07 December 2019

મારે પેન્ટવાળા ને

ગીત: મારે પેન્ટવાળા ને
ફિલ્મ: સેજલ સરજુ

ગોતી ગોતી ને થાકી અને સંતાણો ક્યા ચોર
સરજુ સરજુ હુ કરુ અને ગોતુ ચારે કોર
સરજુ ને હોય જો ગોતવો તોતો જબરૂ જોઈએ જોર
સેજલ તુતો થાકી ગઈ નિકળી તુ કમજોર

અે મારે સૂટવાળા ને પૈણવુ છે
આ કેડયા વાળો ગમતે નથી (૨ કોરસ)
હે ભોળી ભોળી (૩) ફટાકડી ને પૈણવુ છે
આ ફેસન માં ફાટેલી ગમતી નથી (૨ કોરસ)
અે મારે સૂટવાળા ને પૈણવુ છે
આ કેડયા વાળો ગમતે નથી (૨ કોરસ)

લવર મુછાળા જુવાનીયા અને કેવોો મુંછે આપે વટ
રૂપાળી મારી બેનડીયું એની વાયરે ઉડે લટ
એ મારે અંગ્રેજી (૩) બોલી બોલવીતી
આ અભણ ગામડિયો ગમતો નથી
હે મારે ભોળી ફટાકડી ને પૈણવુ છે
આ ફેસન માં ફાટેલી ગમતી નથી (૨ કોરસ)
અે મારે સૂટવાળા ને પૈણવુ છે
આ કેડયા વાળો ગમતે નથી (૨ કોરસ)

એ લટકા કરે લાલી કરે અને આગળ થી કપાવે કેશ
ચશ્મા પહેરી નેે સાળા કરે એનું મોઢું કાળુ મેશ
હે રૂડી રૂડી (૩) પદમણી ને પૈણવું છે
આ ફેસન માં ફાટેલી ગમતી નથી (૨ કોરસ)
અે મારે સૂટવાળા ને પૈણવુ છે
આ કેડયા વાળો ગમતે નથી (૨ કોરસ)

હે દાંત વગર ની ડોહલી જો ને કેવું પાન ખાય
ચોગઠું એનું ચોંટી ગયું ઓલ્યા જુવાનીયા સરમાય
એ મારે સરજુ ની (૩) હારે પૈણવું છે
બીજા જુવાનીયા ગમતા નથી (૨ કોરસ)
અે મારે સેજલ ની હારે પૈણવું પૈણવું છે
એના વિના આ જગ માં ગમતું નથી (૨ કોરસ)
અે મારે સૂટવાળા ને પૈણવુ નથી
આ કેડયા વાળો બહુ રે ગમે (૨ કોરસ)
અે મારે સૂટવાળા ને પૈણવુ નથી
આ કેડયા વાળો બહુ રે ગમે (૨ કોરસ)

No comments:

Post a Comment