08 December 2019

શાંત ઝરૂખે

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપ ની રાણી જોઈ હતી (૨)
મે એક સહ્જાદી જોઈ હતી

એના હાથ ની મહેંદી હસતી તી
એની આંખ નું કાજળ હસતું તુ
એક નાનું સરખુું ઉપવન જાણે
મૌસમ જોઈ વિકસતું તું
એના સ્મિત માં સો સો ગીત હતા
એની ચૂપકિદી સંગીત હતી
એને પડસાયા ની હતી લગન
એને પગરવ સાથે પ્રિત હતી

એણે યાદ ના આસોપાલવ થી
એક સ્વપ્ન મહેલ શણગાર્યો તો
જરા નજર ને નીચી રાખી ને
એણે સમય ને રોકી રાખ્યો તો
એ મોજા જેમ ઉસળતી ને
પવન ની જેમ લહેરાતી તી
કોઈ હસીન સામે આવે તો
બહુ પ્યાર ભર્યું શરમાતી તી
એને ઔવન ની આશીસ હતી
એને સર્વે બળા ઓ દૂર હતી
એના પ્રેમ માં ભાગીદાર થવા
કૂદ કુદરત પણ આતૂર હતી

વર્ષો બાદ ફરી થી આજે એજ ઝરૂખો જોયો છે
ત્યા ગીત નથી સંગીત નથી
ત્યા પગરવ સાથે પ્રીત નથી
ત્યા સ્વપ્ના ઓના મહેલ નથી
ને ઉરમીઓ ના ખેલ નથી
બહુ સુનુ સુનુ લાગે છે બહુ વસમુ વસમુ લાગે છે
તે ન્હોતી મારી પ્રેમીકા તે ન્હોતી મારી દુલ્હન
મેતો એને માત્ર જરૂખે વાટ નિરખતી જોઈ હતી
કોણ હતી એ નામ હતું છું એ પણ હું ક્યા જાણું છું
તેમ છતા એ દિલ ને આજે વસમું વસમુ લાગે છે
બહું સુનુ સુનુ લાગે છે.

નયન ને બંધ રાખી ને

અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નૂર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ

નયન ને બંધ રાખી ને મે જયારે તમને જોય છે (૨)
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખી ને મે જયારે તમને જોય છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખી ને

ઋતુુ એક જ હતી પણ રંગ ન્હોતો આપણો એક જ(૨)
મને ચહેરા એ જોયો છે બહારે તમને જોયા છે(૨)
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખી ને

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વિતી ગઈ (૨)
નહિ તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે (૨)
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખી ને

હકિકત માં જોવો તો એ એક સપનું હતું મારૂ (૨)
ખુલ્લી આંખે મે મારા ઘર નાં દ્વારે તમને જોય છે (૨)
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખી ને

નહિતર આવી રીતે તો તરે નહિ લાશ દરિયા મા (૨)
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે (૨)
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખી ને મે જયારે તમને જોય છે (૨)
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે

જ્યારે પ્રણય ની જગ

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા
એ અંગ મરોડે અને વળખાય ગઝલ

જ્યારે પ્રણય ની જગ માં શરૂઆત થઈ હસે (૩)
ત્યારે પ્રથમ ગઝલ ની રજુઆત થઈ હસે
જ્યારે પ્રણય ની જગ માં શરૂઆત થઈ હસે
ત્યારે પ્રથમ ગઝલ ની રજુઆત થઈ હસે

પહેલા પવન માં ક્યારે હતી આટલી મહેક (૨)
રસ્તા માં તારી સાથે મુલાકાત થઈ હસે (૨)
ત્યારે પ્રથમ ગઝલ ની રજુઆત થઈ હસે
જ્યારે પ્રણય ની જગ માં શરૂઆત થઈ હસે
ત્યારે પ્રથમ ગઝલ ની રજુઆત થઈ હસે

ઘુંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર (૨)
જુલફો ઢળી હશે ને પછી રાત થઈ હસે (૨)
ત્યારે પ્રથમ ગઝલ ની રજુઆત થઈ હસે
જ્યારે પ્રણય ની જગ માં શરૂઆત થઈ હસે
ત્યારે પ્રથમ ગઝલ ની રજુઆત થઈ હસે

ઉતરી ગયા છે ફુલ નાં ચહેરા વસંત માં (૨)
તારા જ રૂપ રંગ વિશે વાત થઈ હસે (૨)
ત્યારે પ્રથમ ગઝલ ની રજુઆત થઈ હસે
જ્યારે પ્રણય ની જગ માં શરૂઆત થઈ હસે
ત્યારે પ્રથમ ગઝલ ની રજુઆત થઈ હસે

આ દિલ ને તે દિવસ થી મળ્યું દર્દ દોસ્તતો (૨)
દુનિયા ની જે દિવસ થી શરૂઆત થઈ હસે (૨)
ત્યારે પ્રથમ ગઝલ ની રજુઆત થઈ હસે
જ્યારે પ્રણય ની જગ માં શરૂઆત થઈ હસે
ત્યારે પ્રથમ ગઝલ ની રજુઆત થઈ હસે
ત્યારે પ્રથમ ગઝલ ની રજુઆત થઈ હસે (૩)

થાય સરખામણી

થાય સરખામણી તો ઉતરતા છીએ (૨)
તે છતા આબરૂ ને દિપાવી દિધી
એમના મહેલ ને રોશની આપવા (૨)
ઝૂંપડી પણ અમારી જલાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારોય છે (૨)
એક તો કંઈ સિતારા જ ન્હોતા ઉગ્યા (૨)
ને અમે પણ સમાઓ બુજાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ

કોઈ અમને નડ્યા તો ઊભા રહિ ગયા (૨)
પણ ઊભા રહિ અમે કોઈને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંજીલે (૨)
વાટ કિંતુ બીજા ને બતાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ

 કોણ જાણે હતી કેવી વરસો જુની (૨)
જીંદગી માં અસર એક (તનહાઈ ની) (૬) (૨)
કોઈ એ જ્યાં અમસ્તું પુંછ્યું કેમ છો (૨)
એને આખી કહાણી સુણાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ

જીવતા જે (ભરોસો હતો ઈસ પર) (૨)(૨)
તે મર્યા બાદ બેફામ સાચો પડ્યો
જાત મારી ભલેને હરાવી નહિ (૨)
લાશ મારી પરંતુ તરાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ
તે છતા આબરૂ ને દિપાવી દિધી
એમના મહેલ ને રોશની આપવા
એમના મહેલ (૨)ને રોશની આપવા
ઝૂંપડી પણ અમારી જલાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ
થાય સરખામણી તો ઉતરતા છીએ

તારી ઉદાસ આંખ માં

અમસ્તી કોઈ પણ વસ્તું નથી બનતી જગત માંહિ
કોઈ નું રૂપ દિલ ના પ્રેમ ને વાચા અપાવે છે
ગજલ સર્જાય ના કૈલાસ દિલ માં દાહ લાગ્યા વિણ
જખમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે
તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું (૨)
મારૂ ગજુ નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું
મહેંદી ભરેલ હાંથ માં એવી ભીંનાશ ક્યાં (૨)
તરસ્યા થયેલા હોઠ ને ભીંના કરી શકે
મારૂ ગજુ નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું
તારી હવે તો દૂરતા રસ્તા વિના ની છે (૨)
એના વિના હું કંઈ રીતે (૩) પાછો ફરી શકું
મારૂ ગજુ નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું
કૈલાસ હુંતો એકલો નિકળી ન જાત પણ (૨)
એના થયા છે લોક તો હું શું કરી શકું
મારૂ ગજુ નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું
મારૂ ગજુ નથી કે તને છેતરી શકું ()

વરસો જવાને જોઈએ

વરસો જવાને જોઈએ ત્યાંં ક્ષણ માં જઈ ચડ્યો (૨)
આચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો (૨)
વરસો જવાને જોઈએ ત્યાંં ક્ષણ માં જઈ ચડ્યો


પુંછો નહિ કે આજ તો ક્યાં નિકળી ગયો (૨)
કાજળ ને સ્પરસ્વા જતા (૨) કામણ માં જઈ ચડ્યો
આચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો (૨)
વરસો જવાને જોઈએ ત્યા ક્ષણ માં જઈ ચડ્યો
અંધાર મુક્ત થઈ ના શક્યો રોશની મહિ (૨)
આંખો માં આંખ નાખી તો (૨) પાપણ માં જઈ ચડ્યો
આચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો (૨)
વરસો જવાને જોઈએ ત્યા ક્ષણ માં જઈ ચડ્યો
કંઈ ચાંદની જ એવી હતી ભાન ના રહ્યું (૩)
જાવું હતું સમુદ્ર ભણી (૨) રણ માં જઈ ચડ્યો
આચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો (૨)
વરસો જવાને જોઈએ ત્યા ક્ષણ માં જઈ ચડ્યો
ઘાયલ ગયો તો કેમ સુરા લય માં શું કહું (૨)
ખુબજ હતો હું આજ (૨) વિમા સણ માં જઈ ચડ્યો
આચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો (૨)
વરસો જવાને જોઈએ ત્યા ક્ષણ માં જઈ ચડ્યો (૨)
આચર્ય વચ્ચે એમના આંગણ માં જઈ ચડ્યો ()

બીજી તો કોઈ રીતે

આગમન  એનું સુણી ને ઉરમીવો હરખાય ગઈ
ચાંદ ઉગ્યો પણ નહિ નેે ચાંદની રેલાય ગઈ

બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની (૩)
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની (૨)
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની

પિને શરાબ ઊભો તો સ્વપ્ના એના જુવો (૨)
સ્વપ્ના એના જુવો
તરસ્યા રહિ ને જાગો તો (૨) પિવાય ચાંદની (૨)
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની

તું આંખ સામે હોય તો એવુંય પણ બને (૨)
એવુંય પણ બને
ખિલ્યો હો ચંદ્રમાં ને (૨) ના દેખાય ચાંદની (૨)
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની

તારા સ્મરણ નું તેજ મને ડંખતું રહે (૨)
મને ડંખતું રહે
ઉપર થી પાછી એમા (૨) ઉમેરાય ચાંદની (૨)
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની

ઓજસ ધરે છે કોણ આ દરપણ ગગન ઉપર (૨)
દરપણ ગગન ઉપર
દિવસ નું તેજ રાતે (૨) બની જાય ચાંદની (૨)
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની

હ્યદય નાા દર્દ ની

રેત ભીની તમે કરો છો પણ રણ સમંદર કદિ નય લાગે
સબ ને પુલો તમે દરો છો પણ મૌત સુંદર કદિ નય લાગે

હ્યદય નાા દર્દ ની તમને જરા જો કલ્પના આવે (૨)
કસમ થી આપની જીભે સદા સો સો દુવા આવે (૨)
હ્યદય ના દર્દ ની તમને જરા જો કલ્પના આવે

સહન હુંતો કરી લઉં છું ના સહવાસે તમારા થી (૨)
ના સહવાસે તમારા થી
એ પાનું ફેરવી દેજો જ્યાંં મારી વાર્તા આવે
કસમ થી આપની જીભે સદા સો સો દુવા આવે
હ્યદય ના દર્દ ની તમને જરા જો કલ્પના આવે

મરણ નું મુલ્ય જીવન થી વધારે એ રીતે લાગ્યું (૨)
એ રીતે લાગ્યું
ના આવે કોઈ જ્યાં મળવા ને ત્યાં આખી સભા આવે
કસમ થી આપની જીભે સદા સો સો દુવા આવે
હ્યદય ના દર્દ ની તમને જરા જો કલ્પના આવે

સિકાયત શું કરે દિલ કોઈ નાં આવે ગજું શું છે (૨)
નાં આવે ગજું શું છે
મોહબત હોય જો આમિલ તો ખુદ પાસે ખુદા આવે
કસમ થી આપની જીભે સદા સો સો દુવા આવે
હ્યદય ના દર્દ ની તમને જરા જો કલ્પના આવે
કસમ થી આપની જીભે સદા સો સો દુવા આવે
હ્યદય ના દર્દ ની તમને જરા જો કલ્પના આવે
કલ્પના આવે (૨)

હું ક્યાંં કહું છું

હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ (૨)
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ

પુરતો નથી નસીબ નો આનંદ ઓ ખુદા (૩)
મરજી મુજબ ની થોડી (૨) મજા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ

એવી તો બેદિલી થી મને માફ નાં કરો (૩)
હું ખુદ કહિ ઉઠું કે (૨) સજા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ

મે એનો પ્રેમ ચાહ્યો બહું સાદિ રીત થી (૩)
ન્હોતી ખબર કે એમા (૨) કલા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ

પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી મરીજ (૨)
એના મિલન ની ક્યાંક (૨) જગા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ (૨)
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ

07 December 2019

ચાર ચાર બંગડીવાળી (કિંજલ દવે)

ગીત: ચાર ચાર બંગડીવાળી

મારા વાલા વિરલ તને લાડી લઈ દઉં
મારા નોનસક વિરા તને લાડી લઈ દઉં
હે તારી લાડડી ને ફરવા ઓડી ગાડી લઈ દઉં
તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં (૨)
મારા વિરા આકાશ તને લાડી લઈ દઉં
મારા નોનસક વિરા તને લાડી લઈ દઉં
હે તારી લાડડી ને ફરવા ઓડી ગાડી લઈ દઉં
તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં (૨)
વિરા ની ગાડી લાવી દઉં ઓડી

હે આવ્યો અવસરિયો આજ મારા આંગણે અણમોલ
હે આવ્યો અવસરિયો આજ
હે આવ્યો અવસરિયો આજ મારા આંગણે અણમોલ
વાગે જિદ્દ ને બેન્ડ રૂડા શરણાયું ને ઢોલ
તારી લાડડી ને પટોણું ને સાડી લી દઉં (૨)
એને સાડી ના ગમે તો કટમેડી લઈ દઉ
તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં (૨)
ચાર ચાર બંગડી વાળી લઈ દઉં તને ઓડી ગાડી

હે જોડું જાડેરી જાન કરુ ગાડીયું ની લાઈન
હે જોડું જાડેરી જાન
હે જોડું જાડેરી જાન કરુ ગાડીયું ની લાઈન
ના કરતું ટેન્શન તારી લાડી હશે ફાઈન
મારા વાયડ ગામ માં એક વાડી લઈ દઉં
જાતા જેસંગપૂરા માં એક વાડી લઈ દઉં
હે તને ચડવા વિરાટ ગિર ઘોડી લઈ દઉં
તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં (૨)

મારા વાલા વિરલ તને લાડી લઈ દઉં
મારા નોનસક વિરા તને લાડી લઈ દઉં
હે તારી લાડડી ને ફરવા ઓડી ગાડી લઈ દઉં
તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં (૨)
ગાડી લઈ દઉં ગાડી લઈ દઉં તને ઓડી લઈ દઉં

ઓ માલધારી

ગીત: ઓ માલધારી

તમે ચંદા હું ચકોરી મારા શ્વાસ કેરી દોરી તારા હાથ જો (૨)
તારી બનું થોડી થોડી
એમા પ્રેમ રસ ઘોળી પૂરી કરજો
જગ લાગે અલબેલી હુંતો બધુ મારૂ મેલી તારી કાજ જો (૨)
હુંતો બની એલા ઘેલી
પ્રેમ કહાની છે પેલી હું સંભળાવું જો
તારી માયા ઘણી મને લાગી રબારી
હો માલધારી ઓ માલધારી
તારા ધરમો ને કરણ હું રંગાણી રબારી
હો માલધારી ઓ માલધારી
તારા નેણે ને વેણે મને મારી રબારી
હો માલધારી ઓ માલધારી
તારી માયા ઘણી મને લાગી રબારી
એ માલધારી શ્વેત વસ્ત્ર ધારી

જેમ રાધા ના શ્યામ ને સીતા ના રામ
હું તો જાણુય નાં એનું નામ
એના અણસાર ને હુંતો એવો ગોતું
જેમ મીરા ગોતે એનો શ્યામ (૨)
જેમ મીરા ગોતે શ્યામ (૨)
મારા જીવતર જીવ તમે આપ્યો રબારી
હે માલધારી ઓ માલધારી
તમે વાલા વાલે શ્રી લાગો રબારી
હો માલધારી જીયો માલધારી
તારી માયા ઘણી મને લાગી રબારી
હે માલધારી ઓ માલધારી
તને આંખો થી અળગો કેમ રાખુ રબારી
ઓ માલધારી શ્વેત માલધારી (૨)
ધક ધક ધક ધક દિલ કરે
ગીત:ધક ધક ધક ધક દિલ કરે

બકા ની બેવફાઈ

ગીત: બકા ની બેવફાઈ

મારા બકા ના લગન બીજી જોડે થઈ ગયા (૨)
મારા સપના અધૂરાં રહિ ગયા
હો ફ્રેન્ડ મારી કેને (૨) હવે મારે કરવું છું
મારા બકા ના લગન બીજી જોડે થઈ ગયા

હો ઘર છોડ્યા બાર છોડ્યા છોડ્યા મે માવતર
મને છોડી બગાડ્યુ એણે મારૂ જીવતર
હો પ્રેમ માટે છોડ્યું મે મારૂ ભણતર
પણ ના મળ્યું એનુ (કાંઈ મને વળતર) (૨)
એણે પારકી નું પડખુુ સેવી લીધુ (૨)
મારા જીવતર માં ઝેર એણે રેડી દિધુ
હો ફ્રેન્ડ મારી કેને (૨) હવે મારે કરવું છું
મારા બકા ના લગન બીજી જોડે થઈ ગયા

હો કાલી ઘેલી વાત મા આવી ગઈ હું
જીતેલી બાજી મારી હારી ગઈ હું
પ્રીત મારી પારકી થઈ જોતી રહિ હું
આરે દુનીયા માં હવે (એકલી થઈ હું) (૨)
મને આપેલા વચનો તોડી રે દીધા (૨)
એણે બીજી હારે દિલ જોડી રે લીધા
હો ફ્રેન્ડ મારી કેને (૨) હવે મારે કરવું છું
મારા બકા ના લગન બીજી જોડે થઈ ગયા

