07 December 2019

ઓ માલધારી

ગીત: ઓ માલધારી

તમે ચંદા હું ચકોરી મારા શ્વાસ કેરી દોરી તારા હાથ જો (૨)
તારી બનું થોડી થોડી
એમા પ્રેમ રસ ઘોળી પૂરી કરજો
જગ લાગે અલબેલી હુંતો બધુ મારૂ મેલી તારી કાજ જો (૨)
હુંતો બની એલા ઘેલી
પ્રેમ કહાની છે પેલી હું સંભળાવું જો
તારી માયા ઘણી મને લાગી રબારી
હો માલધારી ઓ માલધારી
તારા ધરમો ને કરણ હું રંગાણી રબારી
હો માલધારી ઓ માલધારી
તારા નેણે ને વેણે મને મારી રબારી
હો માલધારી ઓ માલધારી
તારી માયા ઘણી મને લાગી રબારી
એ માલધારી શ્વેત વસ્ત્ર ધારી

જેમ રાધા ના શ્યામ ને સીતા ના રામ
હું તો જાણુય નાં એનું નામ
એના અણસાર ને હુંતો એવો ગોતું
જેમ મીરા ગોતે એનો શ્યામ (૨)
જેમ મીરા ગોતે શ્યામ (૨)
મારા જીવતર જીવ તમે આપ્યો રબારી
હે માલધારી ઓ માલધારી
તમે વાલા વાલે શ્રી લાગો રબારી
હો માલધારી જીયો માલધારી
તારી માયા ઘણી મને લાગી રબારી
હે માલધારી ઓ માલધારી
તને આંખો થી અળગો કેમ રાખુ રબારી
ઓ માલધારી શ્વેત માલધારી (૨)
ધક ધક ધક ધક દિલ કરે
ગીત:ધક ધક ધક ધક દિલ કરે

No comments:

Post a Comment