05 December 2019

ઢોલીડાં ઢોલ વગાડ

ગીત: ઢોલીડાં ઢોલ વગાડ
ફિલ્મ: દલડાં લીધા ચોરી રાજ

એ ઢોલીડાં ઢોલ તું એવો રે વગાડ
હા ઢોલીડાં ઢોલ તું એવો રે વગાડ

હાર્યા વિના તું ઢોલ રે વગાડ
તારી હવેલી ને તારૂ હૈયું હાર તું તોયે તું ઢોલ રે વગાડ
વગાડ વગાડ
ઢોલીડાં ઢોલ તું એવો રે વગાડ
હાર્યા વિના તું ઢોલ રે વગાડ
તારી હવેલી ને તારૂ હૈયું હાર તું તોયે તું ઢોલ રે વગાડ
વગાડ વગાડ
કુદરત સામે તું આજે ઝુકીલે (હા) (૨)
હૈયા ઉપર તું પત્થર મુકીદે
તારો રે માંડવો મીંઢળ ને ફેરા
તારૂ અધુરૂ સપનું તું જાતે ફુંકી દે
હે તારા મરસિયા ગાયા સૌએ તો ફરી ન તારી જાત ને જગાડ
તારી હવેલી ને તારૂ હૈયું હાર તું તોયે તું ઢોલ રે વગાડ
વગાડ વગાડ
ઓ વાટ જોઈ તું આવ્યો ના વાલમ (૨)
કેમ સમજાવું મારા લગન નું કારણ
તારા વિના મે ઓઢ્યું જે માંડવે
નથી પાનેતર છે તારૂ ખાપણ
હે આતમ એક છેને ખોળિયું પરાયું પિયું તુુંં એમા ખોટું ના લગાડ
 તારી હવેલી ને તારૂ હૈયું હાર તું તોયે તું ઢોલ રે વગાડ
વગાડ વગાડ
હે કેમ કરી આંખ સામે કાળજું હું કાપુ (૨)
તારૂ હૈયું ને તારો હક તને આપુ
હો સાચો તને ચાહ્યો એટલે હો સાયબા
(તારા લગન મા મન મૂકી નાચુ) (૨)
ઢોલીડાં ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે (૨) કોરસ
હિંચ લેવી છે એ મારે હિંચ લેવી છે (૨)
ઢોલીડા...ઢોલીડાં ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે (૨) કોરસ

No comments:

Post a Comment