી ગમતી જાનુ તેડાવો મારા માંડવે
કેને એલી કાલુડી તું શાને અધરી થાય રે
વેવાઈ નાં મૈયર માં મનડું મથી લાગતું (૩)

No comments:

Post a Comment