07 December 2019

મૈયરયા માં ગમતું નથી

ગીત: મૈયરયા માં ગમતું નથી
ફિલ્મ: માડવડાં રોપાવો માણારાજ

હે મૈયરયા માં ગમતું નથી હવે માંડવડા રોપાવો
મારા સાયબા હો મને પરણી ને લઈ જાને તારી મેડીએ
કે મારા સાયબા હો મને પરણી ને લઈ જાને તારી મેડીએ
હે ઘુઘરીયાળા ઘોડલીયે રૂડો વરરાજો થઈ આવું
મારી સાજણા હો તને પરણી ને લઈ જાનું મારી મેડીએ
કે મારી સાજણા હો તને પરણી ને લઈ જાનું મારી મેડીએ

હે મેના પોપટ મોરલીયાળી ચોરીયું ચિતરાવો (૨)
દેશ રે વિદેશે રૂડા વાજીંતર વગડાવો
હે મેના પોપટ વાળી ચોરી ચિતરાવશું (૨)
મનગમતાં ઢોલ રૂડા વાજીંતર લાવશું
હે થનગનતા જોબનીયે પીળી પીઠી રે છોળાવો
મારા સાયબા હો મને પરણી ને લઈ જાને તારી મેડીએ
કે મારી સાજણા હો તને પરણી ને લઈ જાનું મારી મેડીએ

હે સોળ વરસ નું જોબનીયું આ છલકાતું મલકાતું (૨)
શું કરૂ સાયબા કેને હૈયું હાથ માં ના રેતું
ઈ રે જોબનીયા ને લાડ લડાવશું (૨)
હૈયા નાં હિંચકા માં હેતે ઝુલાવશું
હે સાગ રે સિસમ નો રૂડો ઢોલીયો ઢળાવો
મારા સાયબા હો મને પરણી ને લઈ જાને તારી મેડીએ
મોજ માં રેવું

No comments:

Post a Comment