04 December 2019

:તમે મારી પ્રીત છો

ગીત:તમે મારી પ્રીત છો
ફિલ્મ: આત્મા

તમે મારી પ્રીત છો તમે મારૂ સ્મિત છો (૨)
મારા જીવન નું મધૂરૂ સંગીત છો (૨)
સુરીલું સંગીત છો સુરીલું સંગીત છો
તમે મારી પ્રીત છો તમે મારૂ સ્મિત છો (૨)

જગત નાં ગમ નો હું મારેલો છું
એ બધા ગમ થી હું હારેલો છું (૨)
હારેલા મુજ માટે તમે એક જીત છો
મારા જીવન નું મધૂરૂ સંગીત છો
સુરીલું સંગીત છો
તમે મારી પ્રીત છો તમે મારૂ સ્મિત છો (૨)

સાચું કહું છું તમને તમે મારૂ દિલ છો
મારા જીવન ની તમે મહેફિલ છો (૨)
જીવન ની મહેફિલ નું તમે એક ગીત છો
મારા જીવન નું મધૂરૂ સંગીત છો
સુરીલું સંગીત છો
તમે મારી પ્રીત છો તમે મારૂ સ્મિત છો (૨)

તમ થી જુદા થઈ ને રહેવાય નાં અમથી
વાતો આ મન ની કહેવાય નાં અમથી (૨)
મનડે માની લીધેલા તમે મન મીત છો
મારા જીવન નું મધૂરૂ સંગીત છો
સુરીલું સંગીત છો
તમે મારી પ્રીત છો તમે મારૂ સ્મિત છો (૨)
તારા ગાલો માં ગુલાબ

No comments:

Post a Comment