04 December 2019

માંગી એવી મન ની રાણી

ગીત: માંગી એવી મન ની રાણી
ફિલ્મ: કેમ રે ભુલાય સાજણ તારી પ્રીત

માંગી એવી મન ની રાણી કદિ ના મળી (૨)
મળી એક માલણ એતો બેવફા નિકળી
મળી એક મન ની માલણ બેવફા નિકળી
માંગી એવી મન ની રાણી કદિ ના મળી (૨)

દલડું મે દિધું એને ગોરાંદે ગણી (૨)
દલડાં ને દિધું એણે કેવું રે દળી
તુટ્યું રે દલડું મારી પ્રીત નાં ફળી (૨)
માંગી એવી મન ની રાણી કદિ ના મળી (૨)

આભ રે ફાટ્યુુ ને કેવી પડી વિજળી (૨)
પ્રીતડી સળગી ને મારૂ દિલ ગયું બળી
પ્રીત ને લજાવી એતો જગ માં ભળી (૨)
માંગી એવી મન ની રાણી કદિ ના મળી (૨)
મળી એક મન ની માલણ બેવફા નિકળી (૨)
માંગી એવી મન ની રાણી કદિ ના મળી (૨)

No comments:

Post a Comment