21 February 2020

દેશ રે જોયા દાદા પરદેશ જોયા


બેનર: જી. એન. ફિલ્મ
ફિલ્મ: દેશ રે જોયા દાદા પરદેશ જોયા
વર્ષ: ૧૯૯૭
કલાકાર: હિતેન કુમાર, રોમા માણેક, અરવિંદ ત્રિવેદી, સમીર રાજડા, ભુમિકા શેઠ, કલ્પના દિવાન, દેવેન્દ્ર પંડિત, ફિરોજ ઈરાની, જયશ્રી પરીખ, જૈમીની ત્રિવેદી, ભાવિની જાની, રમેશ મહેતા
કથા: ગોવિંદભાઈ પટેલ
પટકથા: ગોવિંદભાઈ પટેલ, મુકેશ માલવણકર
સંવાદ: મુકેશ માલવણકર
ગીત: અરવિંદ બારોટ
સંગીત: અરવિંદ બારોટ
સંકલન: અશોક રૂમડે
કેમેરામેન: પૂનમ બેલદાર
નિર્માતા: ગોવિંદભાઈ પટેલ
દિગ્દર્શક: ગોવિંદભાઈ પટેલ

વાવડી નાા પાણી

ગીત: વાવડી ના પાણી
ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા

હો રાજ રે (૨) વાવડી ના પાણી ભરવા ગ્યાતા
મને કેડ કાંટો વાગ્યો, મને કેડ કાંટો વાગ્યો
હો રાજ રે (૨) વાવડી ના પાણી ભરવા ગ્યાતા
મને કેડ કાંટો વાગ્યો, મને કેડ કાંટો વાગ્યો

હો રાજ રે (૨) ધોરાજી ના ઢોલીડા ઢળાવો
એને પડદલડાંં બંધાવો મને કેડ કાંટો વાગ્યો (૨)
મને કેડ કાંટો વાગ્યો

હો રાજ રે (૨) વડોદરા નાા વયદડાં તેડાવો
મને પાટલડાં બંધાવો મને કેડ કાંટો વાગ્યો (૨)
મને કેડ કાંટો વાગ્યો

ઊંચા ઊંચા બંગલા

ગીત: ઊંચા ઊંચા બંગલા
ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા

ઊંચા ઊંચા બંગલા બનાવોદાદા કાચ ની બારયું મેલાવો રે બેની મારી
કે બેની મારી જગ મગ જગ મગ થાય
કો: કે બેની મારી જગ મગ જગ મગ થાય
કે તમે ઊંચા ઊંચા બંગલા બનાવો
દાદા કાચ ની બારયું મેલાવો રે
બેની મારી જગ મગ જગ મગ થાય
કો: બેની મારી જગ મગ જગ મગ થાય

દાદા વિના કેમ ચાલશે હો રાજ (૨)
દાદી રતનબા તો હોય તમારી સાથ રે
હો બેની મારી જગ મગ જગ મગ થાય
કો: હો બેની મારી જગ મગ જગ મગ થાય
હે તમે ઊંચા ઊંચા બંગલા બનાવો
દાદા કાચ ની બારયું મેલાવો રે
બેની મારી જગ મગ જગ મગ થાય
કો: બેની મારી જગ મગ જગ મગ થાય

કાકા વિના કેમ ચાલશે હો રાજ (૨)
કાકી ગંગા બેન તો હોય તમારી સાથ રે
હો બેની મારી જગ મગ જગ મગ થાય
કો: હો બેની મારી જગ મગ જગ મગ થાય
કે તમે ઊંચા ઊંચા બંગલા બનાવો
દાદા કાચ ની બારયું મેલાવો રે
બેની મારી જગ મગ જગ મગ થાય
કો: બેની મારી જગ મગ જગ મગ થાય

મહેંદી ભરેલા પગલાં માંડો આજ (૨)
તમારા પીઠી વાળા અંગ ને શણગારો રે
હો બેની મારી જગ મગ જગ મગ થાય
કો: બેની મારી જગ મગ જગ મગ થાય
હે ઊંચા ઊંચા બંગલા બનાવો
દાદા કાચ ની બારયું મેલાવો રે
બેની મારી જગ મગ જગ મગ થાય
કો: બેની મારી જગ મગ જગ મગ થાય

