05 December 2019

જય બોલો ખોડલ માં ની જય

ગીત:જય બોલો ખોડલ માં ની જય
ફિલ્મ:જાનુ મારી લાખો માં એક

જય ખોડલ માટેલ વાળી માડી
રાખજે મારી લીલી વાડી
રાજપરા વાળી રાજી રેજે
સમરે માડી સાદ દેજે
રોહિશાળા નાનકડા ગામે
ચારણ રહેતો મામડીયા નામે
સોરઠ ધરા નો શીલાદિક રાજા
મામડીયા હારે હેત છે જાજા
જય બોલો ખોડલ માં ની જય (૪)

હો રોજ સવારે કહુંબો કરવા
ચારણ આવે રાજા ને મળવા
મામડ હારે કહુંબો કરતા
રાજા શીલાદિક બહુ હરખાતા
રાજ મહેલ માં રાણી આવ્યા
સાથે ગુરૂ ભૈરવ ને લાવ્યા
જ્યા ચારણ ના કહુંબા થાતા
ત્યા દાનવે થાપ્યા થાતા
જય બોલો ખોડલ માં ની જય (૪)

રાણી વચન રાજા જોડે માંગે
રાજા મામડીયા ને મળવાનું ત્યાગે
હરખે મહેલ માં ચારણ આવે
રાજા મામડ થી મુખ છુપાવે
મુખ ના ફેરવો મારા ભેરૂ બંધ
બુલ છુક હોય તો આપો મને દંડ
તુ છે વાંજીયો મામડીયા ચારણ
મુખ ફેરવવા નું એજ છે કારણ
જય બોલો ખોડલ માં ની જય (૪)

હે ચારણ ના પગ થી ધરતી છરકી
રૂવે રદય ને આંખો વરસી
શીષ નમાવી ચારણ આવ્યા
પાણી ભરી ને દેવલ બાઈ લાવ્યા
કેમ ચારણ ઉદાસ થઈ આવ્યા
નેણલે સ્વામી કેમ નીર ઉભરાયા
વાંજીયા મેણા રાજા એ માર્યા
તાણી ને તીર રદય મા માર્યા
જય બોલો ખોડલ માં ની જય (૪)

ચાલ્યો મામડીયો જંગલ ની વાટે
શીવ આરાધના કરવા માટે
કમળ પૂજા માટે શીષ નમાવે
ભોળા નાથ ત્યા પ્રગટ થાવે
પાતળ લોક માં જાવો ચારણ દેવ
નાગ દેવ ને મનાવો મામડ દેવ
નાગ કુમાર ને નાગ કન્યા
મામડીયા ના સંતાન બન્યા
જય બોલો ખોડલ માં ની જય (૪)

હે આવડ જોગડ તોગડ સાંસાઈ
વાલે મેરઠીયો સૌનો ભાઈ
ફુલબાઈ હિરબાઈ ને જાનબાઈ
ખોડા પગે ખોડીયાર કેવાઈ
દેવલબાઈ ને મામડીયો ચારણ
હરખે ઉતારે ખોડલ ના ઓવારણ
સાત બહેનો મા સૌથી નાની
જાનબાઈ ખોડીયાર નામે પૂંજાણી
જય બોલો ખોડલ માં ની જય (૪)

હે રાજપરે બિરાજે ખોડલ માં
માડી પૂંજાણા ગળધરા માં
માટેલ વરાણા રોહિશાળા ગામે
બેઠી માવલડી ગામે ગામે
અરજ કરૂ છુ હે જગ જનની
વાત સાંભળો મારા મન ની
કલા મંદિર માં આવો માડી
કુમ કુમ પગલા પાડો માડી

No comments:

Post a Comment