06 December 2019

ધરમ કુમાર

ગીત: ધરમ કુમાર
ફિલ્મ: માને વાલો દિકરો દિકરા ને વાલી માં

હે ગોકુળ માં કોણ છે
હે યશોદા નો લાલ છે
હે ડકોર માં કોણ છે
રાજા રણછોડ છે

હે ધરમ કુમાર મારા હૈયા ના હાર (૨)
ઝુલે પારણીયે ધરમ કુમાર
ઝુલે પારણીયે ધરમ કુમાર
હે જીરે ગોપીયોનાં લાલ મૈયા યશોદા નાં લાલ
ઝુલે પારણીયે ધરમ કુમાર
ઝુલે પારણીયે ધરમ કુમાર

હે કંકુ વરણું કાન કુંવર નું મુકડું (૨)
હે જોઈ ને મોહિ છે કાંઈ વ્રજકેરી નાર (૨)
ઝુલે ઝુલે પારણીયે ધરમ કુમાર
ઝુલે ઝુલે પારણીયે ધરમ કુમાર

હે સોના ના મોર ઝુલે નંદ નો કિશોર(૨)
પ્યારા નાં પારણે સોના ના મોર (૨)
હે હિરલો ગાવે ને માતા હરી ને ઝુલાવે
હે હિરલો ગાવે ને માતા હરી ને ઝુલાવે
હાથે રહિ છે રૂડા હિરલા દોર (૨)
પ્યારા નાં પારણે સોના ના મોર
પ્યારા નાં પારણે સોના ના મોર

હે બાલુડે વેશ માથે જુલે કેશ (૨)
વાલો રમે મારે બાલુડે વેશ
વાલો રમે મારે બાલુડે વેશ
હે રસિયા વાલમ ને ગોપી તેડી રમાડે
હે રસિયા વાલમ ને ગોપી તેડી રમાડે
હે એનું ધ્યાન ધરે છે શિવજી હંમેશ (૨)
વાલો રમે મારે બાલુડે વેશ
વાલો રમે મારે બાલુડે વેશ

હે ધરમ કુમાર મારા હૈયા ના હાર (૨)
ઝુલે પારણીયે ધરમ કુમાર (૨)
ઝુલે પારણીયે ધરમ કુમાર
હે ઝુલે ઝુલે ઝુલે પારણીયે ધરમ કુમાર
ઝુલે ઝુલે પારણીયે ધરમ કુમાર

હે રાધે રાધે રાધે ગોકુળ માં ગોવિંદ રાધે
ભજો રાધે રાધે રાધે ગોકુળ માં ગોવિંદ રાધે
ગંગા જમના ઘાટ ઉપર (૨)
મોહન મોરલી વગાડે ગોકુળ માં ગોવિંદ રાધે (૨)
હે રારસિયો રાસ રસાવે ગોકુળ માં ગોવિંદ રાધે ગોકુળ માં ગોવિંદ રાધે (૨)
હે વનરાવન ને મારગ જાતા (૨)
રસિયો રાસ રસાવે ગોકુળ માં ગોવિંદ રાધે
રંગ રસિયો રાસ રસાવે ગોકુળ માં ગોવિંદ રાધે
ભજો રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે
ભજો રાધે રાધે રાધે ગોકુળ માં ગોવિંદ રાધે
રાધે રાધે રાધે ગોકુળ માં ગોવિંદ રાધે

હે....અષાઢ ઉચ્ચારમ્ બની બહારમ્
અષાઢ ઉચ્ચારમ્ બની બહારમ્ બની બહારમ્ બની બહારમ્
અષાઢ ઉચ્ચારમ્ બની બહારમ્
મેઘ મલારમ્ જલધારમ્
દાદૂર ડકારમ્ મયૂર પૂકારમ્
તડીતા તારમ્ વિસતારમ્
ભલે સંભારમ્ રાસ અપારમ્
નંદ કુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી મૈ બલીહારી
ગોકુળ આવો ગીરધારી
જીરે ગોકુળ આવો ગીરધારી
રે જીરે ગોકુળ આવો ગીરધારી

No comments:

Post a Comment