06 December 2019

પીયુ તારી પ્રીતડી માં

ગીત: પીયુ તારી પ્રીતડી માં
ફિલ્મ: દેશ ની કોઈ સરહદ પ્રેમ ને રોકી શકતી નથી

પીયુ તારી પ્રીતડી માં બની રે હું જોગણ (૨)
લાગ્યો મને તારો પ્રેમ રોગ
ઠાકોર મારા... (ઠાકોર મારા પરણી મને લઈજા તારે ગામડે) (૨)
ગોરી તારા હાથ માંં મેંદી મેલાવશું (૨)
પીઠી ચોળાવી તારે અંગ
રાધા તને... (રાધા તને પરણી ને લઈ જાવુું મારે ગામડે) (૨)

હો ચાંદ સરીખું તારૂ મુખલડું મલકે
ઓરે મૈયારણ તારૂ જોબનીયું છલકે (૨)
હે લાંબો તાણી ઘુમટો ને હાલું તારી સંગ માં (૨)
મલકાતી આવું તારે મોલ
ઠાકોર મારા... (ઠાકોર મારા પરણી મને લઈજા તારે ગામડે) (૨)
પીયુ તારી પ્રીતડી માં બની રે હું જોગણ (૨)
લાગ્યો મને તારો પ્રેમ રોગ
ઠાકોર મારા... ઠાકોર મારા પરણી મને લઈજા તારે ગામડે
રાધા તને... રાધા તને પરણી ને લઈ જાવુું મારે ગામડે

હે રાખું મુરત તારી મન નાંં મંદિર માં
માંગું માણીગર તને જનમો જનમ માં (૨)
હા મનડાં ની મીત તને મારી બનાવવા (૨)
જગત થી બાંધી હુંતો વેર
 રાધા તને... (રાધા તને પરણી ને લઈ જાવુું મારે ગામડે) (૨)
પીયુ તારી પ્રીતડી માં બની રે હું જોગણ (૨)
લાગ્યો મને તારો પ્રેમ રોગ
ઠાકોર મારા... (ઠાકોર મારા પરણી મને લઈજા તારે ગામડે) (૨)
ગોરી તારા હાથ માંં મેંદી મેલાવશું (૨)
પીઠી ચોળાવી તારે અંગ
રાધા તને... રાધા તને પરણી ને લઈ જાવુું મારે ગામડે
ઠાકોર મારા પરણી મને લઈજા તારે ગામડે
રાધા તને પરણી ને લઈ જાવુું મારે ગામડે

No comments:

Post a Comment