હો નથી સહવાતો વિયોગ એનો
આંખો માં રાત દિવસ ચહેરો છે એનો
હો ભુલ થઈ મારી મે કર્યો રે ભરોસો
પસતાવો થાય છે (મારા રે પ્રેમ નો) (૨)
મારૂ જૂવન વેર વિખેર થઈ ગયુ (૨)
મારો બકો બેવફા થઈ ગયો
હો ફ્રેન્ડ મારી કેને (૨) હવે મારે કરવું છું
મારા બકા ના લગન બીજી જોડે થઈ ગયા

જન્મદાતા

બેનર: ગૌતમ અધિકારી કૃત
ફિલ્મ: જન્મદાતા
વર્ષ: ૨૦૧૦
કલાકાર: હિતેન કુમાર, હિતુ કનોડિયા, મોના થીબા, રાણી શર્મા, પ્રેરણા પારેખ, ચિત્રા દેશમુખ, કલ્પેશ ચૌહાણ, પ્રતાપ સચદેવ, બાબુલ ભાવસાર
કથા: મદુસુદન કાલેલકર
પટકથા: અનિલ કાલેલકર
સંવાદ: બાબુલ ભાવસાર
ગીત: વિનય દવે
સંગીત: મૌલિક મહેતા, રાહુલ મુંજારીયા
સંકલન: આનંદ દિવાન
કેમેરામેન: પટણી બ્રધર્સ
નિર્માતા: હિરાચંદ દંડ, પ્રતિક શાહ, રવિ અધિકારી, પ્રકાશનાથ અધિકારી
દિગ્દર્શક: ગૌતમ અધિકારી

જીવન છે એક ગીત મજાનું

ગીત: જીવન છે એક ગીત મજાનું
ફિલ્મ: જન્મદાતા

જીવન છે એક ગીત મજાનું મસ્ત બની નેે ગાવો
સુખ ની પળ ને સૌ માં વહેંચી દુ:ખ મા હસતા જાવો
જીવન છે એક ગીત મજાનું

દિવા દાંડી થઈ બની ને સાચી રાહ બતાવો
ચંદન ની જેમ જાત ઘસી ને સુગંધ ને ફેલાવો
જીવન ચાર દિવસ નો ગાળો
સુખ દુ:ખ નો છે સરવાળો (૨)
માણસ ની ઈચ્છાઓ એનો પિછો કદિ ના છોડે
પાસે છે તે પડતું મૂકી નથી તે લેવા દોડે
પારકા ને રિજવવા માટે ઘરનાને તરછોડે
એક જ પળ માં વર્ષો જુના સંબંધો ને તોડે
નફરત છોડી હૈયા ઓમાં બીજ પ્રેમ નાં વાવો
તકલીફ માં જો હોય તે કોઈ  ટેકો એને આપો
  જીવન છે એક ગીત મજાનું

મદદ કરો જો બીજા ને તો કરશો ના અભિમાન
ભૂલ કરે જો કોઈ તો એનું કરશો ના અપમાન
નાના મોટા સૌ કોઈ નું તમે જાળવજો સન્માન
કોશીશ કરી ને પૂરા કરજો બીજા ના અરમાન
સફળ થાવ તો સાથે સાથે સાવ સરળ થઈ જાવો
વૃક્ષ ની માફક ફળ આવે તો નીચા જૂકી જાવો
જીવન છે એક ગીત મજાનું મસ્ત બની નેે ગાવો
સુખ ની પળ ને સૌ માં વહેંચી દુ:ખ મા હસતા જાવો
જીવન છે એક ગીત મજાનું (૩)

આંખો માં તું

ગીત: આંખો માં તું
ફિલ્મ: જન્મદાતા

આંખો માં તું વસાવી લે મને સજનાં
બાહો માંં તું સમાવી લે મને બલમાં
ઓ જાનમ ઓ દિલબર હવે કંઈ એવું કર
ગીત બસ ગાવું હું તારા સૂર માં
આંખો માં તું વસાવી લે મને સજનાં
બાહો માંં તું સમાવી લે મને બલમાં

પ્રેેમ પથ પર તું મને લઈજા
મારી બસ મારી તું થઈજા
નિશાની એક પ્યારી દઈજા
પાસ રહિ તું દૂર નહિજા (૨)
ઓ જાનમ ઓ દિલબર હવે કંઈ એવું કર
બસ વહિ જઈએ પ્રેમ પૂર માં
આંખો માં તું વસાવી લે મને સજનાં
બાહો માંં તું સમાવી લે મને બલમાં

વાલી તું હુંં છું પાગલ
હું છું નૈના તું છે કાજલ
કવિતા તું હું તારો કાગળ

પ્રેમ થયો છે

ગીત: પ્રેમ થયો છે
ફિલ્મ: જન્મદાતા

પ્રેમ થયો છે જ્યાર થી તને કેવું લાગે છે
મધ મધતી દુનિયા થઈ ગઈ મને એવું લાગે છે
તમે કહો કે પ્રેમ થયો તો કેવું લાગે છે
મેઘ ધનુષ છે આંખો માં મને એવું લાગે છે
વી આર એન લવ,  વી આર એન લવ
વી ફોર ઈન લવ, વી આર એન લવ

પ્રેમ ગગન માં તારે મારે દૂર દૂર વહેવું છે
કોઈએ ક્યારેય મા કહ્યું હોય એવું કંઈ કહેવું છે
મારે તારા તારે મારા હૈયાં માં રહેવું છે
પ્રેમ ને માટે દુ:ખ આવે તો હસતા સહેવું છે
પ્રેમ થયો છે જ્યાર થી તને કેવું લાગે છે
હો મારા માં એક નદિ વહે એવું લાગે છે
તમે કહો કે પ્રેમ થયો તો કેવું લાગે છે
મારા માં સાગર ઘુઘવે એવું મને લાગે છે
વી આર એન લવ,  વી આર એન લવ
વી ફોર ઈન લવ, વી આર એન લવ

તારો એક સ્પર્શ મલે તો પિતળ થાયે ચંદન
તું હાજર હોય તો થઈ જાય બાવળ ચંદન
વિચાર તારો આવે તો પણ હૈયે ઉસળે બંધન
મસ્ત મજાની મુક્તી આપે તારા પ્રેમ નું બંધન
પ્રેમ થયો છે જ્યાર થી તને કેવું લાગે છે
રોજ નવો અવતાર વું છું એવું લાગે છે
તમે કહો કે પ્રેમ થયો તો કેવું લાગે છે
બન્યા છીએ એક બીજા માટે એવું લાગે છે
વી આર એન લવ,  વી આર એન લવ
વી ફોર ઈન લવ, વી આર એન લવ (૨)

પેરોડી સોંગ

ગીત: પેરોડી સોંગ
ફિલ્મ: જન્મદાતા

હે સોનલ ગરબો સીરે અંબે માં ચાલો ધીરે ધીરે (૨) (કોરસ)
હે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે  ચાલો ધીરે ધીરે
હે સોનલ ગરબો સીરે અંબે માં ચાલો ચાલો ધીરે ધીરે (૨) (કોરસ)
એ લટકે ને મટકે રાસ રમે છે (૨) (કોરસ)
હે માં ... હે માં... હે માં...
લટકે ને મટકે રાસ રમે છે
હે ફરરર ફુદડી ફરે અંબે માં ચાલો ચાલો ધીરે ધીરે (૨) (કોરસ)

હે તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે મને ગમતું રે
આતો કહું છું રે પાતળીયાંં તને અમથું
હે તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે મને ગમતું રે
આતો કહું છું રે પાતળીયાંં તને અમથું
હે તારા અંગ નું રે અંગરકું તસ તછતું મને ગમતું રે
આતો કહું છું રે પાતળીયાંં તને અમથું

હે કોણ જાણે કેવું મારા મન નાં ભીતર માં એવું તે ભરાયું શું (૨) (કોરસ)
એક મને ગમતો આભ નો ચાંદલો ને બીજી ગમતી તું
હે ઘર માં ખેતર મા ને ધરતી નાં પડ માં
હે તારા સ્વપ્ન માં મન મારૂ રમતું રે તોયે ગમતું રે
આતો કહું છું રે પાતલડી તને અમથું
 હે તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે મને ગમતું રે
આતો કહું છું રે પાતલડી તને અમથું (૨) (કોરસ)

મારૂ મન મોહિ ગયું મારૂ મન મોહિ ગયું
હે તને જાતા જોઈ પનગટ ની વાટે મારૂ મન મોહિ ગયું (૨) (કોરસ)
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારૂ મન મોહિ ગયું
મારૂ મન મોહિ ગયું મારૂ મન મોહિ ગયું
હે તને જાતા જોઈ પનગટ ની વાટે મારૂ મન મોહિ ગયું (૨) (કોરસ)

હે શરદ પૂનમ ની રાતડી રંગ ડોલરીયો
માતાજી રમવા દોને રંગ ડોલરીયો (૨) (કોરસ)
હે રમી ભમી ને ઘરે આવિયા રંગ ડોલરીયો
માતાજી રમવા દોને રંગ ડોલરીયો (૩) (કોરસ)

વંદન કરીએ તુજને

ગીત: વંદન કરીએ તુજને
ફિલ્મ: જન્મદાતા

વંદન કરીએ તુજને ઓરે જગના સર્જનહાર (૨)
ભવસાગર તું પાર કરાવે તું છે તારણહાર
તુને વંદન વારંવાર પ્રભુ વંદન વારંવાર

બંધુ ભગીની સખા કે સાથી તું છે તાત ને માત
જન્મ મૃત્યું સૌને તું આપે તુ છે ભાગ્યવિધાતા
માંગે એને આપે છે તું દિન બંધુ ઓ દાતા
એની અરજ સાંભળતો તું દિલ થી જે કોઈ ગાતા
અકળ અનુપમ અદભૂત તારી લીલા અપરંપાર
સૌ કોઈ માં છે વાસ તારો સૌ તારો અપકાર
તુને વંદન વારંવાર પ્રભુ વંદન વારંવાર

સોહાગણ શોભે સાસરીયે

બેનર: શ્રી રાજ રાજેશ્વરી પ્રોડક્શન
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે
વર્ષ: ૨૦૧૩
કલાકાર: હિતુ કનોડિયા, મોના થીબા, મમતા પટેલ, પિયુષ સોલંકી, દેવેન્દ્ર પંડિત, ઘનશ્યામ લાખાણી, જયેન્દ્ર મહેતા, જયશ્રી પરીખ, જીતુ પંડ્યા, જ્યોતી ચૂડાસમા
કથા: રાજેશ પટેલ
પટકથા:
સંવાદ: રાજેશ પટેલ, ભાવેશ ગોરસીયા
ગીત: રાજેશ પટેલ
સંગીત: મૌલિક મહેતા, રાહુલ મુંજારિયા
સંકલન: સુશીલ ગોકનકર
કેમેરામેન: હિતેશ, લાલજી બેલદાર
નિર્માતા: સંજય પી ગોકિયા, ઘનશ્યામ લાખાણી
દિગ્દર્શક: રાજેશ પટેલ

નમણો નખરાળો

ગીત: નમણો નખરાળો
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

નમણો નખરાળો મારી નણદી નો વિરલો (૨)
મન નો માણીગર મારા મનડાં નો મોરલો
હે મીઠાં લાગે વાલા તારા વેણ રે
કે લાગ્યો મને સાજણ થી નેડલો (૨)
હે ગોરી ના ઘુંઘટ માં રૂપ નો ચાંદલીયો (૨)
રૂદિયા ની રાણી મારી રૂપ નો રે દરીયો
હે કાળજડે કોરાણું તારૂ નામ રે
કે લાગ્યો મને તારા થી નેડલો (૨)
હા નમણો નખરાળો મારી નણદી નો વિરલો
હે ગોરી ના ઘુંઘટ માં રૂપ નો ચાંદલીયો

હે પાતલડી કેડ નો રે લટકો રૂપાળો
ચિતડું ચોરી ગ્યો તારી આંખ નો ઉલાળો (૨)
રૂદિયું વિંધાયું તારી નજરૂ ના બાણ થી
વાલો લાગે તુું મને મારાય પ્રાણ થી (૨)
હે મુખડું મલકાવી તમે માયા લગાડી (૨)
તનડા ને મનડાં માં તરસું જગાડી
હે કરવા હવે પ્રીત્યું કેરા પાન રે
કે લાગ્યો મને તારા થી નેડલો (૨)
હા નમણો નખરાળો મારી નણદી નો વિરલો
હે ગોરી ના ઘુંઘટ માં રૂપ નો ચાંદલીયો

સોળેે શણગાર સજી આવું આંંગણીયે
બંધાણી વાલમ હું તારા બોલડીયે (૨)
હે મનડાં ની મેડીએ દેશું ઉતારા
નેણ ભરી નિરખશું રૂપ રે તમારા (૨)
હે પાતળીયા હારે મેંતો બાંધી રે પ્રીતડી (૨)
ઓઢી ચુંદલડી મેંતો સાજણ ના નામ ની
હે રેશું હવે ભવો ભવ સાથ રે
કે લાગ્યો મને તારા થી નેડલો
હે રેશું હવે ભવો ભવ સાથ રે
કે લાગ્યો મને સાજણ થી નેડલો
હે ગોરી ના ઘુંઘટ માં રૂપ નો ચાંદલીયો
હે નમણો નખરાળો મારી નણદી નો વિરલો

ભવ ભવ નો ભરથાર

ગીત: ભવ ભવ નો ભરથાર
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

તને માની લીધો ભવ ભવ નો ભરથાર
ગોરી હૈયે વાગ્યા રે તારી પ્રિત્યું ના બાણ

હે કુણા રે કાળજડે સાયબા પ્રિત્યુ રે કોરાણી (૨)
પ્રિતમ તારી પ્રિતડી નાં રંગે હું રંગાણી
મન વસિયા રેે મારા રંગ રસિયા રે (૨)
કિધુ આ જીવતર તારે નામ
હો તને માની લીધો મે ભવ ભવ નો ભરથાર (૨)
મોરલીયો થઈ ટહુકું તારા મનડાં ની રે મેડિયે (૨)
શરણાયું વગડાવું ગોરી શમણા ની રે શેરીએ
અણીયાળી આંખો તારી ખેંસે દલડાં ની દોરી (૨)
પાથરુ રે પલ માં મારો પ્રાણ
ગોરી હૈયે વાગ્યા રે તારી પ્રિત્યું ના બાણ (૨)

હો પ્રિત નો રે મારગ ગોરી ખાંડા કેરી ધાર રે
પરવા નથી જો હોય સજની તારો સાથ રે
હો હાથો માં રે હાથ દઈને હાલું હારો હાર રે
સુખ મા કે દુ:ખ માં ના છોડું તારો સાથ રે (૨)
હા મન ની માનેલી મારા રુદિયે વસેલી (૨)
આયખુ આ વારૂ તારે કાજ
ગોરી હૈયે વાગ્યા રે તારી પ્રિત્યું ના બાણ
તને માની લીધો મે ભવ ભવ નો ભરથાર
ગોરી હૈયે વાગ્યા રે તારી પ્રિત્યું ના બાણ

હા પ્રેમી પંખીડાં અમે પ્રિત્યું રે નગર નાં
જુદા ના રહિયે એક બીજા રે વગર ના
હો પ્રિત રે સરોવર ની પાળે બેસનારા
પ્રેમ નારે ગીત મીઠાં અમે તો ગાનારા (૨)
હો જીવવું રે હારે હવે મરવું રે હારે (૨)
પ્રેમીયો નો એજ ચે પોકાર
તને માની લીધો મે ભવ ભવ નો ભરથાર
હો ગોરી હૈયે વાગ્યા રે તારી પ્રિત્યું ના બાણ
તને માની લીધો મે ભવ ભવ નો ભરથાર

મારા સાયબા રે

ગીત: મારા સાયબા રે
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

મારા શમણે આવી મને ઘેલું લગાડી (૨)
મારા ચિતડા કેેેેરો ચોર
સાયબો મારા મનડા નો રે મોર
મારી સાજણ રે (૨)
મારા મનને ગમતી રુદિયે રમતી (૨)
ઢળકતી રૂડી ઢેલ હો
જગમાં ના આવે કોઈ તારે તોલ (૨)
ઓ મારા સાયબા રે
ઓ મારી સાજણ રે

સાથ સુવાળો લાગે તારો સજની મારી રે ઓ રૂપની રાણી રે (૨)
જુગે જુગના જોગી મારા જોગણ તારી રે ઓ જોગણ તારી રે
એ તારી પાપણ ના પલકારે (ગોરી) (૨)
ગોરી મારુ હૈયુ થયુ ઓળઘોળ હો
જગમાં ના આવે કોઈ તારે તોલ
કે સાયબો મારા મનડા નો રે મોર
ઓ મારી સાજણ રે
ઓ મારા સાયબા રે

એ સાયબો મારો લાખ સવાનો હું લાખેણી નાર એવી હું લાખેણી નાર (૨)
જગ આખામાં જોઈ નથી રે તારા જેવી રે મારા જોબનવંતી નાર
ઓલા જોબન કેરી ડાળે કોયલ (૨)
કરતી રે કલશોર
સાયબો મારા મનડા નો રે મોર
કે જગમાં ના આવે કોઈ તારે તોલ
ઓ મારા સાયબા રે
ઓ મારી સાજણ રે
મારા શમણે આવી મને ઘેલું લગાડી
મારા મનને ગમતી રુદિયે રમતી
મારા ચિતડા કેરો ચોર
સાયબો મારા મનડા નો રે મોર
જગમાં ના આવે કોઈ તારે તોલ
સાયબો મારા મનડા નો રે મોર
જગમાં ના આવે કોઈ તારે તોલ

