05 December 2019

દિલ મંદિર કહેવાય

ગીત:દિલ મંદિર કહેવાય
ફિલ્મ:ગોરી તારો પીયુ કરે પોકાર

દિલ મંદિર કહેવાય પ્રેમ પૂજા કહેવાય (૨)
ભલે દુનિયા વેરી થાય (જુદા હવે ના રહેવાય) (૩)
લાગે પ્રેમ ની રે હાય તારી પ્રીત જો ભૂલાય (૨)
ભલે થવા નું હોય તે થાય (જુદા હવે ના  રહેવાય) (૩)
દિલ મંદિર કહેવાય પ્રેમ પૂજા કહેવાય

તુ મારો યાર છે  તુ મારો પ્યાર છે (ઓ મારા સાયબા)૨
તું મારૂ ગીત છે જીવન સંગીત છે (ઓ મારા સાયબા)૨
હો મારા દિલ માં દિલ ની ધડકન માં વસી ગઈ તું નસ નસ માં (૨)
હવે છૂટે ના સાથ રહશે હાથો માં હાથ (૨)
ભલે પ્રીત માં પ્રાણ જાય (જુદા હવે ના રહેવાય) (૩)
દિલ મંદિર કહેવાય પ્રેમ પૂજા કહેવાય

અળગુ રહેવાય ના જુદા જીવાય ના (ઓ મારા સાયબા)૨
હું તારો છાયો તારો પડછાયો (ઓ મારા સાયબા)૨
તુ મારી આસ છે વિશ્વાસ રમી રહિ તું શ્વાસો માં (૨)
ભલે જનમો રે જાય ભલે યુગો વીતી જાય (૨)
આકાશ પાતાળ એક થાય (જુદા હવે ના રહેવાય) (૩)
દિલ મંદિર કહેવાય પ્રેમ પૂજા કહેવાય
ભલે દુનિયા વેરી થાય જુદા હવે ના રહેવાય
જુદા હવે ના રહેવાય (૨)
દિલ મંદિર કહેવાય પ્રેમ પૂજા કહેવાય
ભલે દુનિયા વેરી થાય જુદા હવે ના રહેવાય

No comments:

Post a Comment