ગીત: દાદા ની લાડકડી
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ
દાદા ની લાડકડી રે માતા ની પ્રિતવડી રે
રતનબેન નો સોહે રૂડો માંડવો
જીણા જીણા મોતીડાં નો કળાયેલા મોરલીયા નો
રતનબેન નો સોહે રૂડો માંડવો
હે માંડવડાં માં બેઠા બેની બાની આંખલડી છલકાણી જો
પુંછે દાદા કેનો દિકરી શું છે તમને દુ:ખ રે
પા પા પગલી રૂડી રમતી
મીઠું બોલી અમને ગમતી
ઈ વેળા ને કેમ કરી જોને ભુલીએ
તમારા વિના રે અમને લાડ કોણ લડાવેે દાદા
તમારી દિકરી ને જાવું વેગળું
હે માંડવડાં માં બેઠા બેની બાની ચુંદલડી ભીંજાણી જો
પુંછે દાદા કેનો લાડલી શું છે તમને દુ:ખ રે
કાલું ઘેલું મા મા બોલતી
પાલવ જાલી ખોળો ખુંદતી
ઈ વેળા ને કેમ કરી જોને ભુલીએ
તમ વિના કોણ મેલશે માથે હાથ રે મમતાળો માતા
તમારી લાડલી ને જાવું વેગળું
હે માંડવડાં માં બેઠા બેની બાની આંખ રોઈ રોઈ રાતી જો
પુંછે વીરા કેનો બેની બા શું છે તમને દુ:ખ રે
ખો ખો લંગડી હારે રમતા
ભાતડીયા ઓ ભેલા જમતા
ઈ વેળા ને કેમ કરી જોને ભુલીએ
તમારા વિના રે અમારા કોડ પૂરા કોણ કરશે વીરા
તમારી બેનડી ને જાવું વેગળું

No comments:
Post a Comment