ફટાણુંં

ગીત: ફટાણુંં
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

હે બની ઠની ને વર પછવાડેે અણવર આંટા મારે જો
અણવર આંટા મારે જોન (કોરસ)
હે ખિસ્સા માં ફૂટી કોડી નય ને ખોટો વટ એ પાડે જો
ખોટો વટ એ પાડે જો (કોરસ)
હા માંગ્યા તે લુગડાં પહેરી ને આવ્યો મફત માં મોજું માણે જો
મફત માં મોજું માણે જો (કોરસ)
હે ખાવા નું કોઈદિ ભાલ્યું ના હોય એમ ખુટીયા જેમ ખાયે જો
ખુટીયા જેમ ખાયે જો (કોરસ)
હે પેટ માં એના પછ્યું નહિ ને પછી ડબલે દોટ્યું કાઢે જો જો
ડબલે દોટ્યું કાઢે જો (કોરસ)
હે વેવાઈ ને માંડવે વંઠેલ વેવલી લટકા કરતી આવે જો
લટકા કરતી આવે જો (કોરસ)
હા વેવાણ ના હાથ માં ફૂલ નો ગજરો સુંઘતી સુંઘતી આવે જો
સુંઘતી સુંઘતી આવે જો (કોરસ)
હે ગજરા માંથી નિકળો ભમરો વેવાણ ના ગાલે ચડ્યો જો
વેવાણ ના ગાલે ચડ્યો જો (કોરસ)
હો છટકો રે ભરતા ભડકી વેવાણ ઊભી પૂંચડીયે ભાગે જો જો
ઊભી પૂંચડીયે ભાગે જો (કોરસ)
 બની ઠની ને વર પછવાડેે અણવર આંટા મારે જો
વેવાઈ ને માંડવે વંઠેલ વેવલી લટકા કરતી આવે જો

હે બાવન બાગની ની ફૂલવાડી અણવર ફરવાને જાય (ર કોરસ)
ફરતા ફરતા રે અણવરને એક ઝાડ દેખાય (૨ કોરસ)
અણવર વળી વળી પૂછે આતો શું રે કહેવાય (ર કોરસ)
હો તારા બાપના રાજમાં કોઈ દી અણવર ના તો તે તો દીઠ્યુ તારુ બાપ સફરજન કહેવાય
ઓલ્યા આટા વગરના અણવર તારુુ બાપ સફરજન કહેવાય (કોરસ)
ઓલા ગામને પાદરડે વેવાણ ફરવાને જાય (૨ કોરસ)
એ ફરતા ફરતા વેવણ ને એક જનાવર દેખાય (૨કોરસ)
વેવાણ વળી વળી પૂછે આતો કયું શુ રે કેવાય (૨ કોરસ)
એ તારી માને પેટે પડી ને તે તો નહોતું કોઈ દી ભાળ્યું તારો દાદો પાડો રે કહેવાય
ઓલી વંઠેલી વેવાણ એને પાડો રે કેવાય (કોરસ)
બાવન બાગની ની ફૂલવાડી અણવર ફરવાને જાય (કોરસ)
ઓલ્યા મને પાદરડે વેવાણ ફરવાને જાય (કોરસ)

હો અટકચાળો અણવર ઓલ્યો ઊભી બજારે ભટકે જો (૨ કોરસ)
હો શેરી માં સુતેલા પેલા કૂતરાં ને જગાડે જો (૨ કોરસ)
હા હા કાળીયો કૂતરો વાહે પડ્યો ને અણવર દોટ કાઢે જો (૨ કોરસ)
હા હા કાળીયો કે ભાઈ ઊભો રે તું મારો ભાઈબંધ રે (૨ કોરસ)
હા ઊભો રે ઈ બીજો એતો દૂમ દબાવી ભાગે જો (૨ કોરસ)
એ ધણી વગર ની ઢાંઢી જોને લાગે મીંદડી કાણી જો (૨ કોરસ)
હા ભૂખડી બારસ જેના તેના રસોડે ડોકાતી જો (૨ કોરસ)
હા રસોડા માં દૂધ નો એક કળશો ગઈ એ ભાળી જો (૨ કોરસ)
હા કળશા માંતો મોઢું ઘાલી દૂધ પીવા લાગી જો (૨ કોરસ)
હે ભાળી ગયો ઘરધણી છૂટી લાકડી ફટકારી જો (ર કોરસ)
પણ મોઢું માયથી નિકળ્યું નહિ પછી કળશા સોતી ભાગી જો (૨ કોરસ)
અટકચાળો અણવર ઓલ્યો ઊભી બજારે ભટકે જો (કોરસ)
ધણી વગર ની ઢાંઢી જોને લાગે મીંદડી કાણી જો (કોરસ)
અટકચાળો અણવર ઓલ્યો
ધણી વગર ની ઢાંઢી જોને
અટકચાળો અણવર ઓલ્યો
ધણી વગર ની ઢાંઢી જોને

લીલા તે ચોરણા

ગીત: લીલા તે ચોરણા
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

લીલા તે ચોરણા પેરંતા માય જાંજર નો જણકાર (૨ કોરસ)
માન સરોવર જીલવા ગ્યાતા દડવાં ની દાતાર (૨ કોરસ)
વાંજીયા આઈ વાજીયાં કાંઈ ઊભા મઢ ની બહાર (૨ કોરસ)
એ વાંજીયાં ને પુતર દેજો દડવાં ની દાતાર (૨ કોરસ)
લીલા તે ચોરણા પેરંતા માય જાંજર નો જણકાર (૨ કોરસ)

હે આકાશ માંથી ઉતરા રે ભોળી ભવાની માં (ર કોરસ)
હે ઉતરાં એવાં નોતરાં રે ભોળી ભવાની માં (ર કોરસ)
હા ઉતરા કિયા ભાઈ ને ઓરડે રે ભોળી ભવાની માં (ર કોરસ)
હા ઉતરા નારણભાઈ નાં ઓરડે રે ભોળી ભવાની માં (ર કોરસ)
હા ખાંડ ખીર ને રોટલી રે ભોળી ભવાની માં (ર કોરસ)
હા ઉપર પાપડ નો કટકો રે ભોળી ભવાની માં (ર કોરસ)
હા એવો નવી વોવ નો લટકો રે ભોળી ભવાની માં (ર કોરસ)
હા જેવા પુતર અમને દિધા રે ભોળી ભવાની માં (ર કોરસ)
હા એવા મહેશભાઈ ને દેજો રે ભોળી ભવાની માં (ર કોરસ)
હે આકાશ માંથી ઉતરા રે ભોળી ભવાની માં (ર કોરસ)
હે આકાશ માંથી ઉતરા રે ભોળી ભવાની માં (ર કોરસ)

ખમકારી ખોડલ

ગીત: ખમકારી ખોડલ
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

ખોડલ માં તારો જય જયકાર (૨)
હા ખમકારી તું ખોડલ માવડી
કાગવડ વાળી તું ખોડલ માવડી
પામે ના કોઈ તારો પાર કે જગ માં
જગ માં માડી તારો જય જયકાર (૨ કોરસ)
હા ખમકારી તું ખોડલ માવડી
કાગવડ વાળી તું ખોડલ માવડી
પામે ના કોઈ તારો પાર કે જગ માં
જગ માં માડી તારો જય જયકાર (૨ કોરસ)

હે કાગવડ વાળી આઈ ખોડલ માં
સમરે દેજે તું સાદ રે પલ માં
સમરે દેજે તું સાદ રે પલ માં (કોરસ)
હા ભેળીયા વાળી મારી ભેરે રેજો
ખરે ટાણે મારી ખબરૂ રે લેજો
ખરે ટાણે મારી ખબરૂ રે લેજો (કોરસ)
હા દયા નો દરીયો ખોડલ માવડી
સુખ નો સાગર ખોડલ માવડી
દુ:ખીયા ની તારણહાર કે જગમા
જગ માં માડી તારો જય જયકાર (૨ કોરસ)

હે અરજ અમારી ઉરમા ધરજો
ભવસાગર અમને પાર રે ઉતારજો
ભવસાગર અમને પાર રે ઉતારજો (કોરસ)
હા ખોટું ભરાય જો પગલું ખોડલ
આવીને  આઈ તમે અમને અટકાવજો
આવીને  આઈ તમે અમને અટકાવજો (૨)
હા મગર વાળી માં માંગું એટલું
દયાળી દેવી મા આપજો એટલું
રાખજો કૂળ ની રે લાજ કે જગમાં
જગ માં માડી તારો જય જયકાર (૨ કોરસ)
જગ માં માડી તારો જય જયકાર (૨ કોરસ)

હે ખોડલ ખમકારી કાગવડ વાળી
ખોડલ ખમકારી કાગવડ વાળી
કરતી સૌની રખવાળી
પરગટ પરચાળી દેવી દાઢાળી
દૈત્યો ને તું હણનારી
કરે ત્રિશૂલ ધારી ભેળીયા વાળી
લોબડીયાળી મમતાળી
મગર અસવારી શોભે રૂપાળી
ખમ્મા ખમ્મા ખોડલ માડી રે
તને ખમ્મા ખમ્મા ખોડલ માડી રે
તને ખમ્મા ખમ્મા ખોડલ માડી રે

બાપ ની લાડકડી

ગીત: બાપ ની લાડકડી
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

બાપ ની લાડકડી ને માતા ની મીઠવડી
એજી પિયરયું છોડી ને સિધાવે સાસરીયે
સુખ ની મળે જો ન સેજ રે
બળે દુખ નો દાવાનળ
પણ દુનિયા ની છે આ રીત
સોહાગણ શોભે સાસરીયે (૨)

દુખડાં એ ખમી ને એ સાસરીયા ને સોભાવે
બાપ નાં કૂળ ને દિકરી દિપાવે
નારાયણી થઈ ને નારી જગત માં
સંસાર સાગર માં નાવ ને હંકારે
મેરૂ રેે સરીખું દેખે દુ:ખ તોયે
રજ રે સરીખું એનેય માને
આસુંડાં પીને નિભાવે રીત
સોહાગણ શોભે સાસરીયે (૨)

સેજલ સરજુ

બેનર: જી એન ફિલ્મ્સ
ફિલ્મ: સેજલ સરજુ
વર્ષ: ૨૦૦૫
કલાકાર: હિતેન કુમાર, ચાંદની, દેવેન્દ્ર પંડીત, રમેશ મહેતા, મયુર વાંકાણી
કથા: મુકેશ માલવણકર
પટકથા: ગોવિંદભાઈ પટેલ,  મુકેશ માલવણકર
સંવાદ: મુકેશ માલવણકર
ગીત: ચંદ્રકાંત સોલંકી, જયેશ બારોટ, શાંતીભાઈ માંડલીયા
સંગીત: બ્રીજ જોશી
સંકલન: અનીલ પાટીલ
કેમેરામેન: મહેશ જી શર્મા
નિર્માતા: ગોવિંદભાઈ પટેલ
દિગ્દર્શક: ગોવિંદભાઈ પટેલ

વેણું માં વિરડો

ગીત: વેણું માં વિરડો
ફિલ્મ: સેજલ સરજુ

એ મજબૂત રાખો મન ને
અને મારૂ હૈયું રહે નહિ હાથ માં
જેદિ એ હતો સઘળું હતું
મારૂ સુખ એની સાથ માં
એ હવે મજબૂર જીવવું રહ્યું
અને મને નેણે નિંદરાં ના આવતી
એ પરદેશી ખોયો પાદરે
મને યાદ સરજુ આવતો (૨)
એ પળ પળ સાજણ સાંભરે
અને આંંસું આંસું વહે મારી આંખ માં
જેદિ હતી સઘળું હતું
જનમો જનમ ની સાથ માં
હવે હૈયાં માં સળગી હોળીયું
અને કાળજા માં કટારી વાગતી
એ પાદર ગુમાવી પદમણી
મને યાદ સેજલ આવતી (૨)

વેણું માં વિરડો ગાળતી તી રે (૨)
ઘેલડિયા રે રબારી (હો) (૨)
ખોબલે પાણી પાતી તી (મને) (૨)
ઘેલુડી રે રબારણ (૨)
વેણું માં વિરડો ગાળતી તી રે (૨)
ઘેલડિયા રે રબારી (હો) (૨)

પણ નેણે, નેણે તજી નિંદરાંં અરે ભાવતાય તજ્યા ભાવ
પણ પાગલ, એ પાગલ થઈ ને પરવરૂ
અરે રે (મારા વહમાં દિને રાત) (૨)
ખેતરે ભાત લઈ આવતી તી (હું) (૨)
ઘેલડિયા રે રબારી (૨)
હો તારા હાથે મુને ખવરાવતી
ઘણા ભાવ થી મને ખવરાવતી રે
ઘેલુડી રે રબારણ (હો) (૨)

વેણું માં વિરડો ગાળતી તી રે (૨)
ઘેલડિયા રે રબારી (હો) (૨)
પણ પળ પળ પદમણી સાંભરે
અરે વળી હૈયું હલ બલ થાય
પણ જળ થળ માં (૨) જીવ ના ઠરે
એ મારે દાવાનળ દલમાય (૨)
પંડ ના પાથરણા પાથરતી (મારા) (૨)
ઘેલડિયા રે રબારી (હો) (૨)
ઓ તારા ઉર ના ઓચિંકે સુવરાવતી
તારા ઉર ના ઓચિંકે પોઢાડતી રે
ઘેલુડી રે રબારણ (હો) (૨)
વેણું માં વિરડો ગાળતી તી રે (૨)
ઘેલડિયા રે રબારી (હો) (૨)
ખોબલે પાણી પાતી તી (મને) (૨)
ઘેલુડી રે રબારણ (૨)
હો ઘેલડિયા રે રબારી
હો ઘેલુડી રે રબારણ
હો ઘેલડિયા રે રબારી

ઊંચા ઊંચા રે દાદા

ગીત: ઊંચા ઊંચા રે દાદા
ફિલ્મ: સેજલ સરજુ
 
હે વ્હાલ સોઈ મારી બેનડી
અને એવા મીઠા એના બોલ
હે એવા ઊંચા ગઢ ના કાંગરે
એ દાદા વગડાવો ને ઢોલ
એ ભેળા રમી મોટા થયા
અને ગમતા ગીતડાં ગાય
હે આજ ઊંચા ગઢ ના કાંગરે
એ દાદા વગડાવો શરણાય
હે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો (૨)
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં (૨)
ગઢ રે ચડી ને મારા બેની બાએ જોયું (૨)
કેટલેક આવે વરરાજયો (૨)
હે આજ ઊંચા ગઢ ના કાંગરે
એ દાદા વગડાવો શરણાય
હે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો (૨)
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં (૨)
કોઠીયું ના ઘઉં બેની તારી જાને ખુટવાડ્ય (૨)
તોય ના રીજ્યો વર રાજ્યો (૨)
નદીયું ના નીર બેની તારી જાને ખુટવાડ્યાં (૨)
તોય ના રીજ્યો વર રાજ્યો (૨)
હે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો (૨)
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં (૨)
માડવિયો ગોળ બેની તારી જાને ખુટવાડ્યો(૨)
તોય ના રીજ્યો વર રાજ્યો (૨)
જાડેરી જાન બેની આવી માંડવડે (૨)
ઘોડા ની ઘમરે વર રાજ્યો (૨)
હે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો (૨)
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં (૨)
ગઢ રે ચડી ને મારા બેની બાએ જોયું (૨)
કેટલેક આવે વરરાજયો (૨)
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં
કેટલેક આવે વરરાજયો
એથી ઊંચા રે ગઢ ના કાંગરાં

આતો દલડાં કેરી વાત

ગીત: આતો દલડાં કેરી વાત
ફિલ્મ: સેજલ સરજુ

હાય રે હોય રે આતો દલડાં કેરી વાત
હાય રે હોય રે આતો ભવ ભવ કેરો સાથ
હે સેજલ હાલે સરજુ સંગે પ્રીત નગર વાટ રે
અરે હાય રે હોય રે આતો ભવ ભવ કેરો સાથ
કે હાય રે હોય રે આતો દલડાં કેરી વાત
હે સાથે જીવશું સાથે મરશું પ્રીત નગર ની વાટ રે
એ હાય રે હોય રે આતો દલડાં કેરી વાત

એ ભલે આવે ને કાંટાળી વાડ
તોય છોડું ના તારો સંગાથ (૨)
હે જોજે ભૂલે ના ગોરી આ દિધેલા કોલ
જોજે વિસરે ના ગોરી આ અણમોલા બોલ
હે તને સોપ્યો છે મહેંદી ભરેલો મારો હાથ
હાય રે હોય રે આતો ભવ ભવ કેરો સાથ
હાય રે હોય રે આતો દલડાં કેરી વાત
હે સેજલ હાલે સરજુ સંગે પ્રીત નગર વાટ રે
એ હાય રે હોય રે આતો દલડાં કેરી વાત

હે આતો જુગ જુગ ની આપણી છે પ્રીત
ઓ મારા મનડાં ના માનેલા મીત (૨)
હે ભલે વેરી નાં વાદળ ઘેરી વળે
તોય પ્રીત નો ચાંદલીયો ચમક્યા કરે
સાચી પ્રીત્યુ ની જગ માં સદાય થાશે જીત
હાય રે હોય રે આતો ભવ ભવ કેરો સાથ
હાય રે હોય રે આતો દલડાં કેરી વાત
હે સેજલ હાલે સરજુ સંગે પ્રીત નગર વાટ રે
અરે હાય રે હોય રે આતો ભવ ભવ કેરો સાથ

કે હાય રે હોય રે આતો દલડાં કેરી વાત
હે સાથે જીવશું સાથે મરશું પ્રીત નગર ની વાટ રે
એ હાય રે હોય રે આતો દલડાં કેરી વાત
એ હાય રે હોય રે આતો દલડાં કેરી વાત

હૈયે રાખી હામ

ગીત: હૈયે રાખી હામ
ફિલ્મ: સેજલ સરજુ
એ હૈયે રાખી હામ છોરા ઉમટ્યા ગામો ગામ
મેળે જાવું છે (૨)
મારે જાજા કામ મારૂ લેતી નય તું નામ
કે મેળે જાવું છે
હાલ ને છોરા હાલ મેળે જાવું છે
એ હૈયે રાખી હામ ચોરા ઉમટ્યા ગામો ગામ મેળે જાવું છે (૨)
ગામ ના મણીયારા રૂડી ચુડલી લઈ આવ્યા જો (૨)
દેશ રે પરદેશે જેની ચુડલી વખાણી જો
હે ચુડલા ની નથી હામ મારે ચિતરાવું છે નામ મેળે જાવું છે
ભલે છોરા હાલ મેળે જાવું છે
એ હૈયે રાખી હામ ચોરા ઉમટ્યા ગામો ગામ મેળે જાવું છે (૨)
હે ગામ નાં સોનીડા રૂડી જાંજરીયું લઈ આવ્યા જો (૨)
દેશ રે પરદેશે જેની જાંજરીયું વખાણી જો
એ જાંજર ની નથી હામ મારે ચિતરાવું છે નામ મેલે જાવું છે
હાલ ને છોરા હાલ મેળે જાવું છે
એ હૈયે રાખી હામ ચોરા ઉમટ્યા ગામો ગામ મેળે જાવું છે (૨)
હે વાગે જેદી ઢોલ ગોરી તેદી આપુ બોલ જો
પરણી ને લઈ જાવું તને મારે ઊંચે મોલ જો
હે પણવાની નથી હામ મારે ચિતરાવું તારૂ નામ મેળે જાવું છે
હાલ ને છોરા હાલ મેળે જાવું છે
એ હૈયે રાખી હામ ચોરા ઉમટ્યા ગામો ગામ મેળે જાવું છે (૨)
હે મારે જાજા કામ મારૂ લેતી નય તું નામ
કે મેળે જાવું છે
હાલ ને છોરા હાલ મેળે જાવું છે
એ હૈયે રાખી હામ ચોરા ઉમટ્યા ગામો ગામ મેળે જાવું છે (૨)
હાલ ને છોરા હાલ મેળે જાવું છે (૨)