આછેડા ઘુંઘટડા ની લાજ (૨)
એવા ઘુંઘટડે ઢાંક્યા તમારા રૂપ રે
હો બેની મારી જગ મગ જગ મગ થાય
કો: બેની મારી જગ મગ જગ મગ થાય
હે ઊંચા ઊંચા બંગલા બનાવો
દાદા કાચ ની બારયું મેલાવો રે
બેની મારી જગ મગ જગ મગ થાય
કો: કે બેની મારી જગ મગ જગ મગ થાય


14 February 2020

જાન જોડી આવ્યા

ગીત: જાન જોડી આવ્યા
ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા

હે જાન જોડી આવ્યા શું ઘાટ ઘડાવી લાવ્યા
મારા વેવાઈ લટકણીયા લેતા આવજો
કો: હો હો હો જાન જોડી આવ્યા
શું ઘાટ ઘડાવી લાવ્યા મારા વેવાઈ લટકણીયા લેતા આવજો
હો હો હો જાંજરી ની  જોડી મારા બેને નાખી તોડી
મારા વેવાઈ લટકણીયા લેતા આવજો
કો: હો હો હો જાંજરી ની  જોડી મારા બેને નાખી તોડી
મારા વેવાઈ લટકણીયા લેતા આવજો
હો હો હો તમે જૂની લાવ્યા સાડી હવે લાજો વર ના માડી
મારા વેવાઈ લટકણીયા લેતા આવજો
કો: હો હો હો તમે જૂની લાવ્યા સાડી હવે લાજો વર ના માડી
મારા વેવાઈ લટકણીયા લેતા આવજો
સમજ્યા વેવાણ

એ સોના નું સળેકડું ને વાયરે ઉડતું જાય રે (કોરસ) (૨)
એ વેવાણ તારું નાક વાઢયું જાણ ભૂખી જાય રે (કોરસ) (૨)
હો ભોએ સુવાડયા ભૂખે માર્યા સાચડીએ ચટકાવ્યા રે (કોરસ) (૨)
અરે ખારા કૂવા નું પાણી પાયું ખરા બપોરે  કાઢ્યા રે (કોરસ) (૨)
સોના નું સળેકડું ને વાયરે ઉડતું જાય રે

એ અલ્લક બંટી તલ્લક બંટી તાંજલિયો મગદાળ ચોખ્ખો વાકડીયો
કોરસ: હો ચોખ્ખો વાકડીયો
હે અલ્લક બંટી તલ્લક બંટી તાંજલિયો મગદાળ ચોખ્ખો વાકડીયો
કોરસ: હો ચોખ્ખો વાકડીયો
હા લીમડે જાજી લીંબોળી ને  હાલર હૂલર થાય (૨)
બાયલો થઈ ને જોર બતાવે (૨) તારા થી શું થાય ચોખ્ખો વાકડીયો
કોરસ:હો ચોખ્ખો વાકડીયો
અલ્લક બંટી તલ્લક બંટી તાંજલિયો મગદાળ ચોખ્ખો વાકડીયો
કોરસ:હો ચોખ્ખો વાકડીયો
એ વેવાણ દૂધ ની સવાદણી ને પાડો દોવા જાય (૨)
એ પાડે માર્યું પાટુ ઈતો (૨) ઓય ઓય કરતી જાય ચોખ્ખો વાકડીયો
કોરસ:હો ચોખ્ખો વાકડીયો
અલ્લક બંટી તલ્લક બંટી તાંજલિયો મગદાળ ચોખ્ખો વાકડીયો
કોરસ:હો ચોખ્ખો વાકડીયો

એ ગોર બ્રાહમન સાક્ષી છે જાનૈયા વકીલ છે
છેટા રેજો માંડવ્યા આ કન્યા કેસ અમારો છે (કોરસ) (૨)
એ નય ચાલે એના દાદા નું નય ચાલે એની માતા નું
નય ચાલે એની ફઈબા નું આ કન્યા કેસ અમારો છે (૨)
એ ગોર બ્રાહમન સાક્ષી છે જાનૈયા વકીલ છે
છેટા રેજો માંડવ્યા આ કન્યા કેસ અમારો છે (કોરસ) (૨)

