06 December 2019

વિક્રમ ઠાકોર નો છકડો

ગીત: વિક્રમ ઠાકોર નો છકડો
ફિલ્મ: દેશ ની કોઈ સરહદ પ્રેમ નેે રોકી નથી શકતી

આવી ગયો આવી ગયો ઓલ્યો વિક્રમ ઠાકોર આવી ગયો (૨)
રંગ રંગીલો છેલ છબીલો છકડો મારો મન મોજીલો (૨)
હે છકડો મારો જોઈ છોકરીયું વાહે દોડે (૨)
આતો વિક્રમ ઠાકોર નો છકડો રે (૨)
અલ્યા બેહાડ ને મને તારા છકડાંં માં
જાવું મારે અંજાર શેર માં (૨)
અરે અાવીજા ઓ છોરી બેહી જા મારી જોડે (૨)
આતો વિક્રમ ઠાકોર નો છકડો રે (૨)

ઓ લટકે ફુલડાં લાખો મારા છકડાંં ની માય
દિપિકા નો ફોટો જોઇ કાંઈ કાંઈ થાય (૨)
હે ફોટા ને ના જોયા કર તું
એક નઝર મારા પર કર તું (અલ્યા) (૨)
જાને બેહ તું છાની માની મનગમતી મમતા સોની (૨)
આતો વિક્રમ ઠાકોર નો છકડો રે (૨)

જોયા કરે આંખો તને દિવસ ને રાત
વાલો લાગે વિક્રમ કોને કહેવી રે વાત (૨)
અરે સૂરજ ઢળશે સાંજ રે પડશે
ઘેરે ઘર ના તમને વઢશે (હા)(૨)
કાલે પાછા મળશું ને આખો દાડો ફરશું રે (૨)
બેહો વિક્રમ ઠાકોર ના છકડાં માં (૨)
આતો વિક્રમ ઠાકોર નો છકડો રે (૨)

No comments:

Post a Comment