મારે પેન્ટવાળા ને

ગીત: મારે પેન્ટવાળા ને
ફિલ્મ: સેજલ સરજુ

ગોતી ગોતી ને થાકી અને સંતાણો ક્યા ચોર
સરજુ સરજુ હુ કરુ અને ગોતુ ચારે કોર
સરજુ ને હોય જો ગોતવો તોતો જબરૂ જોઈએ જોર
સેજલ તુતો થાકી ગઈ નિકળી તુ કમજોર

અે મારે સૂટવાળા ને પૈણવુ છે
આ કેડયા વાળો ગમતે નથી (૨ કોરસ)
હે ભોળી ભોળી (૩) ફટાકડી ને પૈણવુ છે
આ ફેસન માં ફાટેલી ગમતી નથી (૨ કોરસ)
અે મારે સૂટવાળા ને પૈણવુ છે
આ કેડયા વાળો ગમતે નથી (૨ કોરસ)

લવર મુછાળા જુવાનીયા અને કેવોો મુંછે આપે વટ
રૂપાળી મારી બેનડીયું એની વાયરે ઉડે લટ
એ મારે અંગ્રેજી (૩) બોલી બોલવીતી
આ અભણ ગામડિયો ગમતો નથી
હે મારે ભોળી ફટાકડી ને પૈણવુ છે
આ ફેસન માં ફાટેલી ગમતી નથી (૨ કોરસ)
અે મારે સૂટવાળા ને પૈણવુ છે
આ કેડયા વાળો ગમતે નથી (૨ કોરસ)

એ લટકા કરે લાલી કરે અને આગળ થી કપાવે કેશ
ચશ્મા પહેરી નેે સાળા કરે એનું મોઢું કાળુ મેશ
હે રૂડી રૂડી (૩) પદમણી ને પૈણવું છે
આ ફેસન માં ફાટેલી ગમતી નથી (૨ કોરસ)
અે મારે સૂટવાળા ને પૈણવુ છે
આ કેડયા વાળો ગમતે નથી (૨ કોરસ)

હે દાંત વગર ની ડોહલી જો ને કેવું પાન ખાય
ચોગઠું એનું ચોંટી ગયું ઓલ્યા જુવાનીયા સરમાય
એ મારે સરજુ ની (૩) હારે પૈણવું છે
બીજા જુવાનીયા ગમતા નથી (૨ કોરસ)
અે મારે સેજલ ની હારે પૈણવું પૈણવું છે
એના વિના આ જગ માં ગમતું નથી (૨ કોરસ)
અે મારે સૂટવાળા ને પૈણવુ નથી
આ કેડયા વાળો બહુ રે ગમે (૨ કોરસ)
અે મારે સૂટવાળા ને પૈણવુ નથી
આ કેડયા વાળો બહુ રે ગમે (૨ કોરસ)

ઘુઘરીયાળો ઘાઘરો

ગીત: ઘુઘરીયાળો ઘાઘરો
ફિલ્મ: સેજલ સરજુ

હે ઘુઘરીયાળો ઘાઘરો ને એમાં ટાક્યા છે મોર (૨)
સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર (૨)
હે ઉડે તારી ઓઢણી આ જોને જાકમ ઝોળ (૨)
સેજલ મારી સાજણા મારા કાળજા ની કોર (૨)
સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર

નાચે મારૂ મનડું ને નાચે આ જોબન
હાલક ડોલક થાય મારૂ ગોરૂ ગોરુ તન (૨)
પ્રિત્યું ના ઘેન માં ઘેરાણી તારી આંખડી
તારા આ હોઠ જાણે ફુલ કેરી પાંખડી
કોયલ ટહુકે ને કાપે કાળજડાં ની કોર
ઓ સેજલ ઓ સરજુ
ઓ સજની ઓ સાયબા
બાંધી તારા સંગ મેંતો જીવતર કેરી દોર
હે પ્રીત માં રંગાણીી તારા પાલવડાં ની કોર
ઘુઘરીયાળો ઘાઘરો ને એમાં ટાક્યા છે મોર
હે ઉડે તારી ઓઢણી આ જોને જાકમ ઝોળ
સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર
સેજલ મારી સાજણા મારા કાળજા ની કોર

કેડ મારી પાતળી ને જોબન મારૂ ભારે
સોળ સજી શણગાર સરજુ આવું તારી હારે (૨)
હે ફુલી ને ફાલી તારી કાયા કેરી વેલડી
શાને શરમાય ઓ મારી ઢળકંતી
જીરવું જીરવાય નહિ આ જોબનીયા નું જોર
ઓ સેજલ ઓ સરજુ
ઓ સજની ઓ સાજન
મીઠા લાગે બોલ તારા નાચું ઓળ ઘોળ
ઓરેે ગોરાંદે આવું ઘેલું તું ના બોલ
ઘુઘરીયાળો ઘાઘરો ને એમાં ટાક્યા છે મોર
સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર (૨)
હે ઉડે તારી ઓઢણી આ જોને જાકમ ઝોળ (૨)
સેજલ મારી સાજણા મારા કાળજા ની કોર
સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર
હો સેજલ મારી સાજણા મારા કાળજા ની કોર
હે સરજુ મારો સાયબો મારા ચિતડાં નો ચોર

મોજ માં રેવું

ગીત:મોજ માં રેવું
ફિલ્મ:લવારી

મોજ માં રેવું મોજ માં રેવું મોજ માં રેવું રે (૨)
સુખ આવે કે...(૨) દુ:ખ ના ભાગી
સુખ આવે કે દુ:ખ નાં ભાગી કરતા રેવું રે
મોજ માં રેવું મોજ માં રેવું મોજ માં રેવું રે (અરે ભાઈ)
(૨)

વાત બની શું વાત રે કોઈ વાત નાં જાણે રે
વિતે જેની પર એકલો જાણે બીજો શું જાણે રે
દિલ આ દઈ ને..(૨) દિલ થી દિલ ને લુટતા રેવું રે
મોજ માં રેવું મોજ માં રેવું મોજ માં રેવું રે (અરે ભાઈ)
(૨)

રાહ જોઈ ને રાહિ ઉભો તો રાહ માં તારી રે
જીવન જાશે મારૂ હવે બસ તારી ચાહ માં રે
મધ દરિયે જઈ...(૨) મોજ દરિયા ની લુટતા રેવું રે
મોજ માં રેવું મોજ માં રેવું મોજ માં રેવું રે (અરે ભાઈ)
(૨)

પ્રેમ માં છે રે વાસ પ્રભુ નો સૌ કોઈ જાણે રે
પ્રેમ છે સૌની પ્યાસ એને સૌ જ્ઞાની વખાણે રે
પ્રગટે જયારે..(૨) પ્રેમ ની હોળી બળતા રેવું રે
મોજ માં રેવું ભઈલા
મોજ માં રેવું મોજ માં રેવું મોજ માં રેવું રે

મૈયર માં મનડું નથી લાગતું- ભાગ ૨



બેનર: ગાગાંણી ફિલ્મ પ્રોડક્શન
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું- ભાગ ૨
વર્ષ: ૨૦૦૮
કલાકાર: હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી, ગુંજન કપૂર, અરૂણ રાજ્યગુરૂ,  કમલેસ પાંધી, જીતુભાઈ દ્વારકાવાળા જીગ્નેશ મોદી, કેસ્ટો ઈકબાલ, જીતુ પંડ્યા, ઘનશ્યામ લાખાણી
કથા: જસવંત ગાંગાણી
પટકથા: જસવંત ગાંગાણી
સંવાદ: જસવંત ગાંગાણી,અતુલ મકવાના
ગીત: જસવંત ગાંગાણી
સંગીત: ગૌરંગ વ્યાસ
સંકલન: નિલેશ ગાવંડ
કેમેરામેન: રફીક લતિફ શેક
નિર્માતા: જસવંત ગાંગાણી
દિગ્દર્શક: જસવંત ગાંગાણી

મોરલીયો બોલે રે

ગીત: મોરલીયો બોલે રે
ફિલ્મ:મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨

કે મોરલીયો બોલે રે (૨)
હે... પાલવ નાં છેડલે છલકાતા બેડલે ફાગણ નાં ફુલડે હો
કોયલડી ટહુકે રે (હો)(૨)
હે મિઠી રાતડીએ છાની વાતડીએ વેલી પરોઢીયે હો
મોકલાયો બોલે રે
હા કોયલડી ટહુકો રે

હો તારા તે નામ ના આવે રે શમણા
આખી રાતલડી રે કે અલ્યા આખી રાતલડી રે
હે પાપણ ના છાયડે અંતર નાં ઓરડે
રાખુ રૂપલડી રે કે તને રાખું રૂપલડી રે


હા તારા તે નામ ના આવે રે શમણા
આખી રાતલડી રે કે અલ્યા આખી રાતલડી રે
હે પાપણ ના છાયડે અંતર નાં ઓરડે
રાખુ રૂપલડી રે કે તને રાખું રૂપલડી રે
હે વાલા ની વાત નો કસુંબી પ્રીત નો ઘડુલો છલકે રે
કોયલડી ટહુકે રે
કે મોકલીયો બોલે રે

હા... જાનું જોડાવો ઘોડલીયે આવો
મારે તે ગામડે રે કે વાલા મારે તે ગામડે રે
હે લગન લખાવો સામૈયા લાવો
પાદર ને પીપળે રે એ ગોરી પાદર ના પીપળે રે


એ હવે જાનું જોડાવો ઘોડલીયે આવો
મારે તે ગામડે રે  એ... મારે તે ગામડે રે
હે લગન લખાવો સામૈયા લાવો
પાદર ને પીપળે રે હે તારા પાદર ના પીપળે રે
હે કમખા ની કસ માં બાધ્યું જોબનીયું મિઠેરૂ મલકે રે
કોયલડી ટહુકે રે
કે મોકલીયો બોલે રે

સાત સાત રંગ ની

ગીત:સાત સાત રંગ ની
ફિલ્મ:મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨

સાત સાત રંગ ની (૨) જનમો જનમ ની
ઓઢી મે ઓઢી રૂપાળા તારી ચુંદડી
ઓઢી મે ઓઢી અલબેલા તારી ચુંદડી
એ કસુંબલ ભાત ની (૨) અજવાળી રાત ની
ઓઢી તે ઓઢી સાજણ મારી ચુંદડી
ઓઢી મે ઓઢી સાયબાજી તારી ચુંદડી

ચાંદો સૂરજ કે નોતા સિતારા
નોતા સાગર જયા નોતા કિનારા
હતા પગલા અમારા રાજ હો... માણારાજ (૨)
કે ભવો તે ભવ ના આ સથવારા
વિધિ એ લખ્યા તારા ને મારા
તોડ્યા કદિ ના તૂટે રાજ હો... માણારાજ
કે હૈયા કેરા હાટ ની (૨) સુવાળા સંગાથ ની
ઓઢી તે ઓઢી મદમીઠી મારી ચુંદડી
ઓઢી મે ઓઢી સાજણ તારી ચુંદડી

હે માન મોભા નો ઘુંઘટ તાણું
નાર નવેલી થઈ ને આવું
કુમ કુમ પગલી પાડું રાજ હો... માણારાજ (૨)
હે સાગ સીસમ નો ઢોલીયો ઢાળુ
મન ના માળે બાંધી ને રાખું
દલડાં ની ડેલી એ રાજ હો... માણારાજ
કે રાધાજી ના શ્યામ ની (૨) સીતાજી ના રામ ની
ઓઢી મે ઓઢી નવલખી તારી ચુંદડી
ઓઢી મે ઓઢી અલબેલા તારી ચુંદડી
કસુંબલ ભાત ની અજવાળી રાત ની
ઓઢી તે ઓઢી સાજણ મારી ચુંદડી
ઓઢી મે ઓઢી વાલમ તારી ચુંદડી

સાંભળ સાંવરીયા

ગીત:સાંભળ સાંવરીયા
ફિલ્મ:મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨

હે સાંભળ સાવરીયા નણદલ ના ભઈલા (૨)
મારી રાતલડી ની નિંદરડી મો તું નખરાળા ચોર       ચોર ચોર છે
સાવરીયા મૈયર માં મનડું નથી લાગતું (૨)         
કે સાંભળ રૂપલડી સાળી ની બેનલડી (૨)                 મારી આંખલડી વસનારી તુ કાળજડા ની કોર           કોર કોર છે
સાજણીયા મૈયર માં કા મનડું નથી લાગતું
કે સાવરીયા મૈયર માં હવે મનડું નથી લાગતું

હો પળ પળ મારી આંખડીયું દેખાતો તું દેખાતો તુ
ગાંડી ઘેલી થઈ ને ફરૂ ના સૂજે શુંં કરૂ
હો હો હો ના સૂજે શું કરૂ
હો સોળ વરસ નું રાતુ જોબન મલકે મીઠું
પાલવ ઢાંકો પાતલડી મારા હૈયા ને હરતું
કે પળ પળ મારી આંખડીયું દેખાતો તુંં
ગાંડી ઘેલી થઈ ને ફરૂ ના સૂજે શુંં કરૂ
આ સોળ વરસ નું રાતુ જોબન મલકે મીઠું
પાલવ ઢાંકો પાતલડી મારા હૈયા ને હરતું
હો હો હો મારા હૈયા ને હરતું
મા આવે નિંદરડી કે તરસે આંખલડી (૨)
જટ લઈ જાને ઓ લટકાળા મારૂ ચિતડું થયુ             ચકોર કોર કોર રે
સાવરીયા મૈયર માં મનડું નથી લાગતું
કે ગોરલીયા મૈયર માં મનડું નથી લાગતું

હે પિતળશાળી પગ મા રણકે કડલા ની જોડ કડલા ની જોડ
સુવાળા હાથો ને જાગ્યા મહેંદિ કેરા કોડ
હો હો હો જાગ્યા મહેંદિ કેરા કોડ
આંગણીયે વગડાવું ગોરી શરણાયું ઢોલ
પાનેતર ઓઢાડી પૂરા કરશું રે કોડ
હે પિતળશાળી પગ મા રણકે કડલા ની જોડ
સુવાળા હાથો ને જાગ્યા મહેંદિ કેરા કોડ
હે આંગણીયે વગડાવું ગોરી શરણાયું ઢોલ
પાનેતર ઓઢાડી પૂરા કરશું રે કોડ                           પૂરા કરશુંં રે કોડ
કે વારો વાલમીયા સુણોજી નાહુલીયા(૨)
મારા મન નું પંખી મતવાલું થઈ કરતું મસ્ત                 કિલોલ લોલ લોલ રે
સાવરીયા મૈયર માં મનડું નથી લાગતું             
હા સાજણીયા મૈયર માં તારૂ મનડું નથી લાગતું

સોના રૂપા ના પારણીયા માં

ગીત: સોના રૂપા ના પારણીયા માં
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨

સોના રૂપા ના પારણીયા માં
પોપટ લાકડી ઘુઘરીયાળા (૨)
હિર ની દોરી હાલા રૂપાળા
સુર કસુંબલ કેસરીયાળા
હે તમે મારા દેવ દુલારા રે
તમે ભગવાન ને વાલા રે (૨)
હુલુ લુ લુ હા....
પોઢો મારા પ્રાણ દુલારા રે
હુલુ લુ લુ હા....
ઝુલો મારી આંખ ના તારા રે
પોઢો મારા પ્રાણ દુલારા રે

નંદ ઘેર રૂડો

ગીત: નંદ ઘેર રૂડો
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨

વાગે ઢોલ ને પખાલ નાચે સંગે નર નાર
રૂડી આઠમ ની અંજવાળી રાત
હે ખમ્મા ખમ્મા ખમ્મા મારા કિશન ગોપાલ

હે નંદ ઘેર રૂડો આનંદ રે સવાયો (૨ કોરસ)
હે નંદ ઘેર રૂડો આનંદ રે સવાયો (૨ કોરસ)
હે આઠમ ની અધરાતે આવ્યો કુંવર કાન ઉડે ગુલાલ
 હે નંદ ઘેર રૂડો આનંદ રે સવાયો (૨)

હે આયો આયો મોહન ઘનશ્યામ
રૂપાળો મારો લાલ આયો રે કાનો આયો રે (૨ કોરસ)
કે તમે જીવો હજારો સાલ
કે નટકટ લાલ આયો રે કાનો આયો રે (૨ કોરસ)

હે મીઠાં મીઠાં લાગે તારા પાવા ના સૂર (૨ કોરસ)
આ મનડું થઈ મોરલીયો ગાતું મધુર (૨ કોરસ)
હે મટકી ફોડી ને ઢોળે માખણ દૂધ તોય ગમતો ગોપાલ
હે નંદ ઘેર રૂડો આનંદ રે સવાયો (૨ કોરસ)

કે ઝુલો ઝુલો પારણીયે આજ
ઝુલાવે દાદી માત પારણીયે ઝુલો રે (૨ કોરસ)
હે તારા આવ્યા નો આનંદ અપાર
ઝુલો કિશન લાલ પારણીયે ઝુલો રે (૨)

હે વાલો વાલો લાગે મને માખણ નો ચોર (૨ કોરસ)
હે કાલુ કાલુ બોલી હૈયું હરતો કિશોર (૨ કોરસ)
હે હૈયા લેતા હિલોળા પ્રિત્યું ની સંગ રંગ ફાગણ નો ફાલ