એ અડી કડી ના અવળા દોર એલ્લારો
કોની કોની મેડીએ ચડ્યા ચોર એલ્લારો
અણવર ની મેડીએ ચડયા ચોર એલ્લારો
અણવર તમારું શું શું ગયું એલ્લારો
અણવર કે મારો ચોણ્યો  ગ્યો એલ્લારો
 એ અડી કડી ના અવળા દોર એલ્લારો
કોની કોની મેડીએ ચડ્યા ચોર એલ્લારો
ભરતભાઇ ની મેડીએ ચડયા ચોર એલ્લારો
ભરતભાઇ તમારું શું શું ગયું એલ્લારો
ભરતભાઇ કે મારી સાળી ગઈ એલ્લારો
એલ્લારો (૧૦)

12 February 2020

ઘમ્મર ઘમ્મર

ગીત: ઘમ્મર ઘમ્મર
ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા

હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણું ગાજે
શ્યામ આવી ને મારી મટુકી ફોડે
અરેરેરે...શ્યામ આવી ને મારી મટુકી ફોડે
કોરસ: ઘમ્મર ઘમ્મર....
મટુકી ફોડે ને મારા મહિદા ઢોળે
શ્યામ આવી ને મારી મટુકી ફોડે
અરેરેરે...શ્યામ આવી ને મારી મટુકી ફોડે
કોરસ: ઘમ્મર ઘમ્મર....

જમના ને કાંઠે હુંતો મોરલી વગાડુ
મોરલી વગાડી તારા દલ ને રીજાવું (૨)
વાગી વાગી (૨) મોરલી ને ભૂલી હુંતો ભાન
શ્યામ આવી ને મારી મટુકી ફોડે
અરેરેરે...શ્યામ આવી ને મારી મટુકી ફોડે
કોરસ: ઘમ્મર ઘમ્મર....

ચાર પાંચ ગોવળીયા ટોળે વળીને
એક બીજા ને કાંધે ચડી ને (૨)
 મટુકી માં (૨) મોરલી મારે મારો શ્યામ
શ્યામ આવી ને મારી મટુકી ફોડે
અરેરેરે...શ્યામ આવી ને મારી મટુકી ફોડે
કોરસ: ઘમ્મર ઘમ્મર....

એક એક કાન ને એક એક ગોપી
તોયે કાનુડા એ રાધા ને લોપી (૨)
વનરાવન માં (૨) રાસ રસાવે મારો શ્યામ
શ્યામ આવી ને મારી મટુકી ફોડે
અરેરેરે...શ્યામ આવી ને મારી મટુકી ફોડે
કોરસ: ઘમ્મર ઘમ્મર....

એવા માંડવ રોપાવ્યા

ગીત: એવા માંડવ રોપાવ્યા
ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા

હે એવા માંડવ રોપાવ્યા મારે આંગણે (૨)
હે વાગે રૂડા (૨) શરણાયું ને ઢોલ રે માંડવાદે મારે
મોતી રે વેરાણા માણેક ચોક માં
હે મોતી રે વેરાણા માણેક ચોક માં
એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

હે દાદા ને દેશ રૂડો આંબલો (૨)
હે ડાળે ડાળે (૨) ટહુકે જીણા મોર રે માંડવડે મારે
મોતી રે વેરાણા માણેક ચોક માં
હે મોતી રે વેરાણા માણેક ચોક માં
એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

હે એવા બાંધ્યા રે ચંદરવા ને સાંકળા (૨)
હે આભલા માં કાઇ (૨) ચળકે સુરજ ભાણ રે માંડવડે મારે
મોતી રે વેરાણા માણેક ચોક માં
હે મોતી રે વેરાણા માણેક ચોક માં
એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

હે એક પરદેશી પંખી બેઠું માંડવે (૨)
હે કાલ તો એના (૨) પરદેશે પરયાણ રે માંડવડે મારે
મોતી રે વેરાણા માણેક ચોક માં
હે મોતી રે વેરાણા માણેક ચોક માં
એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

 હે એવા માંડવ રોપાવ્યા મારે આંગણે
એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

