01 December 2019

અવતાર ધરી ને આવુ છું

ગીત: અવતાર ધરી ને આવુ છું
ફિલ્મ: અવતાર ધરી ને આવુ છું

ભસ્મ થયો તો હુંતો બળી ને
કાળ ની સામે બાથ ભરી ને
મૌત ને હું તો આવ્યો મળી ને
યમલોક થી પાછો ફરી ને
રાખ તણા ઢગલે થી થોડા શ્વાસ ભરી ને આવું છું
માના દૂધ ને બાપ ના લોહિ નું રૂણ ચૂકવવા આવું છું
અવતાર ધરી ને આવુ છું (૪)

હું રામ બની ને આવ્યો છું
હું કૃષ્ણ બની ને આવ્યો છું
વિશ્વાસ બની ને આવ્યો છું
એક આશ બની ને આવ્યો છું
માં બાપ ના ચરણો માં ધરવા આ જાત ફરી થી લાવ્યો છું
માં બાપ ને કાજે હું વૈતરણી પાર કરી ને આવ્યો છું
અડસઠ તીરથ પૂરા કરવા
અવતાર ધરી ને આવ્યો છું (૪)

No comments:

Post a Comment