06 December 2019

અમે જનમ્યા એક બીજા માટે

ગીત: અમે જનમ્યા એક બીજા માટે
ફિલ્મ: પટેલ ની પટલાઈ ઠાકોર ની ખાનદાની

હું ને તું, તું ને હું (૨) અમે જનમ્યા એક બીજા માટે (હો) (૨)
હું ચકોરી ને ચાંદ તું મારો જોઈ ને જાય તને આ જનમારો
હું ને તું, તું ને હું (૨) અમે જનમ્યા એક બીજા માટે (હો) (૨)
હું દિપક નેતુ મારી જ્યોતી તું છે મારા શીપ નું મોતી
હું ને તું
તું ને હું
 અમે જનમ્યા એક બીજા માટે (૨)

હો નદિ બની ને સાગર તને મળવા રે હું આવું
વાલપ નું વેણ બની તારા હૈયે રે સમાવું
હો ચાંદા સૂરજ  ની સાખે બાંધી પ્રિત્યું રે નિભાવું
પ્રિત કાજે હું રાધા આખી દુનિયા ને ઝુકાવું
હું ધારા ને તું મારો કિનારો યુગો રે યુગો નો સાથ અમારો
હું ને તું, તું ને હું અમે જનમ્યા એક બીજા માટે
હો અમે જનમ્યા એક બીજા માટે

ચિરી દલડું જોઈ લે એમા નામ લખ્યું મે તારૂ
જોવું ના તારૂ મુખ તો ગોરી મુંજાય મનડું મારૂ
જીવ થી વાલો વાલમ તું છે આંખડિયું નો તારો
હું પૂંજારણ પ્રેમ ની માંગું સાજણ નો સથવારો
હું મંદિર ને તું મૂરત મારી નિરખું રોજ એમાં સૂરત તારી
હું ને તું, તું ને હું (૨) અમે જનમ્યા એક બીજા માટે (હો) (૨)
હું ચકોરી ને ચાંદ તું મારો જોઈ ને જાય તને આ જનમારો
હું ને તું, તું ને હું
હું ને તું, તું ને હું
 અમે જનમ્યા એક બીજા માટે (૩)

No comments:

Post a Comment