હે નંદ ઘેર રૂડો આનંદ રે સવાયો (૨ કોરસ)
હે આયો આયો મોહન ઘનશ્યામ
રૂપાળો મારો લાલ આયો રે કાનો આયો રે (૨ કોરસ)
કે તમે જીવો હજારો સાલ
કે નટકટ લાલ આયો રે કાનો આયો રે (૨ કોરસ)
હે નંદ ઘેર રૂડો આનંદ રે સવાયો (૨)

એ હેન્ડ ને છોડી ઝમકુડી

ગીત: એ હેન્ડ ને છોડી ઝમકુડી
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨

એ હેન્ડ ને છોડી ઝમકુડી મેહોણા ગોમ માં જઈએ રે
અલ્યા ન્યા શું તારા બાપ નું ડાટ્યુું છે
હે મેહોણા ગામ માં મેળો ભરાયો મેળા ની મોજુ માણીએ રે
જાજા મારા રોયા તારી જોડે નય હેન્ડુ નય હેન્ડુ નય હેન્ડુ

હે હેન્ડ ને છોડી મેહોણા ગામ માંં મેળો તે માણવા જઈએ રે (૨ કોરસ)
એ મેળા ની મોજુ ભેળા રે માણશું
જીવતર નો લાવો લઈએ રે અલી લેંબુડી
હે હેન્ડ ને છોડી મેહોણા ગામ માંં મેળો તે માણવા જઈએ રે
હે નય રે હેન્ડુ હું તો નય રે હેન્ડુ તારી હારે લેબુડા નય રે હેન્ડુ
અલ્યા નય રે હેન્ડુ હું તો નય રે હેન્ડુ તારી હારે લેબુડા નય રે હેન્ડુ
તું છે દારૂડીયો અલ્યા તુ છે જુગારીયો (૨)
હે તારી વાતો માં મુવા નહિ આવું અલ્યા લેંબુડાં
હે હેન્ડ ને છોડી મેહોણા ગામ માંં મેળો તે માણવા જઈએ રે

એ કેતો રે ઝમકું તને પાટણ લઈ જાવું (૨)
પાટણ ગોમ ના પટોણા લઈ આલુ (૨)
એ પાટણ ગોમ મારા કમખે છે
જોબન ના જટકે બધા લટકે છે
પટોણા હોર નાર ઊભા કતાર મા (૨)
તારૂ તે ગજ અહિયા નય વાગે અલ્યા લેંબુડા
હે હેન્ડ ને છોડી મેહોણા ગામ માંં મેળો તે માણવા જઈએ રે

એ કેતો રે ઝમકુ તને ડિસા લઈ જાવું (૨)
ડિસા તે ગોમ માં તને ફિલ્મ બતાવું (૨ કોરસ)
સાવ મુવો ખોટો છે
તારા ગળા ના સમ
હા તો સય સય ફિલમ દેખાડીશ?
સય સય જોવી છે?
હે મૈયર માં મનડું નથી લાગતું
મન સાયબા ની મેડીએ ગમતું (૨)
હેન્ડ છોરા હેન્ડ ને જટ રે દેકાડ ને (૨)
હે મૈંતો પાલવડે બાંધી પ્રીતડી રે અલ્યા લેંબુડાં

દયો ને દાદા દયો

ગીત: દયો ને દાદા દયો
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨

દયો ને દાદા દયો અમને એવો રે કરિયાવર દયો (કે)(૨)
કે સુખ દુ:ખ નાં સંગ્રામ સામે જીતે અમારૂ જીવતર જો (૨ કોરસ)
એ દાદા એવો રે કરિયાવર
એ દયો ને એવો રે કરિયાવર દયો
દાદાજી હો દાદાજી

એ સાંભળ મારી લાખેણી દિકરી
સંસ્કારો ની તુંં છે ગાગરડી (૨)
દાદા દેશ ની એક જ મૂડી
ઉજલી રાખજે  તું મારી પાઘલડી
ડગલે પગલે દિવા કરી ને દિપાવજે બેઉં કૂળ
ઓ દિકરી ઉજાળજે બેઉં કૂળ
ઓ લાડલી આજ છે તારો કરિયાવર
દાદાજી હો દાદાજી (૨)

મૈયર માં મનડું નથી લાગતું

બેનર: ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન
ફિલ્મ:  મૈયર માં મનડું નથી લાગતું
વર્ષ: ર૦૦૧
કલાકાર: હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી, દેવેન્દ્ર પંડિત, અરવિંદ ત્રિવેદી, જૈમીની ત્રિવેદી, કેશ્ટો ઈક્બાલ, દિનેશ લાંબા
કથા: જસવંત ગાંગાણી
પટકથા: જસવંત ગાંગાણી
સંવાદ: અરવિંદ બારોટ, જસવંત ગાંગાણી,ચંદ્રેશ ભટ્ટ
ગીત: જસવંત ગાંગાણી
સંગીત: ગૌરંગ વ્યાસ
સંકલન: યુસુફ શેખ
કેમેરામેન: રફીક લતિફ શેખ
નિર્માતા: જસવંત ગાંગણી
દિગ્દર્શક:જસવંત ગાંગાણી

મીઠાં વગર નાં અણવર ને

ગીત: મીઠાં વગર નાં અણવર ને
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું

આ મીઠાં વગર ના અણવર ને માંડવડે કોણ લાવ્યું રે
આ મીઠાં વગર ના અણવર ને માંડવડે કોણ લાવ્યું રે
હે એતો પૂંછડા વગર નો પાડો રે માંડવડે કોણ લાવ્યું રે
હે એતો પૂંછડા વગર નો પાડો રે માંડવડે કોણ લાવ્યું રે
હે તારા બાપે લખી કંકોતરી રે તમે લઈને આવો જાનું રે
તારા બાપે લખી કંકોતરી રે તમે લઈને આવો જાનું રે
હે સુણ ભગરી ભેંસ ની પાડી રે તમે લઈ ને આવો જાનું રે
સુણ ભગરી ભેંસ ની પાડી રે તમે લઈ ને આવો જાનું રે
આ મીઠાં વગર ના અણવર ને માંડવડે કોણ લાવ્યું રે
તારા બાપે લખી કંકોતરી રે તમે લઈને આવો જાનું રે

હે અણવર ને હડકવા હાલ્યો માંડવ્યું હંભાળજો
અણવર ને હડકવા હાલ્યો માંડવ્યું હંભાળજો
હે ઈતો વેહ વેહ કરતો ફરે માંડવ્યું હંભાળજો
ઈતો વેહ વેહ કરતો ફરે માંડવ્યું હંભાળજો
હે એને અવળો જાલો કે અેને સવળો જાલો
એને અવળો જાલો કે અેને સવળો જાલો
હે એને અઢાર ઈંજેક્શન મુકાવો માંડવ્યું હંભાળજો
એને અઢાર ઈંજેક્શન મુકાવો માંડવ્યું હંભાળજો
હે થઈ માંડવડે કુતરી ગોંડી જાનૈયા હંભાળજો
થઈ માંડવડે કુતરી ગોંડી જાનૈયા હંભાળજો
હે ઈતો ભરેલ મરચા લેતી જાનૈયા હંભાળજો
ઈતો ભરેલ મરચા લેતી જાનૈયા હંભાળજો
હે એની પૂંછડી જાલો ને પછી ગૂણ માં ઘાલો
એની પૂંછડી જાલો ને પછી ગૂણ માં ઘાલો
હે એને ઊંડા કૂવા માં પધરાવો જાનૈયા હંભાળજો
એને ઊંડા કૂવા માં પધરાવો જાનૈયા હંભાળજો
હે અણવર ને હડકવા હાલ્યો માંડવ્યું હંભાળજો
હે થઈ માંડવડે કુતરી ગોંડી જાનૈયા હંભાળજો

બોલાવો રે બોલાવો (૨)
હે વર ની માં ને બોલાવો રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
વર માંગે વચ્ચે ખાવા રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
વર ની મા ગઈ છે દોવા રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
વર નો બાપ બેઠો રોવા રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
હે વર ની માં ને બોલાવો રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
હે વહુ ની કાકી ને બોલાવો રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
કાકી ગઈ છે પાડો દોવા રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
હે પાડે માર્યું પાટુ રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
ભાંગી ગ્યું એનું ઠાઠુ રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
હે વર ની માં ને બોલાવો રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
હે વહુ ની કાકી ને બોલાવો રે
ઘુંમરીયું રે ઘુંમરીયું
ઘુંમરીયું રે ઘુંમરીયું (૨)

હે આંટા વગર નાં અણવર ને અપ ઘડિયે પાછો કાઢો રે
આંટા વગર નાં અણવર ને અપ ઘડિયે પાછો કાઢો રે
હે વર ની સાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે
વર ની સાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે
અરે નાક વગર નો જ્યાં ત્યાં ફરતો ભાન વગર નો ઢાંઢો રે
હે નાક વગર નો જ્યાં ત્યાં ફરતો ભાન વગર નો ઢાંઢો રે
હે તારા જેવી છોડી મળે તો મટુ હવે થી વાંઢો રે
તારા જેવી છોડી મળે તો મટુ હવે થી વાંઢો રે
જા જા આંટા વગર નાં અણવર ને અપ ઘડિયે પાછો કાઢો રે
હે આંટા વગર નાં અણવર ને અપ ઘડિયે પાછો કાઢો રે
હે ઓલી વર ની સાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે
વર ની સાળી વંઠેલી નળિયે થી નાક વાઢો રે
અપ ઘડિયે પાછો કાઢો રે
નળિયે થી નાક વાઢો રે
અપ ઘડિયે પાછો કાઢો રે
નળિયે થી નાક વાઢો રે
અપ ઘડિયે પાછો કાઢો રે
નળિયે થી નાક વાઢો રે

આવી રૂડી આંબલીયા ની

ગીત: આવી રૂડી આંબલીયા ની
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું

આવી રૂડી આંબલીયા ની ડાળ
હિંચકો રે બાંધ્યો હિર નો માણારાજ (૨)

હે દાદા તમારે દેવું હોય તે દેજો રે
દાદા તમારે દેવું હોય તે દેજો રે (૨)
અમારે જાવું વેગળું રે માણારાજ (૨)
હે દાદા એ દિધા કાળજડાં નાં દાન રે (૨)
દિકરી ને હેતે વળાવીયા રે માણરાજ
દિકરી ને હેતે વળાવીયા રે માણરાજ

હે કાકા તમારે દેવું હોય તે દેજો રે (૨)
અમારે જાવું વેગળું રે માણારાજ
અમારે જાવું વેગળું રે માણારાજ
હે માતા એ દિધા મમતા નાં દાન રે (૨)
લાડકી ને હેતે વળાવીયા રે માણારાજ
લાડકી ને હેતે વળાવીયા રે માણારાજ

કુકુ બોલે કોયલડી

ગીત: કુકુ બોલે કોયલડી
ફિલ્મ:મૈયર માં મનડું નથી લાગતું

એઈ કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો (૨)
હે...એ આ જોબનીયું, મધમાતું. ચલકાતું, મલકાતું
સાંભળ ઓ નણદી નાં ભઈલા હા ઓ છોકરા
હે.. ઈ કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો (૨)
હે...અે અવળી આ વાતલડી નાકર તું નખરાળી
સાંભળ સાળી ની બેનડી હો ઓ છોકરી
એઈ કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો
અરે કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો

હૈયા માં રૂડી વાત છે સુવાળો તારો સાથ છે
કેમ દલડાં ને વારિયે રે ઓ લેરીડા
રઢિયાળી રૂડી રાત છે એમા પ્રિત્યુ ની આપણી ભાતછે
કે આવો હૈયા ને જોડીયે રે ઓ રૂપલડી
જા કુંવારા યૌવન ને નહિ આલુ હું તને
લાગે છે ડર મારા દલ માં હા ઓ છોકર
કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો
કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો

હે એલી સોળ વરહ ની સુંદરી રૂપે નિતરતી પૂતળી
હવે દલડું દઝાડ માં રે ઓ પાતલડી
એલા છેટો રે પાલવડો ઝાલમા મીઠું બોલી ને વાલમાં
મને ઘેલુ લગાડ મા રે ઓ ઘેલુડાં
લટકાળી મટકાળી સાંભળ ઓ છટકાળી
શોભે છે ચટકું આ ગાલ માં ઓ છોકરી
કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો
કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો

હે...આ જોબનીયું મધમાતું છલકાતું
સાંભળ ઓ નણદી નાં ભઈલા ઓ છોકરા
કુકુ બોલે કોયલડી મીઠું બોલ મોરલીયો
કુકુ બોલે કોયલડી મીઠું બોલે મોરલીયો

જીણા જીણા મોરલીયા

ગીત: જીણા જીણા મોરલીયા
ફિલ્મ:મૈયર માં મનડું નથી લાગતું

જીણા જીણા મોરલીયા બેસાડો મારા માંડવે
ઉઈ...ઉઈ...ઉઈ..
જીણા જીણા મોરલીયા બેસાડો મારા માંડવે
કે આલા લીલા તોરણીયા બંધાવો મારા આંગણે
કેને બેની કેને રે તું શાને ઘેલી થાય રે
ઓ બેની બા મૈયર માં મનડું નથી લાગતું (૨)

આખી આખી રાત્યુ(૨) મને નિંદરડી ના આવે
આંખલડી મિછું તો મને સોણલીયા સતાવે
હાઈ રે હાય ઓઈ ઓઈ માં
આખી આખી રાત્યું મને નિંદરડી ના અાવે
આંખલડી મિછું તો મને સોણલીયા સતાવે
હે... જીણી જીણી ઘુઘરીયું ટંકાવો મારા કમખેે ઊઈ..ઊઈ‍...ઊઈ...
હે...જીણી જીણી ઘુઘરીયું ટંકાવો મારા કમખે
કેને નણદી નખરાળી તું શાને ગોંડી થાય રે
ઓ ભાભી માં મૈયર માં મનડું નથી લાગતું (૨)

કુંવારા કમખા માં બોલે છે કોયલ રાણી
મને કહેતા આવે લાજુ મારે થાવું છે પટરાણી
હા ભઈ હા વાહ ભઈ વાહ
કુંવારા કમખા મા બોલે છે કોયલ રાણી
મને કહેતા આવે લાજું મારે થાવું છે પટરાણી
હે... મીઠી મીઠી શરણાયુ વગડાવો મારા માંડવડે
ઉઈ... ઉઈ.... ઉઈ..
હે મીઠી મીઠી શરણાયું વગડાવો મારા માંડવે
કેને અેલી લાડકડી તું ઉતાવળી કા થાય રે
ઓ દાદી માં મૈયર માં મનડું નથી લાગતું (૨)

રૂડા માંડવડા રોપાવો એમા મોતીડા વેરાવો
બાજોટીયા ઢળાવી મને પીઠી રે ચોળાવો
વાહ ભઈ વાહ હા ભઈ હા
રૂડા માંડવડા રોપાવો એમા મોતીડા વેરાવો
બાજોટીયા ઢળાવી મને પીઠી રે ચોળાવો
હે... જાડેરી ગમતી જાનુ તેડાવો મારા માંડવડે
ઉઈ...ઉઈ...ઉઈ...
હે...જાડેરી ગમતી જાનુ તેડાવો મારા માંડવે
કેને એલી કાલુડી તું શાને અધરી થાય રે
વેવાઈ નાં મૈયર માં મનડું મથી લાગતું (૩)

મારા સાયબા રે

ગીત: મારા સાયબા રે
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું

હે મારા સાયબા રે
હે મારા સાયબા રે તમે ધીરે નેણ ઉલાળો
મેલો આંખલડી નો સાળો માણારા...જ
પંડ માં પ્રિત્યુ પાંગરે ત્યા આ દલડું શરમાય રે
હે ગોરી પાતળી રે
હે ગોરી પાતળી રે રૂપ રાણી ઓરા અાવો
મારા દલડાં ના તરસાવો માણારા...જ
ફાગણ ખીલ્યો કેસૂડે તને મળવાનું મન થાય રે
હે મારા સાયબા રે
હે મારા સાયબા રે તમે ધીરે નેણ ઉલાળો
મેલો આંખલડી નો સાળો માણારા...જ
હે ગોરી પાતળી રે

હે મેલી દેને મારગડો તું કર ના બબાલ
કાચી ઉંમર છે એનો પાલવ ના ઝાલ
મારો પાલવ ના ઝાલ
હે કામણ ગારી કેડ રૂડી ડૂમકાળી ચાલ
હૈયુ લુભાવે તારો રાતો રૂમાલ
હે તારો રાતો રૂમાલ
એલા છેટો રેને છોગાળા મારૂ જોબન જાગી જાય રે
હે ગોરી પાતળી રે
રૂપરાણી ઓરા આવો મારા દલડાં નાં તરસાવો માણારા...જ
હો મારા સાયબા રે

હે કાળજડે કોરાણું ગોરી તારૂ એક નામ
તુ મારી મોરલી ને હું તારો શ્યામ
ગોરી હું તારો શ્યામ
કે તું ધડકન છે તું જીવતર તું તીરથ નું ધામ
મન નાં મંદિરયા નો વાલા તું શ્યામ
મારા વાલા તું શ્યામ
અરે પ્રિત બંધાણી પાલવડે ભવ ભવ નો લીધો સાથ રેે
હે મારા સાયબા રે
તમે ધીરે નેણ ઉલાળો મેલો આંખલડી નો સાળો         માણારા...જ
જોને ફાગણ ખિલ્યો કેસૂડે તને મળવાનું મન થાય રે
મારા સાયબા રે
હે ગોરી પાતળી રે

માંડવડે રે

ગીત: માંડવડે રે
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું

માંડવડે રે કાંઈ ઢાળો રે બાજોટી
કે ફરતે રેલાવો કંકાવટી
તેડાવો રે કાંઈ આશાપૂર ના જોશી
કે આજ મારે લખવી છે કંકોતરી
દાદા હરજી ભાઈ ને ઘેર અવસરીયો
કે પરણે લીલા બેન ની લાડકી
માતા લીલા બેન પૂંછે દિકરી ને
કે માંગો બેની બા તમને શું જોઈએ
માંગું રે હુંતો મમતા નો પાલવડો
કે ભવ ભવ મળજો તમ જેવી માવલડી
માંડવડે રે કાંઈ ઢાળો રે બાજોટી
કે  ફરતે મેલાવો કંકાવટી

