06 December 2019

ટીમ ટીમ તારા

ગીત:ટીમ ટીમ તારા
ફિલ્મ:માં ને વાલો દિકરો દિકરા ને વાલી માં

ટીમ ટીમ તારા ચંદા મામા માંના વાલા માંના દુલારા(૨)
તું માંની આંખ નો તારો તું માનો રાજ દુલારો (૨)
તું માને જીવ થી વાલો(૨)તું માનો રાજ દુલારો
ટીમ ટીમ તારા ચંદા મામા માંના વાલા માંના દુલારા

તું નટખટ કાનુડો મારા આંગણા નું ફુલ (૨)
તું માનો લાડકવાયો તું માની મમતા નું ફુલ (૨)
ઓ કાના ઓ કાના ઓ કાના ઓ લાલા (૨)

તું મંદિર તું પૂંજા તું ધરતી ને અંબર (૨)
તારા ચરણો માં અરુણ છે મારૂ આ જીવતર (૨)
ઓ મૈયા ઓ મૈયા ઓ મૈયા ઓ માડી
મારી મૈયા મારી માડી

તું સૂરજ નું સુવાળું સોનેરી કિરણ (૨)
મારી મમતા નું લાલા તું આશા નું કિરણ
મારા લાલા ઓ મારા લાડકડા

વરસી પડે મેહુલો જો ધરતી પાડે સાદ
દોડી આવું માવલડી ઓ તું જો પાડે સાદ
ખોળો ખુંદવા તારે એ માં જનમ લઉં હજાર
તારા ચરણો માં માવડી ઓ માં જનમો નો ઉધાર
ઓ માં જનમો નો ઉધાર

No comments:

Post a Comment