06 December 2019

તમે મને બહુ ગમો છો

ગીત:તમે મને બહુ ગમો છો
ફિલ્મ:મનડું મળ્યું મહેસાણા માં

બહું ગમો છો બહું ગમો છો બહું ગમો છો (૨)
હે રાત ને દાડો રૂદિયા મા રમો છો
આખી દુનિયા માં એક તમે રે ગમો છો (૨)
હે...હે મારી માતા ના હે મારી દેવી ના હે મારી લેમડાં વાળી નાં સમ ખઉં છું
કે તમે મને બહું ગમો છો (૨)
હે રાત ને દાડો રૂદિયા મા રમો છો
આખી દુનિયા માં એક તમે રે ગમો છો (૨)
હે...હે મારી માતા ના હે મારી દેવી ના હે મારી લેમડાં વાળી નાં સમ ખઉં છું
કે તમે મને બહું ગમો છો (૨)
હા કે તમે મને બહું ગમો છો સાચું કહું છું બહું ગમો છો

હે જયા જોવું ત્યા બધે આ તુને તુ દેખાય
તારા વગર ની આ જીંદગી  એ ચેમ કરી જીવાય
હે દુનિયા ની છોડિયું બધી મા ને બુન છે
મારા ધબકારે તારા પ્રેમ ની રે ધુન છે
હું છું તારા દિલ ની ધડકન તું સાયબો
ભલુ આખી દુનિયા નું ભલો તારો વાયદો
હે... હે તને જોયા કરૂ હા તને જોયા કરૂ હે તને દેખ્યા વગર રોટલો ના ખઉ છું
કે તમે મને બહું ગમો છો હા કે તમે મને બહું ગમો
હા કે તમે મને બહું ગમો છો સાચું કહું છું બહું ગમો છો

હે લીધો હાથો મા હાથ ને તારો મળ્યો સંગાથ
જીવનબર આમ હેંડશું એક બીજા ની સાથ
હે તારી મારી જોડી આખી દુનિયા માં એક છે
તારી હારે પરણવા ની છોરા મારે ટેક છે
હા તારા વગર મને ઘડિયે ના ગમતું
મારી કોકમ નું નોમ હોઠો પર રમતું
હે... હે છોડી તારી હારે એ કહું છું તારી હારે હે મારી મેલડી માં નાં સમ ખાઈ ને કહું છું
કે તમે મને બહું ગમો છો હા કે તમે મને બહું ગમો
કે તમે મને બહું ગમો છો હા કે તમે મને બહું ગમો

No comments:

Post a Comment