06 December 2019

માંના હૈયા ની વાત

ગીત: માંના હૈયા ની વાત
ફિલ્મ: માને વાલો દિકરો દિકરા ની માં

માના રે હૈયા ની મીઠી વાત
સાંભળો માના રે હૈયા ની મીઠી વાત (૨)
અરે સ્નેહ ની સરવાણી માં હેત ની હરીયાળી
ખોળા ની ખૂંદ નારી મોરી માત
સાંભળો માના રે હૈયા ની મીઠી વાત
માના હૈયા ની મીઠી વાત
સાંભળો માના રે હૈયા ની મીઠી વાત

હો હાલરડાં ગાઈ ને માં હેતે થી ઝુલાવે
અરે પાપા પગલીયું માડી પ્રેમ થી પડાવે
દિકરા ને ના આવે આંચ (હા હા) (૨)
હે હં સાંભળો માના હૈયા ની મીઠી વાત (૨)

અરે આંખ ના આંજળ થી માડી નઝરૂ ઉતારે
જો ભૂલ રે પડે તો જનની દિલ થી સુધારે
જુદા રે થયા ને જંખે માત (હો હા હા) (૨)
સાંભળો માના હૈયા ની મીઠી વાત

હો હો હો જગ થી હાર્યો જનની ક્યાંય નથી આરો
અરે રે પોતાના રે જાણ્યા એણે કર્યો છે પરાયો
તારા પાલવડે પોઢાડ ને મોરી માત (હો હો હો) (૨)
સાંભળો માના હૈયા ની મીઠી વાત
માના હૈયા ની મીઠી વાત
સાંભળો માના રે હૈયા ની મીઠી વાત
અરે સ્નેહ ની સરવાણી માં હેત ની હરીયાળી
ખોળા ની ખૂંદ નારી મોરી માત
કૃપાળી દયાળી મોરી માત
માના હૈયા ની મીઠી વાત
સાંભળો માના હૈયા ની મીઠી વાત
માના હૈયા ની મીઠી વાત ની

No comments:

Post a Comment