 હે એવા માંડવ રોપાવ્યા મારે આંગણે
એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

હે વગડાવો વગડાવો રૂડા શરણાયું ને વાજા
અરે ચુંદડીયાળી લાડકડી ને કેસરીયાં વરરાજા
અરે ચડી હરખ ની હેલી આંનંદ મંગલ તો વરતાણા
અરે આજ અમારે આંગણિયે કઈ આવ્યા રૂડા ટાણા
અરે આવ્યા રૂડા ટાણા, એવા આવ્યા રૂડા ટાણા
એ મોતીડા ના ચોક પુરાવ્યા કંકુ કેસર ઊડે
અરે આસોપાલવ ના તોરણ બાંધ્યા ધોળ ગલાલી ઊડે
અરે સાજન માજન જોઈ અમારા હૈયા તો હરખાણા
અરે આજ અમારે આંગણિયે કઈ આવ્યા રૂડા ટાણા
 અરે આવ્યા રૂડા ટાણા, એવા આવ્યા રૂડા ટાણા

11 February 2020

એલી રાધડી રે

ગીત:એલી રાધડી રે
ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા

હા એલી રાધડી રે દેશ રે... (૨) તારા તે ગામ ને મારગડે
તારો છેડો ઢળકતો મેલ અલબેલી તારો મલક મારે જોવે છે
હા  તારો મલક મારે જોવે છે
હા હે એલા રામલા રે... (૨)
એલા રામલા રે મારા તે ગામ ને મારગડે
મારા પાલવ નો છેડલો જાલ અલબેલા મારો મલક મારે જોવે છે
એલા મારો મલક મારે જોવે છે
હા એલી રાધડી રે..... એલા રામલા રે...

તારા મલક ના માયાળું માનવી (૨)
દરિયા દિલ ના જાણું (હો) (૨)
અરે માદળિયાં માયલા મોતી ગણું રે એને
મોંઘા રે મૂલના જાણું (જાણું) (૨)
હે મારા સાયબા રે...(૨) મારા સાયબા રે...
જુઠા જગત ની હાટડીએ જોઈ જોઈ ને વોરવી જાત અલબેલા
મારો મલક મારે જોવે છે એલા મારો મલક મારે જોવે છે
હે એલી રાધડી રે..... એલા રામલા રે...

મારા મલક માં આંબા ને આંબલી (૨)
પાકા રે ફળ એના મીઠા (હા) (૨)
લીલી વનરાયું માં કોટે વાળુંબતા
ઢેલણ ને મોર મે દીઠા (હા) (૨)
હે મારા વાલમા રે (૨) મારા વાલમા રે
પ્રીત્યુ ને રીત્યુ ની વાતડીએ જોઈ જોઈ ડગલું મેલ અલબેલા
મારો મલક મારે જોવે છે એલા મારો મલક મારે જોવે છે
હા એલી રાધડી રે....... એલા રામલા રે.

તારા તે ગામ ને સીમાડે એક દી (૨)
જાડેરી જાણ લઈ આવું (હા) (૨)
અરે રૂદિયા ની રાણી ને અંગે ઓઢાડવા
સીતળ ની ચુંદડી લાવું (લાવું) (૨)
મારા સાયબા રે...(૨) મારા સાયબા રે..
મારા મૈયર ને માંડવડે ધીરા ધીરા વગાડવો ઢોલ અલબેલા
મારો મલક મારે જોવે છે એલા મારો મલક મારે જોવે છે
હા એલી રાધડી રે દેશ રે... (૨) તારા તે ગામ ને મારગડે
તારો છેડો ઢળકતો મેલ અલબેલી તારો મલક મારે જોવે છે
હા  તારો મલક મારે જોવે છે
એલા રામલા રે... હા એલી રાધડી રે... (૨)

09 February 2020

દેશ રે જોયા રે દાદા

ગીત: દેશ રે જોયા રે દાદા
ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા

દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા જો
જોયો રે મે પિયુજી નો દેશ રે દાદાજી
સસરા અમારા જાણે દયામણા દેવ જો
સાસુજી તો દેવળ માયલા દેવી રે દાદાજી
પરણ્યા રે મારા જાણે પ્રેમ ની પરબડી
સુખ ની મળી છે સિળી છે છાય રે દાદાજી

