28 January 2020

લગ્ન ગીત

ગીત: લગ્ન ગીત
ફિલ્મ: જગ જીતે નહીં ને હૈયું હારે નહીં

તમે હળવે હળવે હાલો રે લાડકડા મારા બેનડી (૨)
તારો પાલવ ઊડી જાશે રે લાડકડા મારા બેનડી (૨)
તારા માતા ને દેખાશે રે  લાડકડા મારા બેનડી (૨)
ચાર ફેરા ફરી ને જાશે રે  લાડકડા મારા બેનડી (૨)

દાદા ની ડેલી માં રોપનો રૂડો માંડવો (૨)
આંગણિયા માં રમનારી આજ
ચાર ફેરા ફરી ને જાશે સાસરે
કો: ચાર ફેરા ફરી ને જાશે સાસરે

માતા પિતા રે તારા ઊભા રે માંડવડે (૨)
ઉંમરીયા માં ઊભો તારો વીર
ચાર ફેરા ફરી ને જાશે સાસરે
કો: ચાર ફેરા ફરી ને જાશે સાસરે


આંગણીએ આનંદ નો નહીં પાર રે લાડકડી બેની
આવે ના અવસર વારંવાર રે લાડકડી બેની
વાગે કઈ ઢોલ નમે શરણાઈ રે  લાડકડી બેની
પૂછું હું તમને વારંવાર


 કે ભમરો માંડવડે આવે ને કેવો ઊડી ઊડી જાય (૨)
બેની ના માંડવડા માં ફૂલડાં બહુ દેખાય
ભમરો લાખેણા મેમાનો જોવા માંડવડા મા જાય
કે ભમરો માંડવડે આવે ને કેવો ઊડી ઊડી જાય
કાકા કુટુંબ ની તું વાળી રે કોયલડી (૨)
લાડકડી તું ઘર નું સાચું હિર
ચાર ફેરા ફરી ને જાશે સાસરે
કો: ચાર ફેરા ફરી ને જાશે સાસરે

No comments:

Post a Comment