માતા રાંદલ આવો ને મારે આંગણે રે
માતા રાંદલ આવો ને મારે આંગણે
મેંતો ભર્યા રે મોતીડા ના થાળ
વધાવો હેતે આજ રાંદલ આવો આંગણે રે
માતા રાંદલ આવો ને મારે આંગણે

રૂમ ઝૂમ કરતા રાંદલ માડી આવિયા રેે
રૂમ ઝૂમ કરતા રાંદલ માડી આવિયા
 આવ્યા દુખિયા નાં દિન દયાળ
લેવાને સંભાળ રાંદલ આવ્યા આંગણે રે
માતા રાંદલ આવો ને મારે આંગણે

સૂરજ ઉગ્યો સોના નો મારે આંગણે રે
સૂરજ ઉગ્યો સોના નો મારે આંગણે
મારા હૈયે હરખ ના સમાય
આંનંદ રૂડો થાય રાંદલ આવ્યા આંગણે રે
માતા રાંદલ આવો ને મારે આંગણે (૪)

કોયલડી

ગીત: કોયલડી
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું

કે કોયલડી
હે કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છેે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે
હે કોયલડી હૈયા ના હિંડોળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે

હે કોયલ માંગે દાદા અમને કડલા લઈ આલો રે
કોયલ માંગે દાદા અમને કડલા લઈ આલો રે
ઈ કડલા માં મેના પોપટ મોરલા ચિતરાવો રે
કડલા મેના પોપટ મોરલા ચિતરાવો રે કે                   કોયલડી
હે કોયલડી ઝાંઝર નાં ઝણકારે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે

હે કોયલ માંગે કાકા અમને કંદોરો લઈ આલો રે
કોયલ માંગે કાકા અમને કંદોરો લઈ આલો રે
ઈ કંદોરા માં જીણી ઘમ્મર ઘુઘરી નંખાવો રે
કંદોરા માં જીણી ઘમ્મર ઘુઘરી નંખાવો રે
કે કોયલડી
હે કોયલડી કેડ ના લચકારે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છેે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે

હે કોયલ માંગે વિરા અમને હારલો લઈ આલો રે
કોયલ માંગે વિરા અમને હારલો લઈ આલો રે
ઈ હારલા માં રૂડા સાચા હિરલા નંખાવો રે
હારલા માં રૂડા સાચા હિરલા નંખાવો રે
કે કોયલડી
હે કોયલડી ચુંદલડી નાં છેડે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે

કોયલડી હૈયા નાં હિંડોળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છેે
કોયલડી જોબનીયા ની ડાળે લુંબે ઝુંબે રે
કોયલડી મીઠું મીઠું ગાય છે

સાયબા મને નિંદરડી ના આવે

ગીત: સાયબા મને નિંદરડી ના આવે
ફિલ્મ: મૈયર માંં મનડું નથી લાગતું

હે સાયબા મને નિંદરડી ના આવે રે
કે સાયબા તારા સોણલીયા સતાવે રે (૨)
હો સાયબા એલા કે ને તું હું શું કરૂ હો
હવે મૈયર માં મનડું નથી લાગતું (૨)
હે ગોરી એવી જાનું રૂડી જોડાવું રે
કે પન રૂડુ પાનેતર ઓઢાડો રે
હો સાજણા તને થાય છું અલી કેને તું હો
કા મૈયર માં મનડું નથી લાગતું
હવે મૈયર માં મનડું નથી લાગતું
ઓ પ્રિત્યુ ના ઘેલા
ઓ પ્રિત્યુ ની ઘેલુડી (૨)

હે પાલવડા માં મોરલીયો થઈ મીઠું મીઠું કા બોલે
હો હો હો...મીઠું મીઠું કા બોલે રે
લાખેણી તારા કેડ ના લચકે મનડું મારૂ ડોલે
હો હો હો... મનડું મારૂ ડોલે
હે સાયબા રૂડા ઘોડલીયે ચડી આવો રે
કે મારે હાથ મહેંદી રૂડી મેલાવો રે (૨)
ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરૂ હો
હવે મૈયર માં મનડું નથી લાગતું
કા મૈયર માં મનડું નથી લાગતું
ઓ પ્રિત્યુ ના ઘેલા
ઓ પ્રિત્યુ ની ઘેલુડી (૨)

મન ની વાતુ શાને કરે છે શાને ઘેલી થઈ ફરે
હો હો હો... એલી શાને ઘેલી થઈ ફરે રે
સોળ વરસ ના જોબન ડાળે કોયલ ટહુકા કરે
હો હો હો...ઓલી કોયલ ટહુકા કરે
હે રૂડો એવો માંડવડો રોપાવું રે
પરણી મેડીએ તને લઈ જાવું રે (૨)
ઓ સાજણા તને થાય શું એલી કેને તું હો
કા મૈયર માં મનડું નથી લાગતું
હા મૈયર માં મનડું નથી લાગતું
ઓ રતન રંગીલી
ઓ રૂપાળા રામલા (૨)

માવતર પહેલા મળે મને મોત

બેનર: જય શ્રી મીં મેલડી ફિલ્મ્સ
ફિલ્મ: માવતર પહેલા મળે મને મોત
વર્ષ: ૨૦૧૬
કલાકાર: ઈશ્વર ઠાકોર, ટીના રાઠોડ, દિનકર ઉપાધ્યાય, કોમલ પંચાલ, ઈશ્વર સમીકર, મિનાક્ષી દવે, ઉષા ભાટીયા
કથા:ક્યુમ મોમીન
પટકથા: ક્યુમ મોમીન, જય પટેલ જનક વ્યાસ, ફિરોજ શેખ
સંવાદ: ક્યુમ મોમીન, જય પટેલ જનક વ્યાસ, ફિરોજ શેખ
ગીત: ક્યુમ મોમીન
સંગીત: અનવર શેખ, રાહુલ મુજારીયા, મૌલિક મહેતા
સંકલન: ધર્મેશ ચાંચડીયા
કેમેરામેન: ક્યુમ મોમીન
નિર્માતા:કાંતીબાઈ  એસ પ્રજાપતિ, રાજુભાઈ પ્રજાપતિ
દિગ્દર્શક: ફીરોજ શેખ

આયો અવસરીયો

ગીત: આયો અવસરીયો
ફિલ્મ: માવતર પહેલા મળે મને મોત

આયો રે....
વાગે ઢોલ રૂડો વાગે આયો અવસર રૂડો આજે (૨)
હા આયો અવસરીયો આંગણીયે આજે
ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે
તનડા ને મનડા મોહ્યા અવસરીયે
થન ગન તન મન નાચે
વાગે ઢોલ રૂડો વાગે આયો અવસર રૂડો આજે (૨)
હા આયો અવસરીયો આંગણીયે આજે
ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે
તનડા ને મનડા મોહ્યા અવસરીયે
થન ગન તન મન નાચે
આયો અવસરીયો આંગણીયે આજે
ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે
તનડા ને મનડા મોહ્યા અવસરીયે
થન ગન તન મન નાચે

ફુલ બની આયો જાણે અવસર આજ એવો ખુશ્બુ એની મહેકાય
આનંદ સવાયો આજે દલડાં માં સૌના હૈયે હરખ ના માય
ફુલ બની આયો જાણે અવસર આજ એવો ખુશ્બુ એની મહેકાય
આનંદ સવાયો આજે દલડાં માં સૌના હૈયે હરખ ના માય
નાચુ આજે નચાવું આજે
ઝુમુ આજે ગાવું આજે
આયો રે....
આયો અવસરીયો આંગણીયે આજે
ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે
તનડા ને મનડા મોહ્યા અવસરીયે
થન ગન તન મન નાચે
આયો અવસરીયો આંગણીયે આજે
ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે
તનડા ને મનડા મોહ્યા અવસરીયે
થન ગન તન મન નાચે
આયો અવસરીયો આંગણીયે આજે
ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે
તનડા ને મનડા મોહ્યા અવસરીયે
થન ગન તન મન નાચે
આયો અવસરીયો આંગણીયે આજે
ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે
તનડા ને મનડા મોહ્યા અવસરીયે
થન ગન તન મન નાચે

હા માવતર ની સેવા માં જીવતર ધરી ચરણો માં પૂજા કરૂ દિન રાત
માવતર નાં ચરણો માં દોલત છે એવી દોલત દુનિયા ની શું કામ
માવતર ની સેવા માં જીવતર ધરી ચરણો માં પૂજા કરૂ દિન રાત
માવતર નાં ચરણો માં દોલત છે એવી દોલત દુનિયા ની શું કામ
નાચુ આજે નચાવું આજે
ઝુમુ આજે ગાવું આજે
આયો રે....
આયો અવસરીયો આંગણીયે આજે
ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે
તનડા ને મનડા મોહ્યા અવસરીયે
થન ગન તન મન નાચે
આયો અવસરીયો આંગણીયે આજે
ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે
તનડા ને મનડા મોહ્યા અવસરીયે
થન ગન તન મન નાચે
આયો અવસરીયો આંગણીયે આજે
ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે
તનડા ને મનડા મોહ્યા અવસરીયે
થન ગન તન મન નાચે
આયો અવસરીયો આંગણીયે આજે
ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે
તનડા ને મનડા મોહ્યા અવસરીયે
થન ગન તન મન નાચે
એવુ થન ગન તન મન નાચે
હા થન ગન તન મન નાચે
એવુ થન ગન તન મન નાચે
એવુ થન ગન તન મન નાચે
હા હા થન ગન તન મન નાચે

મળે માવતર પહેલા મને મોત

ગીત: મળે માવતર પહેલા મને મોત
ફિલ્મ: માવતર પહેલા મળે મને મોત

મળે ના મળે મને કોઈ નો સહારો
એક જ છો તમે મારો રે આસરો
લાગે નહિ કોઈ ની નઝર
લાગી જાય મારી ઉંમર
કુદરત થી બસ રાખુ એક આસ
મળે માવતર પહેલા મને મોત (૨)

સાચા દિલ થી કરે જે માવતર ની સેવા
જાવું ના પડે એને કાશી મથુરા
ખુલ્લી જાશે નસીબ એના
પૂરા થાશે તીરથ એના
કુદરત થી બસ રાખુ એક આસ
મળે માવતર પહેલા મને મોત

માવતર ની મમતા ના મોલ ના થાય
એતો અણમોલ એના તોલ ના થાય
માંગુ બસ એક જ વરદાન
મારા હૈયા નો સુણજો પોકાર
કુદરત થી બસ રાખુ એક આસ
મળે માવતર પહેલા મને મોત (૨)

પૃથ્વી તણો આ દેશ છે ન્યારો
માવતર ના ચરણે મે ધર્યો જનમારો (૨)
દુ:ખ એના કરૂ મારે નામ
બસ દિલ થી કરૂ એક વાત
કુદરત થી બસ રાખુ એક આસ
મળે માવતર પહેલા મને મોત (૨)

જોઈ તને જોયા કરૂ

ગીત: જોઈ તને જોયા કરૂ
ફિલ્મ: માવતર પહેલા મળે મને મોત

જોઈ તને જોયા કરૂ યાદો માં હું ખોયા કરૂ
મળવા વેલી આવજે ઓ સાજણા
મને યાદ તારી રે સતાવે છે (૨)
જોઈ તને જોયા કરૂ યાદો માં હું ખોયા કરૂ
મળવા વેલી આવજે ઓ સાજણા
મને યાદ તારી રે સતાવે છે (૨)

સપના માં આવી મુજને સતાવે
ભર રે નિંદર થી મુજને જગાડે (હો) (૨)
લાગી લગન હવે બુજે નહિ (૨)
તારા વિના હવે કાંઇ સુજે નહિ
જોઈ તને જોયા કરૂ યાદો માં હું ખોયા કરૂ
મળવા વેલી આવજે ઓ સાજણા
મને યાદ તારી રે સતાવે છે (૨)


શ્વાસો માં છે સરગમ તારી
ફુલો માં છે ખુશ્બુ તારી (૨)
નજરો માં છે સુરત તારી (૨)
દિલ માં છે મુરત તારી
જોઈ તને જોયા કરૂ યાદો માં હું ખોયા કરૂ
મળવા વેલી આવજે ઓ સાજણા
મને યાદ તારી રે સતાવે છે (૨)

માંડવડાં રોપાવો માણારાજ

બેનર: ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ
વર્ષ: ૨૦૦૩
કલાકાર: હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી, હિતુ કનોડિયા, અરવિંદ ત્રિવેદી, દેવેન્દ્ર પંડિત, જાકીર ખાન, મહેશ જોશી, ચાંદની ચોપરા, ચારૂબેન પટેલ, હિના રાજપુત, હેમાલી, જૈમીની ત્રિવેદી, મૃણાલી ભટ્ટ, અદિતી દેસાઈ, દિનેશ લાંબા, કેસ્ટો ઈકબાલ, કમલેશ પાંધી,
કથા: જશવંત ગાંગાણી
પટકથા: જશવંત ગાંગાણી
સંવાદ: અરવિંદ બારોટ, ચંદ્રેશ ભટ્ટ, જશવંત ગાંગાણી
ગીત: જશવંત ગાંગાણી
સંગીત: ગૌરાંગ વ્યાસ
સંકલન: યુસુફ શેખ
કેમેરામેન: રફિક લતિફ શેખ
નિર્માતા: જશવંત ગાંગાણી
દિગ્દર્શક: જશવંત ગાંગાણી

મૈયરયા માં ગમતું નથી

ગીત: મૈયરયા માં ગમતું નથી
ફિલ્મ: માડવડાં રોપાવો માણારાજ

હે મૈયરયા માં ગમતું નથી હવે માંડવડા રોપાવો
મારા સાયબા હો મને પરણી ને લઈ જાને તારી મેડીએ
કે મારા સાયબા હો મને પરણી ને લઈ જાને તારી મેડીએ
હે ઘુઘરીયાળા ઘોડલીયે રૂડો વરરાજો થઈ આવું
મારી સાજણા હો તને પરણી ને લઈ જાનું મારી મેડીએ
કે મારી સાજણા હો તને પરણી ને લઈ જાનું મારી મેડીએ

હે મેના પોપટ મોરલીયાળી ચોરીયું ચિતરાવો (૨)
દેશ રે વિદેશે રૂડા વાજીંતર વગડાવો
હે મેના પોપટ વાળી ચોરી ચિતરાવશું (૨)
મનગમતાં ઢોલ રૂડા વાજીંતર લાવશું
હે થનગનતા જોબનીયે પીળી પીઠી રે છોળાવો
મારા સાયબા હો મને પરણી ને લઈ જાને તારી મેડીએ
કે મારી સાજણા હો તને પરણી ને લઈ જાનું મારી મેડીએ

હે સોળ વરસ નું જોબનીયું આ છલકાતું મલકાતું (૨)
શું કરૂ સાયબા કેને હૈયું હાથ માં ના રેતું
ઈ રે જોબનીયા ને લાડ લડાવશું (૨)
હૈયા નાં હિંચકા માં હેતે ઝુલાવશું
હે સાગ રે સિસમ નો રૂડો ઢોલીયો ઢળાવો
મારા સાયબા હો મને પરણી ને લઈ જાને તારી મેડીએ
મોજ માં રેવું

દાદા ની લાડકડી

ગીત: દાદા ની લાડકડી
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

દાદા ની લાડકડી રે માતા ની પ્રિતવડી રે
રતનબેન નો સોહે રૂડો માંડવો
જીણા જીણા મોતીડાં નો કળાયેલા મોરલીયા નો
રતનબેન નો સોહે રૂડો માંડવો

હે માંડવડાં માં બેઠા બેની બાની આંખલડી છલકાણી જો
પુંછે દાદા કેનો દિકરી શું છે તમને દુ:ખ રે
પા પા પગલી રૂડી રમતી
મીઠું બોલી અમને ગમતી
ઈ વેળા ને કેમ કરી જોને ભુલીએ
તમારા વિના રે અમને લાડ કોણ લડાવેે દાદા
તમારી દિકરી ને જાવું વેગળું

હે માંડવડાં માં બેઠા બેની બાની ચુંદલડી ભીંજાણી જો
પુંછે દાદા કેનો લાડલી શું છે તમને દુ:ખ રે
કાલું ઘેલું મા મા બોલતી
પાલવ જાલી ખોળો ખુંદતી
ઈ વેળા ને કેમ કરી જોને ભુલીએ
તમ વિના કોણ મેલશે માથે હાથ રે મમતાળો માતા
તમારી લાડલી ને જાવું વેગળું

હે માંડવડાં માં બેઠા બેની બાની આંખ રોઈ રોઈ રાતી જો
પુંછે વીરા કેનો બેની બા શું છે તમને દુ:ખ રે
ખો ખો લંગડી હારે રમતા
ભાતડીયા ઓ ભેલા જમતા
ઈ વેળા ને કેમ કરી જોને ભુલીએ
તમારા વિના રે અમારા કોડ પૂરા કોણ કરશે વીરા
તમારી બેનડી ને જાવું વેગળું

ફાગણીયો આવ્યો રૂડો

ગીત:  ફાગણીયો આવ્યો રૂડો
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

ભરી ભરી ભરી ભરી ભરી પિચકારી
હારી હારી હારી હારી હુંતો ગીરધારી
પ્યારી પ્યારી  પ્યારી પ્યારી રાધા દુલારી
આજ છે હોલી હોલી સંગ બલી હારી

ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે (૨) કોરસ
એ આવ્યો ફાગણીયો લાલ (૨) કોરસ
હો કરે દલડાં ધમાલ (૨) કોરસ
એ આવ્યો ફાગણીયો લાલ
કરે દલડાં ધમાલ (કોરસ)
હે આંબા ડાળે બેઠી ઓલી કાળી કાળી
કોયલડી મીટાં મીઠાં ટહુકા લાવ્યો
કે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે (કોરસ)
હે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે

