05 December 2019

મને લઈ દેને ચુંદલડી

ગીત: મને લઈ દેને ચુંદલડી
ફિલ્મ: તોરણ બંધાવો હો રાજ

હે મને લઈ દે ને રૂડી હો સાયબા ચુંદલડી (૨)
ચુંદલડી હો ચુંદલડી જીણા રે જીણા આભલે જડી
હે તને લઈ આલું હે ગોરી નવરંગ ચુંદલડી (૨)
ચુંદલડી હો ચુંદલડી ઓરે ઓ મારી પાતલડી
હે મને લઈ દે ને રૂડી હો સાયબા ચુંદલડી
હે તને લઈ આલું હે ગોરી નવરંગ ચુંદલડી

ચુંદડી ની કોર માં મેર ચિતરાવો
ચુંદડી ઓઢાડી તમ દેશ લઈ જાવો (૨)
હે હે હે ગોરી હો ગોરી
પેલા આ રૂપ નું પાન તો કરાવો (૨)
મને લઈ દે ને રૂડી હો સાયબા ચુંદલડી
હે તને લઈ આલું હે ગોરી નવરંગ ચુંદલડી

હે તારૂ તે નામ લઈ સૈયર સતાવે
તને રે જોઈ મને લાજુ રે આવે (૨)
હે હે હે ગોરી હો ગોરી
ઘુંઘટ માં શાને મુખડું છુપાવે (૨)

હે મને લઈ દે ને રૂડી હો સાયબા ચુંદલડી (૨)
ચુંદલડી હો ચુંદલડી જીણા રે જીણા આભલે જડી
હે તને લઈ આલું હે ગોરી નવરંગ ચુંદલડી (૨)
ચુંદલડી હો ચુંદલડી ઓરે ઓ મારી પાતલડી
હે મને લઈ દે ને રૂડી હો સાયબા ચુંદલડી
હે તને લઈ આલું હે ગોરી નવરંગ ચુંદલડી

No comments:

Post a Comment