એ જુઠા રે દિલાસા દીકરી દાદા ને નો દઈએ જો
દાદા ને દલડે લાગ્યા ડામ રે દિકલડી
મારી રે ફૂલવાડી નું તું એક ફૂલડું હતી  જો
વન માં મે તને વેગળી કીધી રે દિકલડી

હં.. પેટ ની જણી ને મેંતો પારકી કરી જણી જો
ખોળે થી હડસેલી પરદેશ દીધી રે દિકલડી
લીલા વન નું પંખીડું મારૂ રજળે વેરાને જો
કોઈ પારધી એ કાપી એની પાંખો રે દિકલડી

એ લાડે રે કોડે બેની તને સાસરીએ વળાવી જો
તારે દખ ના ઉગ્યા રે જીણા દાડ રે બેનીબા
મીઠુડી મેના તો મારી પાંજરે પુરાણી જો
મૈયર ની તારે હવે છેટી થઈ વાટ રે બેનીબા

એ રાખડી બાંધનારી કેમ તારા કરું હું રખોપા જો
તારા વીરાથી રે પરવશ તને કીધી રે બેનીબા
દુખણાં લેનારી તારા દુખડા કેમ ભાંગું જો
તારા જીવતર માં જેર મેંતો ઘોળયું રે બેનીબા

હે નાનેરી નણંદ મારી રમતી ગોખે જો
રમતા જલાણી કાંટાળી વાડ રે નણંદબા
સરખી સૈયર મારી મેલ્યો તે સથવારો જો
ખારા રે રણ તું એકલી જૂરે રે નણંદબા

એ કિયા રે જનમ ના બેની મેંતો વેર જોને વાળ્યા  જો
ભોળી રે પારેવડી ને વીંધી રે  નણંદબા
મેલા રે મન ને હુંતો કિયા ભવે છોડું જો
તારું કૂણું રે કાળજડું મે કાપ્યું રે નણંદબા

એ ગરીબડી ગાય મેંતો કસાઈ ને ભળાવી જો
મેંતો ઊગતો વાઢયો કુમળો છોડ રે દિકલડી (૨)

08 February 2020

છોડયા દાદા ને

ગીત: છોડયા દાદા ને
ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા

છોડયા દાદા નેછોડી ડેલીયું રે (૨)
છોડી હાલ્યા સૈયરું નો સાથ રાધા બેન તમે એકવાર
પિયરીયે પધારજો રે
છોડયા દાદા નેછોડી ડેલીયું રે

છોડયા બાંધવ છોડી બેનદી રે (૨)
છોડી હાલ્યા ભોજાયું નો સાથ રાધા બેન તમે એકવાર
પિયરીયે પધારજો રે
છોડયા દાદા નેછોડી ડેલીયું રે

સમજી ને રેજો બેની સાસરે રે (૨)
રાખજો સાસરિયાં ની રીત રે રાધા બેન તમે એકવાર
પિયરીયે પધારજો રે
છોડયા દાદા નેછોડી ડેલીયું રે

પિયુ સંગાથે રેજો પ્રેમ થી રે (૨)
 પ્રેમ માં પ્રભુ નો હોય વાસ રે રાધા બેન તમે એકવાર
પિયરીયે પધારજો રે
છોડયા દાદા નેછોડી ડેલીયું રે (૨)



05 February 2020

લોહી નો નહીં એ કોઈ નો નહીં


બેનર: શ્રી કેવલમ એનતરપ્રાઇજ
ફિલ્મ: લોહી નો નહીં એ કોઈ નો નહીં
વર્ષ: ૨૦૧૪
કલાકાર: હિતેન કુમાર, શર્મિષ્ઠા મકવાણા, જગદીશ ઠાકોર, રેશ્મા પુરોહિત, પાર્થ ભટ્ટ, જિલ મહેતા, ધર્મેશ દેસાઇ, હસમુખ ભાવસાર.
કથા: રફીક પઠાણ
પટકથા: રફીક પઠાણ
સંવાદ: રફીક પઠાણ
ગીત: હિતેશ શોભાસણ
સંગીત: અનવર શેખ
કેમેરા મેન: હિતેશ બેલદાર, લાલજી બેલદાર
સંકલન: હરિશ્ચંદ્ર સિંહ ગોહિલ
નિર્માતા: મહેશ ઝાલાવાડીયા
 દિગ્દર્શક: રફીક પઠાણ

