07 December 2019

કુકુ બોલે કોયલડી

ગીત: કુકુ બોલે કોયલડી
ફિલ્મ:મૈયર માં મનડું નથી લાગતું

એઈ કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો (૨)
હે...એ આ જોબનીયું, મધમાતું. ચલકાતું, મલકાતું
સાંભળ ઓ નણદી નાં ભઈલા હા ઓ છોકરા
હે.. ઈ કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો (૨)
હે...અે અવળી આ વાતલડી નાકર તું નખરાળી
સાંભળ સાળી ની બેનડી હો ઓ છોકરી
એઈ કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો
અરે કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો

હૈયા માં રૂડી વાત છે સુવાળો તારો સાથ છે
કેમ દલડાં ને વારિયે રે ઓ લેરીડા
રઢિયાળી રૂડી રાત છે એમા પ્રિત્યુ ની આપણી ભાતછે
કે આવો હૈયા ને જોડીયે રે ઓ રૂપલડી
જા કુંવારા યૌવન ને નહિ આલુ હું તને
લાગે છે ડર મારા દલ માં હા ઓ છોકર
કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો
કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો

હે એલી સોળ વરહ ની સુંદરી રૂપે નિતરતી પૂતળી
હવે દલડું દઝાડ માં રે ઓ પાતલડી
એલા છેટો રે પાલવડો ઝાલમા મીઠું બોલી ને વાલમાં
મને ઘેલુ લગાડ મા રે ઓ ઘેલુડાં
લટકાળી મટકાળી સાંભળ ઓ છટકાળી
શોભે છે ચટકું આ ગાલ માં ઓ છોકરી
કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો
કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો

હે...આ જોબનીયું મધમાતું છલકાતું
સાંભળ ઓ નણદી નાં ભઈલા ઓ છોકરા
કુકુ બોલે કોયલડી મીઠું બોલ મોરલીયો
કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો

No comments:

Post a Comment