05 December 2019

કાગળીયો લખુ રે

ગીત: કાગળીયો લખુ રે
ફિલ્મ: ગામ માં પિયરયું ને ગામ માં સાસરિયું

કાગળીયો લખુ રે કોઈ મારી માડી ને પોગાડો જો
માડી ને કેજો કે એકલી ઝુરે તારી દિકરી
મારી માડી ને કેજો કે એકલી ઝુરે તારી દિકરી
જળ રે વિના ની જેવી માછલી તરફડે જો
માતા રે વિના ની માડી તલખે તારી દિકરી
એવી માતા રે વિના ની માડી તલખે તારી દિકરી
એ બાપ રે મટી ને બેટા તને માતા થઈ ને ઉછેરી જો
તોય માતા ની તોલે રે બાપ ના આવે મારી દિકરી (૨)

દાદા ને કહું તો તેના દલડે લાગે ઘાવ જો
બાપુુ ને કહું તો કાળજા ફાટે મારી માવડી (મારા) (૨)
એ કોણે રે લુટ્યો રે મારા લાડ નો ખજાનો જો
કોણે રે દુભાવી મારી ભોળી રે પારેવડી (અરે) (૨)

હે રે વન રે વગડા માં જેમ હરણી વિંધાય જો
વાલા એ વિંધ્યા રે મારા કાળજડા મારી માવડી
એમ વાલા એ વિંધ્યા રે મારા કાળજડા મારી માવડી
ભાન રે ભુલી ને બેની તારા દલડાં દુભાવ્યા જો
કુણા રે કાળજે મે કરવત મેલ્યા મારી બેનડી
તારા કુણા રે કાળજે મે કરવત મેલ્યા મારી બેનડી

માતા રે વિહોણી દિકરી જાણે શેરી માયલો પાણો જો
રૂદિયું રૂવે ને માયલું ભીતર બળે મારી માવડી (એનુ)(૨)
એ કુડા રે સંસાર ના દોયલા છે કાપ જો
મારી હથેળીયું છાયે તને હું રાખું મારી દિકરી (૨)

હે રે જુઠા રે જગત ની આ ફેલી રે માયજાળ જો
સાચું રે ઠેકાળુ તારો ખોળો મારી માવડી (મારે) (૨)
અંતર માં હે અંધારૂ બન્યો હુંતો સ્વાર્થ માં રે આંધળો
તારા ઉજળા જીવતર માં મેસ મે લગાડી એવે હું પાપીયો (૨)

દલ ની દાજેલી માડી મને પોતાના એ તરછોડી જો
મૂકી ને મલાજો મારે કયાં જાવું મારી માવડી (હવે) (૨)
એ રે પ્રીત ની નાડી ને મારા હાથે મે સળગાવી જો
ગુજારો બની ને મે ડુબાડી તારી નાવડી (અરે) (૨)


ગામ માં પિયરયું મારે ગામ માં સાસરિયું જો
નોધારી રજળું રે મારે ક્યાં જાવું મારી માવડી (હુંતો) (૨)
એ રે મારી રે દિકરી તો મારી આંક્યું ના રતન જો
મારી પાંપણ ના પડછાયે તને હું રાખું મારી દિકરી (૨)

No comments:

Post a Comment