હે હાલો રે ભેરૂડાં હાલો હોળી આવી હોળી
આ કોરા રે જોબનીયા ને રંગે દયો જબોળી (૨)
કોરા રે જોબનીયા ને રંગે દયો જબોળી રે (કોરસ)
હે ઉડે ઉરમી ની શોળ (૨) કોરસ
કે હૈયા હલક ડોળ (૨) કોરસ
હે ઉડે ઉરમી ની શોળ
કે હૈયા હલક ડોળ (કોરસ)
હે આજ નહિ છોડું તને ઉભી રે ઓ છોરી
તારો લટકો દિલ ને ભાયો

ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે
હે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો

પનઘટ પટ પર નટવર નટખટ રંગ કેરી રમઝકરી રે રહ્યો
 ખેલત ખેલત હોળી છોગાળો ની ટોળી રંગ પિચકારી ભરી રમી રે રહ્યો
જાવા દે જાવા દે મને જશોદા નાં જાયા જોને તારો રંગ કાળો મારા શરીરે રયો
છોડું જો તને હું રાધા લોક કેશે બધા શ્યામ જોને રાધાજી થી ડરી રે રહ્યો
શ્યામ જોને રાધાજી થી ડરી રે રહ્યો (૩)

હે રંગ ઉડાડે રંગીલો નમણો નખરાળો ગમતો
કંઠ કસુંબલ અલબેલો  મારી આંખડીયું માં રમતો રે (૨)
કંઠ કસુંબલ અલબેલો  મારી આંખડીયું માં રમતો રે
(કોરસ)
હે રૂડી ડુમકાળી ચાલ (૨) કોરસ
હે વાગે ઘુઘરી ના તાલ (૨) કોરસ
હે રૂડી ડુમકાળી ચાલ
વાગે ઘુઘરી ના તાલ (કોરસ)
હે ભરી પિચકારી મારી સરરરર અલી કોરો મારો કમખો ભીંજાયો
કે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે
હે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો
એ આવ્યો ફાગણીયો લાલ (૨) કોરસ
હો કરે દલડાં ધમાલ (૨) કોરસ
એ આવ્યો ફાગણીયો લાલ
કરે દલડાં ધમાલ (કોરસ)
હે આંબા ડાળે બેઠી ઓલી કાળી કાળી
કોયલડી મીટાં મીઠાં ટહુકા લાવ્યો
કે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે

બેઠો જોબન ની ડાળ

ગીત: બેઠો જોબન ની ડાળ
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ
હે બેઠો જોબન ની ડાળ હૈયે હરખાતો જાય (૨)
મારા મન ના મંદિરયાં નો મોર
ઓલ્યો મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય રે
કે મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય
હે બેઠી મનડાં ની માય મુખે મલકાતી જાય (૨)
મારા દલડાં ની ઢળકંતી ઢેલ
ઓલી ઢેલરડી મીઠું મીઠું ગાય
મન મારૂ લળી લળી જાય રે
કે મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય
હો મોર કિયા મલક થી તું આવ્યો રે
આવું મનગમતું ગીત ક્યાંથી લાવ્યો રે (કે) (૨)
એ મોર પ્રિત્યું નગર માંથી આવ્યો રે (૨)
ગીત પરભવ ની પ્રીત્યુ  નું લાવ્યો રે
હે બેઠો કંગન ની કોર કરે ચુડલા માં ચોર (૨)
મારા ચિતડાં ને કરતો ચકોર
ઓલ્યો મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય રે
ઓલી ઢેલરડી મીઠું મીઠું ગાય
મન મારૂ લળી લળી જાય રે
હો મોર તારે ને મારે શું નાતો રે
સિદ સમણાં માં આવી મલકાતો રે (૨)
હે નેણ નિતરતી મદમીઠી વાતો રે (૨)
રંગ રુદિયા ને લાગ્યો નિરાળો રે
હે બેઠો જાંજર ની કોર કરે ઘુઘરી મા ચોર (૨)
મારા હૈયા ને કરતો વિભોર
ઓલ્યો મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય રે
ઓલી ઢેલરડી મીઠું મીઠું ગાય
મન મારૂ લળી લળી જાય રે
હે બેઠો જોબન ની ડાળ હૈયે હરખાતો જાય
મારા મન ના મંદિરયાં નો મોર
ઓલ્યો મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય રે
કે મોરલિયો મીઠું મીઠું ગાય
પાલવડો ઢળી ઢળી જાય
ઓલી ઢેલરડી મીઠું મીઠું ગાય
મન મારૂ લળી લળી જાય રે

હે કોયલરાણી જોને

ગીત: હે કોયલરાણી જોને
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

હે કોયલરાણી જોને કુકુ બોલે મારા કમખે બેઠી રે
કે સાયબાજી
હવે મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
રૂડા મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
હે દાડમડાળી મીઠુું બોલ્યા રૂપાળી રૂડા લટકા લેતી રે
ગોરી મોરી
રૂડા મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
હવે મન માંડવડાં રોપાવો માણારાજ

હા પ્રીત નગર નાં પાદરે રૂડી મેડીયુુંં બંધાવશું
ઈ મેડીયું ના ટોડલે અમે ઢેલડી થઈ આવશું (૨)
હે ટહુક્યા કરુ તારા પાલવડાં માં મીઠું મોરલો થઈ ને રે
ગોરી મોરી
રૂડા મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
સાયબા મન માંડવડાં રોપાવો માણારાજ

હે મૈયર ના માંડવડે જાડી જાનું લઈ ને આવજો
ઈ માંડવે રૂડા ઢોલ ને શરણાયું રે વગડાવજો (૨) 
હે સોરી ની સાખે જોને ગાઠે બંધાશું અમે જનમો જનમ ની રે
કે સાયબાજી
હવે મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
હા મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
હે કોયલરાણી જોને કુકુ બોલે મારા કમખે બેઠી રે
કે સાયબાજી
હવે મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
રૂડા મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ

ઓ સાયબાજી

ગીત: ઓ સાયબાજી
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

ઓ સાયબાજી ઓ સાયબાજી ઉંમર ઓછી મારગડો મેલ (૨)
હે આંખ્યુું ઉલાળી કર મા સાળા
નમળા અલ્યા નખરા વાળા છેલ છોગાળા રે
ઓ પાતળી ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ (૨)
હે કેસર ભીના અંગ રૂપાળા
પીવા મારે પ્રીત કસુંબા જોબનીયાળા રે
ઓ પાતળી ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ
ઓ સાયબાજી ઓ સાયબાજી ઉંમર ઓછી મારગડો મેલ

હે કેતો ગોરાંદે તારા કમખા ની માય રૂડી કાળી કોયલડી ટાંકુ
ઈ કોયલડી બોયલડી રાખ તારી પાહે હુંતો માંગું રે કડલા ની જોડ્યું (૨)
હે કામણગારી કેડ રૂપાળી
કાલજડાં ની માય કોરાણી ઠુમકાવાળી રે
ઓ પાતળી ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ
ઓ સાયબાજી ઓ સાયબાજી ઉંમર ઓછી મારગડો મેલ

હે કેંતો ગોરાંદે તારી ચુંદડી ની માય રૂડા કળાયેલ મોરલા ટાંકુ
 ઈ મોરલીયા બોરલીયા રાખ તારી પાહે મને ગમતી રે ચુડલા ની જોડ્યું (૨)
હે મિઠડું બોલી મનડે વસ્યા
ચિતડું ચોરી હળવે હસ્યા મુખ રુપાળા રે
ઓ સાયબાજી ઓ સાયબાજી ઉંમર ઓછી મારગડો મેલ
ઓ પાતળી ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ
હે આંખ્યુું ઉલાળી કર મા સાળા
નમળા અલ્યા નખરા વાળા છેલ છોગાળા રે
ઓ પાતળી ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ
ઓ સાયબાજી ઓ સાયબાજી ઉંમર ઓછી મારગડો મેલ

નંદ કુંવર નાનો રે

ગીત: નંદ કુંવર નાનો રે
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે (૨) કોરસ
મોર મુકટ (કે) (૨) વાળો રે છોગાળો ચિતડાં નો ચોર છે
કે ફુલ કુંવર કાન કુંવર
નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે (કોરસ)


રાધા ગોરી રે કેડ પાતલડી ઠુમકાળી ચાલ છે (૨)
ઈ ઠુમકા મા (૨) રમતો રે માધવ મનડાં નો મોર છે
કે ફુલ કુંવર કાન કુંવર
નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે (કોરસ)

હે જાંજર નો ગણગણાટ ટીલડી નો જળહળાટ
ઘુઘરી નો ઘમઘમાટ થાયે થાયે
ઓલી નખરાળી રાધા ના નૈનો માં સળવળાટ
કાળજડે કમકમાટ થાયે થાયે
હે કમખા ની કચ માં બાંધ્યું જોબન લાલ
દલડું બેહાલ નવ માને માને
એવી લટકાળી ચાલ ને કાળા ભમ્મર વાળા
ગુલાબી ગાલ મન મોહે મોહે (૩)

રાધા ગોરી રે મુખ ચાંંદલીયો અંજવાળી રાત છે (૨) કોરસ
ઈ રાતડી માં (૨) ભમતો રે નઠારો નિંદરૂ નો ચોર છે
કે ફુલ કુંવર કાન કુંવર
નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે (કોરસ)

હે હળદર વર્ણા રે હાથ શોભે ચુડલા નો સાથ
કરતા મનડાં ની વાત મીઠાં ભાવે
રૂડી લાખેણી કેડ નાં કંદોરે ઘૂઘર માળ
મીઠાં મધુર ગીત ગાવે ગાવે
હે ચુંદલડી ફરકે લાલ નથડી શોભે કમાલ
નવ લખા હિરલા ની હોવે હોવે
એવી પિતળશી પિંડ્યું માં કડલા નો ખળખળાટ
અંતર માં પ્રીત નાદ થાયે થાયે (૩)

નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે
મોર મુકટ વાળો રે છોગાળો ચિતડાં નો ચોર છે
નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે
મોર મુકટ વાળો રે છોગાળો ચિતડાં નો ચોર છે
નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે
મોર મુકટ વાળો રે છોગાળો ચિતડાં નો ચોર છે

કે બોલે કોયલડી

ગીત: કે બોલે કોયલડી
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે મન ગમતા હવે માંડવડાં રોપાવો માણારાજ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી

હે મન ને ગમતો સૈયર મારો સાજણ સમણે આયો રે
સાજણ શમણે આયો રે (૨)
કે નમણા નાકે નમણી જોને નવલી નથડી લાયો રે
નવલી નથડી લાયો રે (૨)
કે નથડી પહેરી મલકું કે નથડી પહેરી મીઠું મલકું કરતી સૌને વ્હાલ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી

હે હળવે હસિયો મનડે વસિયો પિયુંજી પાતળીયો રે
પિયુંજી પાતળીયો રે (૨)
હે નવલો નિરાળો ઘુઘરીયાળો કેડ કંદોરો લાયો રે
કેડ કંદોરો લાયો રે (૨)
હે ઘુઘરી ઘમકે રૂપાળુું હે ઘુઘરી ઘમકે રૂડો રૂપાળુું જોબનીયું શરમાય
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી

હે આંખડીયું માં રમતો ભમતો સાવરીયો મન ભાયો રે
સાવરીયો મન ભાયો રે (૨)
હે પગ પરમાણે મોરલીયાળા કાંંબી કડલા લાયો રે
કાંંબી કડલા લાયો રે (૨)
હે કડલા પહેરી હાલું હે કડલા પહેરી ઠુમકે હાલું થઈને નવેલી નાર
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
કોયલડી હા કોયલડી (૩)

પરોઢ થયું ને

ગીત: પરોઢ થયું ને
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

પરોઢ થયું ને કોયલરાણી (૨)
ગીત મધૂરા ગાતી રે
પરોઢ થયું ને કોયલરાણી

આળસ મરડી નટખટ નમણી
રાધા રૂપાળી જાગી રે
સોના વરણી સિમડીયું માં (૨)
મીઠી મોરલડી વાગી રે
પરોઢ થયું ને કોયલરાણી

સાવરણાં ના સૂર મધૂરા
મુખ મલકે વૃજ નારી રે
ઘમ્મર વલોણાં ઘમ ધમ બોલે (૨)
ગાજે ગોકુળ ની શેરી રે
પરોઢ થયું ને કોયલરાણી

ગોવાળો એ ગૌ ધણ છોડ્યા
યમુના ખળ ખળ વહેતી રે
મહિડાં લઈ મૈયારણ હાલી (૨)
ઝાંજર છમ છમ કરતી રે
પરોઢ થયું ને કોયલરાણી

પરોઢ થયું ને કોયલરાણી
ગીત મધૂરા ગાતી રે
પરોઢ થયું ને કોયલરાણી

પરોઢ થયું ને કોયલરાણી

06 December 2019

બેનર:જીમ્મી પ્રોડક્શન
ફિલ્મ: માં ને વાલો દિકરો દિકરા ને વાલી મા
વર્ષ: ૨૦૧૬
કલાકાર: નરેશ કનોડિયા, હિતુ કનોડિયા, પ્રાંજલ ભટ્ટ, મરજીના દિવાન, જૈમીની ત્રિવેદી, ગોપાલ રાવલ, બટુક ઠાકો
કથા: બટુક ઠાકોર
પટકથા: બટુક ઠાકોર
સંવાદ: બટુક ઠાકોર
ગીત: બટુક ઠાકોર
સંગીત: માલા પંકજ ભટ્ટ
સંકલન: કાવિર ચૌહાન
કેમેરામેન: હિતેશ બેલદાર, લાલજી બેલદાર
નિર્માતા: જગદિસયશ જે પટેલ
દિગ્દર્શક: બટુક ઠાકોર

માં ને વાલો દિકરો દિકરા ને વાલી મા

બેનર:જીમ્મી પ્રોડક્શન
ફિલ્મ: માં ને વાલો દિકરો દિકરા ને વાલી મા
વર્ષ: ૨૦૧૬
કલાકાર: નરેશ કનોડિયા, હિતુ કનોડિયા, પ્રાંજલ ભટ્ટ, મરજીના દિવાન, જૈમીની ત્રિવેદી, ગોપાલ રાવલ, બટુક ઠાકો
કથા: બટુક ઠાકોર
પટકથા: બટુક ઠાકોર
સંવાદ: બટુક ઠાકોર
ગીત: બટુક ઠાકોર
સંગીત: માલા પંકજ ભટ્ટ
સંકલન: કાવિર ચૌહાન
કેમેરામેન: હિતેશ બેલદાર, લાલજી બેલદાર
નિર્માતા: જગદિસયશ જે પટેલ
દિગ્દર્શક: બટુક ઠાકોર

ટીમ ટીમ તારા

ગીત:ટીમ ટીમ તારા
ફિલ્મ:માં ને વાલો દિકરો દિકરા ને વાલી માં

ટીમ ટીમ તારા ચંદા મામા માંના વાલા માંના દુલારા(૨)
તું માંની આંખ નો તારો તું માનો રાજ દુલારો (૨)
તું માને જીવ થી વાલો(૨)તું માનો રાજ દુલારો
ટીમ ટીમ તારા ચંદા મામા માંના વાલા માંના દુલારા

તું નટખટ કાનુડો મારા આંગણા નું ફુલ (૨)
તું માનો લાડકવાયો તું માની મમતા નું ફુલ (૨)
ઓ કાના ઓ કાના ઓ કાના ઓ લાલા (૨)

તું મંદિર તું પૂંજા તું ધરતી ને અંબર (૨)
તારા ચરણો માં અરુણ છે મારૂ આ જીવતર (૨)
ઓ મૈયા ઓ મૈયા ઓ મૈયા ઓ માડી
મારી મૈયા મારી માડી

તું સૂરજ નું સુવાળું સોનેરી કિરણ (૨)
મારી મમતા નું લાલા તું આશા નું કિરણ
મારા લાલા ઓ મારા લાડકડા

વરસી પડે મેહુલો જો ધરતી પાડે સાદ
દોડી આવું માવલડી ઓ તું જો પાડે સાદ
ખોળો ખુંદવા તારે એ માં જનમ લઉં હજાર
તારા ચરણો માં માવડી ઓ માં જનમો નો ઉધાર
ઓ માં જનમો નો ઉધાર

સાત સૂરો નીં હિંડોળે

ગીત:સાત સૂરો નીં હિંડોળે
ફિલ્મ:માં ને વાલો દિકરો દિકરા ને વાલી માં

સાત સૂરો નીં હિંડોળે તને હેતે ઝુલાવું માણારાજ
અષાઢીલો મેહુલો થઈ ભીતર થી ભીંજાવું માણારાજ
થઈ હરીયાળી તને હેતે થી હું જીલુંં માણારાજ
તારી હારે બાંધી પ્રિત નહિ મેલું માણારાજ
મારા વાલા ની મીઠી વાંસળી એ ઝુંપડા માણારાજ(૨)
સાત સૂરો નીં હિંડોળે તને હેતે ઝુલાવું માણારાજ

હો સાત જનમ ની પ્રીતડી જોજે ના ભુલાય
ના ના ના ના નહિ રે ભુલાય
હો વિરહ ની આ વેદના હવે ના સહેવાય
હો સાયબા નારે ના સહેવાય
ગોરી તારા શમણાં ની શેરીયું સજાવું માણારાજ
ગોરી તારી પ્રીત ની રંગોળી હું પૂરાવું માણારાજ
તારી પ્રીત નાં હું મીઠા ગીતો ગાવું માણારાજ
તારા પ્રેમ નાં ભરોસે હું તો જીવું માણારાજ
મારા વાલા ની મીઠી વાંસળી એ ઝુંપડા માણારાજ(૨)
હો સાત સૂરો નીં હિંડોળે તને હેતે ઝુલાવું માણારાજ

સાજણ મારા માંડવડે જાનું જોડી આવો રાજ
હા હા હા જોડી આવું રાજ
ત્રાંબાળો ઢોલ શરણાયું વગડાવો માણારાજ
હે વગડાવું માણારાજ
સાયબા તારી પ્રિત નું પાનેતર હું તો પાનેતર ઓઢું માણારાજ
સાયબા તારા ઢળકંતા ઢોળાયો હું રેઢું માણારાજ
તારી અણીયાળી આંખડી નું ઘેલું લાગ્યું માણારાજ
ગોરી ભવ ભવ નાં સાથ નહિ મેલું માણારાજ
મારા વાલા ની મીઠી વાંસળી એ ઝુંપડા માણારાજ(૨)

