ગીત: દેશ રે જોયા રે દાદા
ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા
દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા જો
જોયો રે મે પિયુજી નો દેશ રે દાદાજી
સસરા અમારા જાણે દયામણા દેવ જો
સાસુજી તો દેવળ માયલા દેવી રે દાદાજી
પરણ્યા રે મારા જાણે પ્રેમ ની પરબડી
સુખ ની મળી છે સિળી છે છાય રે દાદાજી
એ જુઠા રે દિલાસા દીકરી દાદા ને નો દઈએ જો
દાદા ને દલડે લાગ્યા ડામ રે દિકલડી
મારી રે ફૂલવાડી નું તું એક ફૂલડું હતી જો
વન માં મે તને વેગળી કીધી રે દિકલડી
હં.. પેટ ની જણી ને મેંતો પારકી કરી જણી જો
ખોળે થી હડસેલી પરદેશ દીધી રે દિકલડી
લીલા વન નું પંખીડું મારૂ રજળે વેરાને જો
કોઈ પારધી એ કાપી એની પાંખો રે દિકલડી
એ લાડે રે કોડે બેની તને સાસરીએ વળાવી જો
તારે દખ ના ઉગ્યા રે જીણા દાડ રે બેનીબા
મીઠુડી મેના તો મારી પાંજરે પુરાણી જો
મૈયર ની તારે હવે છેટી થઈ વાટ રે બેનીબા
એ રાખડી બાંધનારી કેમ તારા કરું હું રખોપા જો
તારા વીરાથી રે પરવશ તને કીધી રે બેનીબા
દુખણાં લેનારી તારા દુખડા કેમ ભાંગું જો
તારા જીવતર માં જેર મેંતો ઘોળયું રે બેનીબા
હે નાનેરી નણંદ મારી રમતી ગોખે જો
રમતા જલાણી કાંટાળી વાડ રે નણંદબા
સરખી સૈયર મારી મેલ્યો તે સથવારો જો
ખારા રે રણ તું એકલી જૂરે રે નણંદબા
એ કિયા રે જનમ ના બેની મેંતો વેર જોને વાળ્યા જો
ભોળી રે પારેવડી ને વીંધી રે નણંદબા
મેલા રે મન ને હુંતો કિયા ભવે છોડું જો
તારું કૂણું રે કાળજડું મે કાપ્યું રે નણંદબા
એ ગરીબડી ગાય મેંતો કસાઈ ને ભળાવી જો
મેંતો ઊગતો વાઢયો કુમળો છોડ રે દિકલડી (૨)
ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા
દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા જો
જોયો રે મે પિયુજી નો દેશ રે દાદાજી
સસરા અમારા જાણે દયામણા દેવ જો
સાસુજી તો દેવળ માયલા દેવી રે દાદાજી
પરણ્યા રે મારા જાણે પ્રેમ ની પરબડી
સુખ ની મળી છે સિળી છે છાય રે દાદાજી
એ જુઠા રે દિલાસા દીકરી દાદા ને નો દઈએ જો
દાદા ને દલડે લાગ્યા ડામ રે દિકલડી
મારી રે ફૂલવાડી નું તું એક ફૂલડું હતી જો
વન માં મે તને વેગળી કીધી રે દિકલડી
હં.. પેટ ની જણી ને મેંતો પારકી કરી જણી જો
ખોળે થી હડસેલી પરદેશ દીધી રે દિકલડી
લીલા વન નું પંખીડું મારૂ રજળે વેરાને જો
કોઈ પારધી એ કાપી એની પાંખો રે દિકલડી
એ લાડે રે કોડે બેની તને સાસરીએ વળાવી જો
તારે દખ ના ઉગ્યા રે જીણા દાડ રે બેનીબા
મીઠુડી મેના તો મારી પાંજરે પુરાણી જો
મૈયર ની તારે હવે છેટી થઈ વાટ રે બેનીબા
એ રાખડી બાંધનારી કેમ તારા કરું હું રખોપા જો
તારા વીરાથી રે પરવશ તને કીધી રે બેનીબા
દુખણાં લેનારી તારા દુખડા કેમ ભાંગું જો
તારા જીવતર માં જેર મેંતો ઘોળયું રે બેનીબા
હે નાનેરી નણંદ મારી રમતી ગોખે જો
રમતા જલાણી કાંટાળી વાડ રે નણંદબા
સરખી સૈયર મારી મેલ્યો તે સથવારો જો
ખારા રે રણ તું એકલી જૂરે રે નણંદબા
એ કિયા રે જનમ ના બેની મેંતો વેર જોને વાળ્યા જો
ભોળી રે પારેવડી ને વીંધી રે નણંદબા
મેલા રે મન ને હુંતો કિયા ભવે છોડું જો
તારું કૂણું રે કાળજડું મે કાપ્યું રે નણંદબા
એ ગરીબડી ગાય મેંતો કસાઈ ને ભળાવી જો
મેંતો ઊગતો વાઢયો કુમળો છોડ રે દિકલડી (૨)
No comments:
Post a Comment