06 December 2019

સાત સૂરો નીં હિંડોળે

ગીત:સાત સૂરો નીં હિંડોળે
ફિલ્મ:માં ને વાલો દિકરો દિકરા ને વાલી માં

સાત સૂરો નીં હિંડોળે તને હેતે ઝુલાવું માણારાજ
અષાઢીલો મેહુલો થઈ ભીતર થી ભીંજાવું માણારાજ
થઈ હરીયાળી તને હેતે થી હું જીલુંં માણારાજ
તારી હારે બાંધી પ્રિત નહિ મેલું માણારાજ
મારા વાલા ની મીઠી વાંસળી એ ઝુંપડા માણારાજ(૨)
સાત સૂરો નીં હિંડોળે તને હેતે ઝુલાવું માણારાજ

હો સાત જનમ ની પ્રીતડી જોજે ના ભુલાય
ના ના ના ના નહિ રે ભુલાય
હો વિરહ ની આ વેદના હવે ના સહેવાય
હો સાયબા નારે ના સહેવાય
ગોરી તારા શમણાં ની શેરીયું સજાવું માણારાજ
ગોરી તારી પ્રીત ની રંગોળી હું પૂરાવું માણારાજ
તારી પ્રીત નાં હું મીઠા ગીતો ગાવું માણારાજ
તારા પ્રેમ નાં ભરોસે હું તો જીવું માણારાજ
મારા વાલા ની મીઠી વાંસળી એ ઝુંપડા માણારાજ(૨)
હો સાત સૂરો નીં હિંડોળે તને હેતે ઝુલાવું માણારાજ

સાજણ મારા માંડવડે જાનું જોડી આવો રાજ
હા હા હા જોડી આવું રાજ
ત્રાંબાળો ઢોલ શરણાયું વગડાવો માણારાજ
હે વગડાવું માણારાજ
સાયબા તારી પ્રિત નું પાનેતર હું તો પાનેતર ઓઢું માણારાજ
સાયબા તારા ઢળકંતા ઢોળાયો હું રેઢું માણારાજ
તારી અણીયાળી આંખડી નું ઘેલું લાગ્યું માણારાજ
ગોરી ભવ ભવ નાં સાથ નહિ મેલું માણારાજ
મારા વાલા ની મીઠી વાંસળી એ ઝુંપડા માણારાજ(૨)

No comments:

Post a Comment