પરીક્ષા માં પહેલો

ગીત: પરીક્ષા માં પહેલો
ફિલ્મ: લોહી નો નહીં એ કોઈ નો નહીં

પરીક્ષા માં પહેલો નંબર પાસ રે બેની બા
મનગમતી સાસરે ના મળી રે
દાદા ના બાગ નુ ફૂલ રે બેની બા
કાંટાળી મળી બેની સાસરે રે (૨)

પિયરયા ની છાયા રી રાહ,
સાસરીયા ની પડકારી રાહ (૨)
તડકા રે રાહ માં ચાલે રે બેની બા
શીતળ છાયા તમને ના મળી રે
પરીક્ષા માં પહેલો નંબર પાસ રે બેની બા
મનગમતી સાસરે ના મળી રે
દાદા ના બાગ નુ ફૂલ રે બેની બા
કાંટાળી મળી બેની સાસરે રે (૨)

પિયર ના આંગણીએ તુલસી નો ક્યારો
સાસરિયાં માં જઈને સુકાયો (૨)
પિયરયાના આંસુડાં બોલે રે બેનીબા
 મનગમતી સાસરે ના મળી રે
પરીક્ષા માં પહેલો નંબર પાસ રે બેની બા
મનગમતી સાસરે ના મળી રે
દાદા ના બાગ નુ ફૂલ રે બેની બા
કાંટાળી મળી બેની સાસરે રે (૨)
 મનગમતી સાસરે ના મળી રે (૩)

મારી તે ઓઢણી

ગીત: મારી તે ઓઢણી
ફિલ્મ: લોહી નો નહીં એ કોઈ નો નહીં

મારી તે ઓઢણી ઓઢી બીજા ની ઓઢાય ના
મારી તે ચુડલી પહેરી બીજાની પહેરાય ના
ઓઢી રે તેતો ઓઢી રે (૨) બીજા ની ઓઢાય ના
તારી તે ઓઢણી ઓઢી બીજા ની ઓઢાય ના
તારી તે ચુડલી પહેરી બીજાની પહેરાય ના
 ઓઢી રે મેંતો ઓઢી રે (૨) બીજા ની ઓઢાય ના
 મારી તે ઓઢણી ઓઢી બીજા ની ઓઢાય ના

એ પ્રીત્યું ઓઢણી ઓઢાડી સાજણા લઈ જાઉં તુજને રે
ગોરી લઈ જાઉં તુજને રે
હં...  ઓઢણીઓઢી ને રાધા બાનુ મારા શ્યામ ની (૨)
જુગ જુગ થી હું પુજા કરું તારા પ્રેમ ની
વાંસલડી ના હું સૂર બની (૨) પુજા કરું મારા શ્યામ ની
હે મારી તે ઓઢણી ઓઢી બીજા ની ઓઢાય ના

ઓ જુઠીરે જગ ની રિત્યું ની  ઓટ માં નૈયા પ્રીત ની ડૂબાય
ગોરી નૈયા પ્રીત ની ડૂબાય
હે પ્રેમ ની શક્તિ જગ માં જે કોઈએ જાણી (૨)
પ્રેમ ની શક્તિ જગ માં છે સાજન પુંજાણી
જગ વેરી થાયે જુગ વેરી (૨) થઈ ને રહું મારા શ્યામ ની
 હે મારી તે ઓઢણી ઓઢી બીજા ની ઓઢાય ના
 મારી તે ચુડલી પહેરી બીજાની પહેરાય ના
 ઓઢી રે તેતો ઓઢી રે (૨) બીજા ની ઓઢાય ના
 

04 February 2020

સાજણ મન નો મોરલીયો

ગીત: સાજણ મન નો મોરલીયો
ફિલ્મ: લોહી નો નહીં એ કોઈ નો નહીં

મારો સાજણ છે મન નો મોરલીયો (૨)
ચીતડું ચોરી ગ્યો છે સાવરીયો (૨)
એ હું સાગર તમે છો કિનારો (૨)
સાથ છૂટે ના મારો તમારો (૨)