માંના હૈયા ની વાત

ગીત: માંના હૈયા ની વાત
ફિલ્મ: માને વાલો દિકરો દિકરા ની માં

માના રે હૈયા ની મીઠી વાત
સાંભળો માના રે હૈયા ની મીઠી વાત (૨)
અરે સ્નેહ ની સરવાણી માં હેત ની હરીયાળી
ખોળા ની ખૂંદ નારી મોરી માત
સાંભળો માના રે હૈયા ની મીઠી વાત
માના હૈયા ની મીઠી વાત
સાંભળો માના રે હૈયા ની મીઠી વાત

હો હાલરડાં ગાઈ ને માં હેતે થી ઝુલાવે
અરે પાપા પગલીયું માડી પ્રેમ થી પડાવે
દિકરા ને ના આવે આંચ (હા હા) (૨)
હે હં સાંભળો માના હૈયા ની મીઠી વાત (૨)

અરે આંખ ના આંજળ થી માડી નઝરૂ ઉતારે
જો ભૂલ રે પડે તો જનની દિલ થી સુધારે
જુદા રે થયા ને જંખે માત (હો હા હા) (૨)
સાંભળો માના હૈયા ની મીઠી વાત

હો હો હો જગ થી હાર્યો જનની ક્યાંય નથી આરો
અરે રે પોતાના રે જાણ્યા એણે કર્યો છે પરાયો
તારા પાલવડે પોઢાડ ને મોરી માત (હો હો હો) (૨)
સાંભળો માના હૈયા ની મીઠી વાત
માના હૈયા ની મીઠી વાત
સાંભળો માના રે હૈયા ની મીઠી વાત
અરે સ્નેહ ની સરવાણી માં હેત ની હરીયાળી
ખોળા ની ખૂંદ નારી મોરી માત
કૃપાળી દયાળી મોરી માત
માના હૈયા ની મીઠી વાત
સાંભળો માના હૈયા ની મીઠી વાત
માના હૈયા ની મીઠી વાત ની

લાગ્યો રે લાગ્યો રે

ગીત: લાગ્યો રે લાગ્યો રે
ફિલ્મ: માને વાલો દિકરો દિકરા ની માં

લાગ્યો રે લાગ્યો રે લાગ્યો રે લાગ્યો રે
લાગ્યો રે લાગ્યો રે મનડાં ને થારો રંગ (૨)
મારૂ મનડું નાચે તનડું નાચે નાચે અંગ અંગ (૨)
લાગ્યો રે લાગ્યો રે (૨) મનડાં ને થારો રંગ

પ્રીત મારી રાખજે મને નાં ભૂલાવજે
જનમો જનમ નાં કોલ ગોરી તું નીભાવજે (૨)
ગોરી ગોરી ગોરાંદે
હે પ્રીત મારી રાખજે મને નાં ભૂલાવજે
જનમો જનમ નાં કોલ ગોરી તું નીભાવજે
ઓરે છબીલા છેલ  ઓરે છબીલા છેલ
ઓરે છોગાળા તારી પ્રીત માં હું ઘેલી
જાણે ચાંદ ને ચકોર

હો વેદના વિરહ ની ના સહેવાય
દિલ નાં દરદ વાલમ કોઈ ને નાં કહેવાય
હો પ્રેમ નાં ગીત રૂડા ગાશું
પ્રેમ દિવાના કહેવાશું
તારી પ્રેમ ઘેલી હું રાધા
તારી પ્રેમ દિવાની રાધા (૨)
હો લાગ્યો લાગ્યો લાગ્યો રે મને લાગ્યો લાગ્યો લાગ્યો રે
લાગ્યો રે લાગ્યો રે મનડાં ને થારો રંગ
મારૂ મનડું નાચે તનડું નાચે નાચે અંગ અંગ
હે મારૂ મનડું નાચે તનડું નાચે નાચે અંગ અંગ
લાગ્યો રે લાગ્યો રે (૨) મનડાં ને થારો રંગ

ધરમ કુમાર

ગીત: ધરમ કુમાર
ફિલ્મ: માને વાલો દિકરો દિકરા ને વાલી માં

હે ગોકુળ માં કોણ છે
હે યશોદા નો લાલ છે
હે ડકોર માં કોણ છે
રાજા રણછોડ છે

હે ધરમ કુમાર મારા હૈયા ના હાર (૨)
ઝુલે પારણીયે ધરમ કુમાર
ઝુલે પારણીયે ધરમ કુમાર
હે જીરે ગોપીયોનાં લાલ મૈયા યશોદા નાં લાલ
ઝુલે પારણીયે ધરમ કુમાર
ઝુલે પારણીયે ધરમ કુમાર

હે કંકુ વરણું કાન કુંવર નું મુકડું (૨)
હે જોઈ ને મોહિ છે કાંઈ વ્રજકેરી નાર (૨)
ઝુલે ઝુલે પારણીયે ધરમ કુમાર
ઝુલે ઝુલે પારણીયે ધરમ કુમાર

હે સોના ના મોર ઝુલે નંદ નો કિશોર(૨)
પ્યારા નાં પારણે સોના ના મોર (૨)
હે હિરલો ગાવે ને માતા હરી ને ઝુલાવે
હે હિરલો ગાવે ને માતા હરી ને ઝુલાવે
હાથે રહિ છે રૂડા હિરલા દોર (૨)
પ્યારા નાં પારણે સોના ના મોર
પ્યારા નાં પારણે સોના ના મોર

હે બાલુડે વેશ માથે જુલે કેશ (૨)
વાલો રમે મારે બાલુડે વેશ
વાલો રમે મારે બાલુડે વેશ
હે રસિયા વાલમ ને ગોપી તેડી રમાડે
હે રસિયા વાલમ ને ગોપી તેડી રમાડે
હે એનું ધ્યાન ધરે છે શિવજી હંમેશ (૨)
વાલો રમે મારે બાલુડે વેશ
વાલો રમે મારે બાલુડે વેશ

હે ધરમ કુમાર મારા હૈયા ના હાર (૨)
ઝુલે પારણીયે ધરમ કુમાર (૨)
ઝુલે પારણીયે ધરમ કુમાર
હે ઝુલે ઝુલે ઝુલે પારણીયે ધરમ કુમાર
ઝુલે ઝુલે પારણીયે ધરમ કુમાર

હે રાધે રાધે રાધે ગોકુળ માં ગોવિંદ રાધે
ભજો રાધે રાધે રાધે ગોકુળ માં ગોવિંદ રાધે
ગંગા જમના ઘાટ ઉપર (૨)
મોહન મોરલી વગાડે ગોકુળ માં ગોવિંદ રાધે (૨)
હે રારસિયો રાસ રસાવે ગોકુળ માં ગોવિંદ રાધે ગોકુળ માં ગોવિંદ રાધે (૨)
હે વનરાવન ને મારગ જાતા (૨)
રસિયો રાસ રસાવે ગોકુળ માં ગોવિંદ રાધે
રંગ રસિયો રાસ રસાવે ગોકુળ માં ગોવિંદ રાધે
ભજો રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે
ભજો રાધે રાધે રાધે ગોકુળ માં ગોવિંદ રાધે
રાધે રાધે રાધે ગોકુળ માં ગોવિંદ રાધે

હે....અષાઢ ઉચ્ચારમ્ બની બહારમ્
અષાઢ ઉચ્ચારમ્ બની બહારમ્ બની બહારમ્ બની બહારમ્
અષાઢ ઉચ્ચારમ્ બની બહારમ્
મેઘ મલારમ્ જલધારમ્
દાદૂર ડકારમ્ મયૂર પૂકારમ્
તડીતા તારમ્ વિસતારમ્
ભલે સંભારમ્ રાસ અપારમ્
નંદ કુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી મૈ બલીહારી
ગોકુળ આવો ગીરધારી
જીરે ગોકુળ આવો ગીરધારી
રે જીરે ગોકુળ આવો ગીરધારી

આંસું લુસી લે બેની

ગીત: આંસું લુસી લે બેની
ફિલ્મ: માને વાલો દિકરો દિકરા ને વાલી માં

આંસું લુસી લે બેની આજે નાં રોવાય
દિકરી ને ગાય જ્યા દોરે ત્યા દોરાય
દિકરી ને ગાય જ્યા દોરે ત્યા દોરાય

માંના ખોળા સમું આંગણું તે મુક્યું
બાપ નાં મન તમું બારણું તે મુક્યું
તુતો પારકા ઘર ની હતી અખંડ સૌભાગ્યવતી
તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી
તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી
અખંડ સૌભાગ્યવતી (૨)

મનડું મળ્યું મહેસાણા માં

બેનર: સિધ્ધેશ્વરી સિને આર્ટ
ફિલ્મ: મનડું મળ્યું મહેસાણા માં
વર્ષ: ૨૦૧૭
કલાકાર: જગદિશ ઠાકોર, હિતુ કનોડિયા, પલ્લવી પાટીલ, ફિરોજ ઈરાની, રાકેશ પૂજારા, જીતુ પંડ્યા, પાયલ નાયક, હિતેશ રાવલ
કથા: રમેશ પરમાર
પટકથા: રત્ના રબારી
સંવાદ: રત્ના રબારી
ગીત: મનુ રબારી, દિલિપ ગોંડલિયા, સતિષ દલવાડી
સંગીત: મૌલિક મહેતા
સંકલન: રવિન્દ્રસિંહ રાઠોડ
કેમેરામેન: મનુભા ઝાલા
નિર્માતા: રંજનબેન પરમાર, પલ્લવી પાટીલ
દિગ્દર્શક: વિજય દલવાડી

સાત રંગે થી રંગી મેતો

ગીત:સાત રંગે થી રંગી મેતો
ફિલ્મ:મનડું મળ્યું મહેસાણા માં

સાત રંગે થી રંગી મેતોપ્રેમ ની આ દોરી
તોડી ના તોડાશે આતો સાત જનમ ની દોરી (૨)
ઓ સાયબાજી (૪)
હો ભવ ભવ ની આ પ્રીત મારી નહિ દઉ તુજને છોડી
જેદિ તુટશે પ્રીત મારી શ્વાસ દઈશ હું છોડી (૨)
ઓ સજની (૪)

શ્વાસ મારો શોધે છે ઓ પ્રેમ નું સરનામું
મારા રોમે રોમ માં લખી દિધુ નામ તારૂ
હો ધડકન મારી બોલે છે આ નામ એક જ તારૂ
મારા શ્વાસો શ્વાસ માં વસિયુ ગોરી જીવન છે તું મારૂ
 ઓ સાયબાજી (૪)
ઓ સજની (૪)

તારા મારા પ્રેમ રંગ ની આ જોડી છે અનેરી
જગત આખું કરશે વાત પ્રીત આપણી નિરાળી
હો પ્રેમ કેરા બંધન માં હું આજ તુજ ને બાંધુ
ગોરી ચાંદ સૂરજ ની સાખે રહિને સજની તુજને માંગું
ઓ સાયબાજી (૪)

સાત રંગે થી રંગી મેતોપ્રેમ ની આ દોરી
તોડી ના તોડાશે આતો સાત જનમ ની દોરી
ઓ સાયબાજી (૪)
ઓ સજની (૪)

મેહોણા ની માયા લાગી

ગીત:મેહોણા ની માયા લાગી
ફિલ્મ:મનડું મળ્યું મહેસાણા માં

ના ગમે મને રસિયા ના ગમે અમેરીકા
મારા મેહોણા નાં માનવી છે મધ જેવા મીઠા (૨)
એવો મીઠડો મલક છે અમારો (અમારો) (૩)
હા કે મેહોણા ની માયા લાગી હો કે મેહોણા ની માયા લાગી
ના જાવું મારે રસિયા ના જાવું અમેરીકા
તારા મેહોણા નાં માનવી છે મધ જેવા મીઠા
એવો મીઠડો છે સાયબો મારો (મારો) (૩)
હા કે લાગે મને જીવ થી વાલો હા કે લાગે મને જીવ થી વાલો (૨)

હો...દૂધ સાગર ડેરી નાં દૂધ જેવી ઉજળા
મર્યાદા ની પાઘડી ને ધોળા છે લુગડા
મારા સાયબા ની નગરી કેવી રૂપાળી
સૂર્ય મંદિર ની શાન છે નિરાળી
એથી રૂડો સાવરીયો (૩)
હા કે મેહોણા ની માયા લાગી (હો) (૨)
હા હા મેહોણા ની માયા લાગી (હો) (૨)

હાલ ગોરી હાલ તને વોટર પાર્ક લઈ જાવું
તારી કાજે કોઈ હું પ્રેમ ગીત ગાવું
મેહોણા જોઈ મન માં લાગે તાલા વેલી
સાયબા ની નગરી એ કિધી મને ઘેલી
મારા સાયબા ની પ્રેમ ધુન વાગી (વાગી) (૩)
કે લાગે મને જીવ થી વાલો કે મેહોણા ની માયા લાગી
કે લાગે મને જીવ થી વાલી કે મેહોણા ની માયા લાગી
ના ગમે મને રસિયા ના ગમે અમેરીકા
તારા મેહોણા નાં માનવી છે મધ જેવા મીઠા (૨)
એવો મીઠડો મલક છે અમારો (અમારો) (૩)
કે મેહોણા ની માયા લાગી હો કે મેહોણા ની માયા લાગી
કે મેહોણા ની માયા લાગી હો કે મેહોણા ની માયા લાગી

ઉંબરે ઊભી વેવાણ

ગીત:ઉંબરે ઊભી વેવાણ
ફિલ્મ:મનડું મળ્યું મહેસાણા માં

હે ઉંબરે ઊભી વેવાણ ઊંચી નીછી થાય ઢોલ શેના વાગ્યા રે
હે ઉંબરે ઊભી વેવાણ ઊંચી નીછી થાય ઢોલ શેના વાગ્યા રે
હે જાન માં કોઈ જાણે નય ને વર ની ફઈ હું ઢોલ શેના વાગ્યા રે
હે માંડવે જોયા માંડવીયા ને આઘી પાછી થાય ઢોલ શેના લાગ્યા રે
હે ઉંબરે ઊભી વેવાણ ઊંચી નીછી થાય ઢોલ શેના વાગ્યા રે

હે ખાડા ના ટેકરા ને ખાડા નાં ઢાળ
નદિયું ના ટેકરા ને નદિયું ના ઢાળ
વેવાઈ ના છોકરાં ને પરમવા નાં કાળ
હવે શું પરણે માથે ધોળા થયા વાળ
જતી રહિ જવાની શું કરે વિચાર
વાતો વાતો માં ગયો એળે અવતાર
વાતો વાતો માં ગયો એળે અવતાર
હે ખાડા ના ટેકરા ને ખાડા નાં ઢાળ
નદિયું ના ટેકરા ને નદિયું ના ઢાળ

હે વાઢ્યા લીલુડાં વોહ રે કોઈ જોણે નય
તેનો ગુથાવ્યો ટોપલો કોઈ જોણે નય
પૂરી વેવાણ ને ટોપલા હેઠ કોઈ જોણે નય
હે મારા નટુભાઈ ને બોલાવો કોઈ જોણે નય
તેને નટુ હારે પરણાવો કોઈ જોણે નય
હે વાઢ્યા લીલુડાં વોહ રે કોઈ જોણે નય
હવાઢ્યા લીલુડાં વોહ રે કોઈ જોણે નય

હે કોણ કે મને પેણાવો, પેણાવો પાતળીયો લ્યો
અમવર કે મને પેણાવે, પેણાવો પાતળીયો લ્યો
વેવાઈ ના છોકરા ને પેમ ચડ્યું એને પેણાવો
એને પેણાવો
હા પેણાવો પાતળીયો લ્યો
કોન કે મને પેણાવો, પેણાવો પાતળીયો લ્યો

હે મારા વાડા માં અણ્ણી રે છોડી પરણી નો જાતી
મારા રમેશભાઈ છેલિયા રે છોડી પરણી નો જાતી
તને મેહોણા માં પરમાવશું રે છોડી પરણી નો જાતી
હે મારા વાડા માં અણ્ણી રે છોડી પરણી નો જાતી
છોડી પરણી નો જાતી

મનડું મળ્યું મહેસાણા માં

ગીત:મનડું મળ્યું મહેસાણા માં
ફિલ્મ:મનડું મળ્યું મહેસાણા માં

પહેલી નજર માં ભર રે બજાર માં
પ્રિત્યું ના વાગ્યા મને બાણ રે ઓ સાયબા

પહેલી નજર માં ભર રે બજાર માં (૨)
પ્રિત્યું ના વાગ્યા મને બાણ રે
ઓ સાજણા મનડું મળ્યું મેહોણા માં (હો) (૨)
હુંયે અજાણી ને તુયે અજાણ્યો (૨)
અણજાણી થી રે ઓળખાણ
ઓ સાયબા મનડું મળ્યું મેહોણા માં (હો) (૨)

જનમો જનમ ની ભવો રે ભવ ની બાંધી મે સાજમ પ્રીતલડી
હહો પાપણ પલકારે દિલ ના ધબકારે જોવા તરસે તને આંકલડી
જીવશું મરશું ભેળા જનમારો
માંગું ભવ ભવ નો સાથ તારો
તું મારો રામ છે તું મારો શ્યામ છે તુ મારુ તિરથ ધામ
ઓ સાયબામનડું મળ્યું મેહોણા માં
ઓ સાજણા મનડું મળ્યું મેહોણા માં

ચાંદા ની લાત માં સૂરજ ની સાથ માં બાંધી મે તુ જ સંગ પ્રીતલડી
ઓ હો સાથ નહિ છૂટે પ્રીત નહિ તૂટે દલ માં વળી પ્રીત ગાંઠલડી
આંખો નું મારા ગોરીસમમું  તું
જીવતર નું મારા હો ઝરણું તું
તું મારી રાધડી તું મારી પ્રીતડી તું પ્રિત્યું ના ગીત
 ઓ સાજણા મનડું મળ્યું મેહોણા માં
હુંયે અજાણી ને તુયે અજાણ્યો
અણજાણી થી રે ઓળખાણ
ઓ સાયબા મનડું મળ્યું મેહોણા માં
ઓ સાજણા મનડું મળ્યું મેહોણા માં