04 December 2019

અલબેલા રે (રાજદિપ બારોટ)

ગીત: અલબેલા રે
ફિલ્મ:કેમ રે ભુલાય સાજણ તારી પ્રીત

ઓરા આવો રે ગોરૂ મુખડું ગોરી તમારૂ
મોહ્યું મન મારૂ લાગે મને પ્યારૂ માણા રાજ
અલબેલા રે મારા જોબન કેરા ઉલાળે
દલડાં ની ડાળે રૂપ છે કુંવારૂ માણારાજ
અલબેલી રે ગોરૂ મુખડું ગોરી તમારૂ
મોહ્યું મન મારૂ લાગે મને પ્યારૂ માણા રાજ
કે મારા જોબન કેરા ઉલાળે
દલડાં ની ડાળે રૂપ છે કુંવારૂ માણારાજ

ઓ હો રે ઓ હઠીલા દલડાં ને ચોરી ના જવાય
હો હો ઓ રે ઘેલુડી દલડાં ને રાખી ના મુકાય
ઓ હો રે ઓ હઠીલા દલડાં ને ચોરી ના જવાય
હો હો ઓ રે ઘેલુડી દલડાં ને રાખી ના મુકાય
દલડું આ દોલત મારી નય દઉં એમ કોઈ નિશાની
દલડું રાખીશું ગોરી મનડે મોંઘેરૂ માની
અલબેલા રે સોપ્યુ તમને દલડું અમારૂ
હવે નથી મારૂ માનજો તમારૂ માણારાજ
ગોરૂ મુખડું ગોરી તમારૂ
મોહ્યું મન મારૂ લાગે મને પ્યારૂ માણા રાજ

હો હો હો હો
હો હો હો
કેમ રે ભુલાય (૨)
સાજણ તારી પ્રીત કેમ રે ભુલાય
ભૂલી ના ભુલાય (૨)
સાજણ તારી પ્રીત કેમ રે ભુલાય

No comments:

Post a Comment