05 December 2019

મારૂ કુંવારૂ તન ઉભરાય છે

ગીત: મારૂ કુંવારૂ તન ઉભરાય છે
ફિલ્મ: તોરણ બંધાવો હો રાજ

મારૂ કુંવારૂ તન ઉભરાય છે
અંગ અંગ થી રૂપ છલકાય છે (૨)
તું કેને રે વાલીડા મારે કરવું છું
આવું જોબનીયું ચાલ્યુ જાય છે (૨)
એ ગોરી આટલી કેમ અકળાય છે
તને જોઈ ને મન લલછાય છે
આવ હૈયા નાં હિંડોળા માં ઝુલાવું હો
જોને ટાઢેરો વાયરો વાય છે (૨)
હે મારૂ કુંવારૂ તન ઉભરાય છે
હે  ગોરી આટલી કેમ અકળાય છે

જોજો કેડુ લળે ના ગોરી હળવે હળવે હાલજો
લપચી પડે નાં હૈયું હાથ મારો ઝાલજો (૨)
કમખા કેરી કસ જોને ટુટુ ટુટુ થાય (૨)
સુવાળો આ વાસો તારો ઘેલો કરતો જાય
 ગોરી આટલી કેમ અકળાય છે (ઓ) (૨)
હે મારૂ કુંવારૂ તન ઉભરાય છે
હે ગોરી ટાઢેરો વાયરો વાય છે

ગોરી જોબન નો આંબો તારો મોર્યો છે આજે
મનડું તરસે છે તને છુમવા ને કાજે (૨)
ફુલી ફાલી વાલા મારી કાયા કેવી રે (૨)
કમખે તારા વળગી જાવું નમણી નાગર વેલ
ગોરી આટલી કેમ અકળાય છે (ઓ) (૨)

મારૂ કુંવારૂ તન ઉભરાય છે
અંગ અંગ થી રૂપ છલકાય છે (૨)
તું કેને રે વાલીડા મારે કરવું છું
આવું જોબનીયું ચાલ્યુ જાય છે (૨)
એ ગોરી આટલી કેમ અકળાય છે
તને જોઈ ને મન લલછાય છે
આવ હૈયા નાં હિંડોળા માં ઝુલાવું હો
જોને ટાઢેરો વાયરો વાય છે (૨)
હે મારૂ કુંવારૂ તન ઉભરાય છે
હે  ગોરી આટલી કેમ અકળાય છે

No comments:

Post a Comment