07 December 2019

ચાર ચાર બંગડીવાળી (કિંજલ દવે)

ગીત: ચાર ચાર બંગડીવાળી

મારા વાલા વિરલ તને લાડી લઈ દઉં
મારા નોનસક વિરા તને લાડી લઈ દઉં
હે તારી લાડડી ને ફરવા ઓડી ગાડી લઈ દઉં
તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં (૨)
મારા વિરા આકાશ તને લાડી લઈ દઉં
મારા નોનસક વિરા તને લાડી લઈ દઉં
હે તારી લાડડી ને ફરવા ઓડી ગાડી લઈ દઉં
તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં (૨)
વિરા ની ગાડી લાવી દઉં ઓડી

હે આવ્યો અવસરિયો આજ મારા આંગણે અણમોલ
હે આવ્યો અવસરિયો આજ
હે આવ્યો અવસરિયો આજ મારા આંગણે અણમોલ
વાગે જિદ્દ ને બેન્ડ રૂડા શરણાયું ને ઢોલ
તારી લાડડી ને પટોણું ને સાડી લી દઉં (૨)
એને સાડી ના ગમે તો કટમેડી લઈ દઉ
તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં (૨)
ચાર ચાર બંગડી વાળી લઈ દઉં તને ઓડી ગાડી

હે જોડું જાડેરી જાન કરુ ગાડીયું ની લાઈન
હે જોડું જાડેરી જાન
હે જોડું જાડેરી જાન કરુ ગાડીયું ની લાઈન
ના કરતું ટેન્શન તારી લાડી હશે ફાઈન
મારા વાયડ ગામ માં એક વાડી લઈ દઉં
જાતા જેસંગપૂરા માં એક વાડી લઈ દઉં
હે તને ચડવા વિરાટ ગિર ઘોડી લઈ દઉં
તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં (૨)

મારા વાલા વિરલ તને લાડી લઈ દઉં
મારા નોનસક વિરા તને લાડી લઈ દઉં
હે તારી લાડડી ને ફરવા ઓડી ગાડી લઈ દઉં
તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં (૨)
ગાડી લઈ દઉં ગાડી લઈ દઉં તને ઓડી લઈ દઉં

No comments:

Post a Comment