તું કેતો દોડી આવું તારો સાથ રે નિભાવું
ફૂલ નો થઈ બગીચો હું તુજને મહેકવું (૨)
મારી બાલપણા ની સાથી (૨)છૂટે ના સથવારો
સાથ છૂટે ના મારો તમારો (૨)
મારો સાજણ છે મન નો મોરલીયો (૨)
ચીતડું ચોરી ગ્યો છે સાવરીયો
 સાથ છૂટે ના મારો તમારો
 હો હો હો સયબા હો હો હો સાજણા

ભલે આભ તૂટી જાશે, ભલે ધરતી ધ્રુજી જાશે
ભલે યુગ વીતી જાશે તોય પ્રીત ના ભૂલાશે (૨)
મારા ચીતડા નો ચોરનારો (૨)
મારી આખિયું નો તું તારો
ચીતડું ચોરી ગ્યો છે સાવરીયો (૨)
હું સાગર તમે છો કિનારો (૨)
સાથ છૂટે ના મારો તમારો
ચીતડું ચોરી ગ્યો છે સાવરીયો

03 February 2020

રહી ગઈ અધૂરી

ગીત: રહી ગઈ અધૂરી
ફિલ્મ: લોહી નો નહીં એ કોઈ નો નહીં

હો  ગોરી રહી ગઈ અધૂરી ઓળખાણ
મેંતો  દઈ દીધા દલડા ના  દાન
હો  ગોરી રહી ગઈ અધૂરી ઓળખાણ
મેંતો  દઈ દીધા દલડા ના  દાન(૨)
હે મારે કરવી તી હે મારે કરવી તી હે મારે કરવી તી
મનડા ની વાત મેંતો  દઈ દીધા દલડા ના  દાન
મારે કરવી તી મનડા ની વાત મેંતો  દઈ દીધા દલડા ના  દાન
એ ગોરી રહી ગઈ અધૂરી ઓળખાણ
મેંતો  દઈ દીધા દલડા ના  દાન (૨)

એ નેણે ના આવે જોને નિંદરા,
અને હૈયું રહે નહિ હાથ
એ પણ પળ પળ પદમણી સાંભારે
અરે મારા હૈયે લખ્યું નામ
હે કઈ સુજે નહીં દિવસ ને રાત
મારી સાજણ તું મુખડું બતાવ
 હે મને સુજે નહીં દિવસ ને રાત
મારી સાજણ તું મુખડું બતાવ
મારા હૈયા માં વાસી મારી જાન
મેંતો  દઈ દીધા દલડા ના  દાન

એ પ્રીત કરે તો પૂરી કરજે પદમણી (૨)
જન્મો જન્મ ના સાથ એ સાથ મને દેજે રે પદમણી (ઓ) (૨)
પ્રીત કરે તો પૂરી કરજે પદમણી (૨)
એ દલડા ની  ડેલીએ રાખું રે પદમણી
હૈયા ના હીંચકે ઝૂલવું રે પદમણી
તુશે મારા જીવન ની આશ એ સાથ મને દેજે રે પદમણી (૨)
પ્રીત કરે તો પૂરી કરજે પદમણી (૨)

એ મારા ઠાકોરો મન મોજીલા રે રાજ રંગીલા રજવાડી (૨)
એ હૈયે હેતાળ હોશીલા રે રાજ રંગીલા રજવાડી (૨)
હે એતો મોટા મોભાદાર વાળા એતો ગરવી ગુજરાત માં પ્યારા
ભલે ભલે ઠાકોરો બાપો બપો
મોટા મોભાદાર વાળા એતો ગરવી ગુજરાત માં પ્યારા
એતો સોનાની ચેનો પેરનારા રે  રાજ રંગીલા રજવાડી
એતો જમીન ને જાગીર વાળા રે  રાજ રંગીલા રજવાડી
એતો મોટર ગાડીયું  વાળા રે રાજ રંગીલા રજવાડી
 મારા ઠાકોરો મન મોજીલા રે રાજ રંગીલા રજવાડી

