07 December 2019

બકા ની બેવફાઈ

ગીત: બકા ની બેવફાઈ

મારા બકા ના લગન બીજી જોડે થઈ ગયા (૨)
મારા સપના અધૂરાં રહિ ગયા
હો ફ્રેન્ડ મારી કેને (૨) હવે મારે કરવું છું
મારા બકા ના લગન બીજી જોડે થઈ ગયા

હો ઘર છોડ્યા બાર છોડ્યા છોડ્યા મે માવતર
મને છોડી બગાડ્યુ એણે મારૂ જીવતર
હો પ્રેમ માટે છોડ્યું મે મારૂ ભણતર
પણ ના મળ્યું એનુ (કાંઈ મને વળતર) (૨)
એણે પારકી નું પડખુુ સેવી લીધુ (૨)
મારા જીવતર માં ઝેર એણે રેડી દિધુ
હો ફ્રેન્ડ મારી કેને (૨) હવે મારે કરવું છું
મારા બકા ના લગન બીજી જોડે થઈ ગયા

હો કાલી ઘેલી વાત મા આવી ગઈ હું
જીતેલી બાજી મારી હારી ગઈ હું
પ્રીત મારી પારકી થઈ જોતી રહિ હું
આરે દુનીયા માં હવે (એકલી થઈ હું) (૨)
મને આપેલા વચનો તોડી રે દીધા (૨)
એણે બીજી હારે દિલ જોડી રે લીધા
હો ફ્રેન્ડ મારી કેને (૨) હવે મારે કરવું છું
મારા બકા ના લગન બીજી જોડે થઈ ગયા

હો નથી સહવાતો વિયોગ એનો
આંખો માં રાત દિવસ ચહેરો છે એનો
હો ભુલ થઈ મારી મે કર્યો રે ભરોસો
પસતાવો થાય છે (મારા રે પ્રેમ નો) (૨)
મારૂ જૂવન વેર વિખેર થઈ ગયુ (૨)
મારો બકો બેવફા થઈ ગયો
હો ફ્રેન્ડ મારી કેને (૨) હવે મારે કરવું છું
મારા બકા ના લગન બીજી જોડે થઈ ગયા

No comments:

Post a Comment