07 December 2019

કોયલડી

ગીત: કોયલડી
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું

કે કોયલડી
હે કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છેે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે
હે કોયલડી હૈયા ના હિંડોળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે

હે કોયલ માંગે દાદા અમને કડલા લઈ આલો રે
કોયલ માંગે દાદા અમને કડલા લઈ આલો રે
ઈ કડલા માં મેના પોપટ મોરલા ચિતરાવો રે
કડલા મેના પોપટ મોરલા ચિતરાવો રે કે                   કોયલડી
હે કોયલડી ઝાંઝર નાં ઝણકારે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે

હે કોયલ માંગે કાકા અમને કંદોરો લઈ આલો રે
કોયલ માંગે કાકા અમને કંદોરો લઈ આલો રે
ઈ કંદોરા માં જીણી ઘમ્મર ઘુઘરી નંખાવો રે
કંદોરા માં જીણી ઘમ્મર ઘુઘરી નંખાવો રે
કે કોયલડી
હે કોયલડી કેડ ના લચકારે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છેે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે

હે કોયલ માંગે વિરા અમને હારલો લઈ આલો રે
કોયલ માંગે વિરા અમને હારલો લઈ આલો રે
ઈ હારલા માં રૂડા સાચા હિરલા નંખાવો રે
હારલા માં રૂડા સાચા હિરલા નંખાવો રે
કે કોયલડી
હે કોયલડી ચુંદલડી નાં છેડે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે

કોયલડી હૈયા નાં હિંડોળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છેે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે

No comments:

Post a Comment