બાંધી મે પ્રીતડી

ગીત: બાંધી મે પ્રીતડી
ફિલ્મ: લોહી નો નહીં એ કોઈ નો નહીં

બાંધી મે પ્રીતડી તુજ સંગ સાજણા
જોજે પ્રીત ના ભૂલાય (૨)
સાથી તું મારો જીવન સંગાથી (૨)
બાંધી મે પ્રીત કેરી દોરી
જન્મો જન્મ ની પ્રીત અમારી
ભૂલી એ ના ભૂલાય (૨)

ઓ રૂપ ની રાની તારી અણીયાળી આંખ્યું
જોઈ ને ગોરાંદે મન મારૂ મોહયું (૨)
ઓ મારુ તન મન કર્યું તારા નામે
સાજણ વસ્યો છે તું મારા પ્રાણે (૨)
બાંધી મે પ્રીતડી તુજ સંગ સાજણા
જોજે પ્રીત ના ભૂલાય (૨)

તારા રે નામ ને હું કાળજે કોરવું
તારી રે પ્રીત કાજે જીવ હું લૂટવું (૨)
ઓ તારા નામે મારી જિંદગાની
હો મારા હૈયા ની ગોરી તું રાણી (૨)
ઓ પ્રેમ નગર ના પંખી બની ને
ઉડશું રે આ કાશ માં (૨)
સાથી તું મારો જીવન સંગાથી (૨)
બાંધી મે પ્રીત કેરી દોરી
જન્મો જન્મ ની પ્રીત અમારી
ભૂલી એ ના ભૂલાય
બાંધી મે પ્રીતડી તુજ સંગ સાજણા
જોજે પ્રીત ના ભૂલાય
જન્મો જન્મ ની પ્રીત અમારી
ભૂલી એ ના ભૂલાય

01 February 2020

પડકાર

બેનર:સ્પર્શ મોશન પીક્ચર્સ
ફિલ્મ: પડકાર
વર્ષ: ૨૦૧૪
કલાકાર: હિતેન કુમાર, રાકેશ બારોટ, શક્તિ કપૂર, પ્રાંજલ ભટ્ટ, ફિરોજ ઈરાની, જયેન્દ્ર મહેતા, દેવેન્દ્ર પંડિત, સંજય ચૌહાણ, વૃંદા બ્રમભટ્ટ, રીયા મહેતા,
કથા: લલીત દેસાઈ
પટકથા: કિશોક સચદે
સંવાદ: કિશોક સચદે
ગીત: મનુ રબારી
સંગીત: અજય વાઘેશ્વરી
સંકલન: ધર્મેશ ચાંચડિયા
કેમેરામેન: જગમિંદરસીંગ
નિર્માતા: સ્પર્શ મોશન પીક્ચર્સ
દિગ્દર્શક: સન્ની કુમાર

લેખ વિધિ ના

ગીત: લેખ વિધિ ના
ફિલ્મ: પડકાર

લેખ વિધિ ના કેવા લખાણા અચરજ દિલ માં થાય (૨)
પ્રભુ તારી લીલા ન્યારી (૨) ના કોઈ ને સમજાય (૨)
લેખ વિધિ ના કેવા લખાણા અચરજ દિલ માં થાય (૨)

જીવન ની નૈયા કોઈ ની
અધવચ્ચ માં અટવાય (૨)
સપનાઓ ના મહેલ કોઈ ના
રાખ બળી ને થાય (૨)
અધૂરા આ અરમાનો ની અંતે હોળી થાય (૨)
લેખ વિધિ ના કેવા લખાણા અચરજ દિલ માં થાય (૨)

દુખ ના વાદળ કેવા ઘેરાણા
વાયરા વેરી થાય (૨)
સુખ ચંદન ની ચાંદની ઉપર
અંધારા પથરાય (૨)
લાખ વીતે દન સુખ ના તો પણ દુખ ની વેળા ના જાય (૨)

લેખ વિધિ ના કેવા લખાણા અચરજ દિલ માં થાય (૨)
પ્રભુ તારી લીલા ન્યારી (૨) ના કોઈ ને સમજાય (૨)
લેખ વિધિ ના કેવા લખાણા અચરજ દિલ માં થાય (૨)
 અચરજ દિલ માં થાય (૨)